આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ગળોની ઉત્પતિ અંગેની એક કથા પ્રચલિત છે. જેમાં રામાયણના યુદ્ધમાં અસુરોનાં હાથે મૃત્યુ પામેલા વાનરોને ઈન્દ્રદેવે અમૃતવૃષ્ટિ કરી ફરીથી જીવિત કર્યા હતા. તે વખતે અમૃતના જે બિંદુઓ જમીન પર પડયા, તે સ્થાન પરથી આ ગળોની વેલ ઉત્પન્ન થઈ. આથી એને ‘અમૃતા’ નામથી પણ ઓળખવામાં આવે છે.
ગળો એક ઔષધી છે. આયુર્વેદમાં આના ઘણા નામોથી આળખાય છે. આ વેલ અમૃત સમાન ગુણકારી છે જેથી તેનું નામ અમૃતા પડ્યું છે. ગળોની વેલ જંગલો, ખેતર, પર્વત પર મળે છે. આ વેલ લીમડો અને આંબાનાં વૃક્ષની આસપાસ ફરે છે. જે ઝાડ પર આ વેલ ઉપર જાય છે તેના ગુણ પણ તેનામાં આવે છે.
ગળો દરેક રોગોમાં ઉપયોગી થનાર વનસ્પતિ છે. આ વેલમાં રોગપ્રતિકારક શક્તિ મોટા પ્રમાણમાં રહેલી છે. ગળોને ગરીબના ઘરની ડોક્ટર કહેવામાં આવે છે. કેમ કે તે ગામડાઓમાં સરળતાથી મળી આવે છે. ગળોમાં કુદરતી રીતે જ શરીરના દોષને સંતુલિત કરવાની શક્તિ હોય છે.
આયુર્વેદ પ્રમાણે ગળો સ્વાદમાં તૂરી, કડવી અને તીખી, ગરમ છતાં પિત્તશામક, રસાયન, બળકર, ભૂખવર્ધક, પાચનકર્તા, હૃદય માટે હિતકારી, રક્તવર્ધક અને શોધક, પિત્તસારક, પીડાશામક, ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ છે. ગળો તાવ, તૃષા, દાહ-બળતરા, રક્તદોષ, પાંડુ રોગ, કમળો, લિવરના રોગો, હૃદય રોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવાં અનેક રોગો મટાડે છે.
ગળોને ઘી સાથે લેવાથી વાયુના રોગ, ગોળ સાથે લેવાથી કબજિયાત, સાકર સાથે લેવાથી પિત્તનાં રોગો, મધ સાથે કફના રોગો, એરંડિયા-દિવેલ સાથે સાંધાના દુખાવા ના રોગ તથા સૂંઠ સાથે લેવાથી તે એસિડિટી મટાડે છે.
ગળો, ગોખરું અને આમળાના સમભાગે બનાવેલા ચૂર્ણથી આંખ, છાતી, હાથ-પગના તળીયા કે મૂત્ર ત્યાગ વખતે દાહ-બળતરા થતી હોય તેમાં એક ચમચી જેટલું આ મિશ્રણ લઇ શકાય છે. આ સાથે તમે એસિડિટીમાં એક ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ લઇ શકાય છે.
ગળાનો 5-10 મિ.લી રસ, અથવા 3-6 ગ્રામ ચૂર્ણ અથવા 10-20 ગ્રામ પેસ્ટ દરરોજ સેવન કરવાથી ગઠીયા વા માં જરૂર થી રાહત મળે છે. તેને સુંઠ સાથે પણ ખાઈ શકાય છે. 10-20 મી.લી ગળાનો રસ દિવસ માં બે થી ત્રણ વાર પીવાથી ડાયાબીટીસ માં ફાયદો થાય છે.
40 ગ્રામ ગળો ને સારી રીતે મસળી ને માટી ના વાસણ માં 250 મિ.લી પાણી સાથે આખી રાત રાખી દો અને સવારે ગાળી ને 20 મિલી પાણી દિવસ માં 2 થી 3 વખત પીવાથી કોઈપણ પ્રકારની દવા વગર તાવ મટાડી શકાય છે
આ બાબત ખાસ ધ્યાનમાં રાખો:
ગળા ના લાભો તો અનેક છે પણ સાથે સાથે તેના અમુક નુકસાન પણ હોય જ છે પરંતુ જયારે એનું સેવન સાચી રીતે કરવામાં નથી આવતું ત્યારે અથવા અધુરી જાણકારી હોય ત્યારે. આ ઉપરાંત, ગર્ભવતી મહિલાઓ એ ગળા વેલ નું સેવન કરવું જોઈએ નહિ.
ગળો નો ઉકાળો બનાવવાની રીત:
ગળો નો ઉકાળો બનાવવા ગળો ના પાન અને ડાળખી ને સુકવી તેનો પાવડર બનાવી ને ૧ ગ્લાસ પાણી ની અંદર એક ચમચી પાવડર ને ઉકાળી તે ઉકાળા નું સેવન કરવું આ ઉપરાંત લીલા પાંદડા અને ડાળી ને પાણી મા ઉમેરી તે પાણી ઉકાળી તે ઉકાળા નું સેવન પણ કરી શકાય.
ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે. જેના લીધે તેમણે શારીરરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે. ગીલોયનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં લોહી નું પ્રમાણ વધવા લાગે છે, અને ગીલોય લોહીને શુદ્ધ કરવામાં ખુબ જ ફાયદાકારક છે.
શારીરિક ઈચ્છાઓ અને યૌન સમસ્યા વગેરે ગળો દ્વારા જાગૃત કરી શકાય છે. જ્યારે મનુષ્યનું શરીર બીમાર રહે છે ત્યારે યૌન ઇચ્છાઓ અને હોર્મોન્સમાં ઉણપ સર્જાય છે.