6 મહિને એક વાર ખાઈ લ્યો આ 10 દાણા લીવરના ભલભલા રોગ કરી દેશે ગાયબ, લાખોના ખર્ચ વગરનો બેસ્ટ દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અવનવી ખાણીપીણીને કારણે આજકાલ અવનવા રોગ થઈ રહ્યા છે. આપણાં વડીલોના સમયમાં ખાણીપીણી દેશી અને શુદ્ધ હતી તેથી આજકાલ જેવા ગંભીર અને જીવલેણ રોગ બહુ ઓછા જોવા મળતા પરંતુ અત્યારની જીવનશૈલીને કારણે લીવર, કિડની અને કેન્સર જેવા ગંભીર રોગ સામાન્ય થઈ ગયા છે.

આજે અમે એક એવા જ ગંભીર રોગ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં માત્ર થોડી કાળજી રાખવાથી કયાં માટે છુટકારો મેળવી શકાય. જી, હા, મિત્રો આજે અમે લીવરના ગંભીર રોગ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. લીવર આપણાં શરીરનું સૌથી મુખ્ય અંગ છે. જો લીવર બરાબર કામ નથી કરતું તો સમજી લેવું કે ગંભીર રોગ ટૂંક સમયમાં જ આવી રહ્યો છે.

લીવરની ખામી હોવાનું કારણ વધુ તૈલીય ભોજન, વધુ દારૂનું સેવન છે. પરંતુ શું તમે જાણો છો કે જે લોકો ક્યારેય દારૂ નથી પીતા તેમનું લીવર પણ ખરાબ થઈ જાય છે. મોઢામાંથી ગંધ આવવી પણ લીવરની ખરાબીનું એક લક્ષણ છે. લીવરમાંથી વહેતું એન્જાઈમ બાઈલ નો સ્વાદ કડવો હોય છે, જયારે મોઢામાં કડવાશ આવવા લાગે ત્યારે સમજી જવું જોઈએ કે લીવરમાં કઈક ખરાબી આવી ગઈ છે અને બાઈલ મોઢા સુધી આવી જાય છે.

લીવરમાં બળતરા થવાનું મુખ્ય કારણ ખોરાકને ચાવ્યા વગર ગળી જવું, ફાસ્ટ ફૂડ, ગળ્યું તેલ, મરચું, મસાલેદાર ખોરાક અને ખાટી, મસાલેદાર વસ્તુઓનું સેવન છે. લીવરમાં સોજાનું મુખ્ય કારણ ખાવાની ખોટી આદતો છે. કોઈપણ કારણસર પાચનક્રિયા ખરાબ થવાને કારણે લીવર પર સોજો આવી શકે છે.

લીવર ખરાબ થવાથી ખાવાનું પચશે નહી, તેનાથી ખોરાકનો પાચક રસ, લોહીમાં પરિવર્તન નહી થઇ શકે. આરોગ્ય સતત બગડતું જશે, અણગમો વ્યક્ત થશે, કોઈ કામમાં મન નહી લાગે, વધુ સમય સુધી જો આ સ્થિતિ રહી તો અલ્સર પણ થઇ જશે. આ સિવાય કમળો, હેપેટાઈટીસ બી, સી, વગેરે ભયાનક રોગો ઉત્પન થઇ શકે છે. એટલા માટે હમેશા લીવરને ઠીક કરવાનો ઉપાય કરતાં રહેવું જોઈએ. લીવર ભોજન પચાવવા સિવાય શક્તિનો સંગ્રહ કરે છે, ઝેરીલા તત્વોને શરીરમાંથી બહાર કાઢે છે, રોગપ્રતિકાર શક્તિ ને મજબુત કરવા સાથે જ અનેક જરૂરી રસાયણો ઉત્પન કરે છે.

ત્વચાનો કલર ઉડી જાય છે અને ઘણી વખત તો સફેદ ડાઘા જોવા મળે છે, તેને લીવર સ્પોટ કહેવામાં આવે છે. ઘણી વખત તો પાણીની ઉણપથી પણ લીવર ખરાબ થાય છે. આજે અમે તમને એવો ઈલાજ બતાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી તમારું લીવર એકદમ પહેલા જેવું જ થઇ જશે.

આની માટે એક મુઠી ફુદીના ના પાંદડા, ૧/૩ કપ લીંબુનો રસ, ૧/૨ કપ મોસંબીનો રસ, ૧ કપ પાણી, મધ (સ્વાદ માટે) લેવું. ત્યારબાદ  પાણીને ઉકાળી તેમાં ફુદીનાના પાંદડા નાખીને ૫ મિનીટ સુધી ઉકાળો. હવે આ મિશ્રણને ૧૦ મિનીટ સુધી ઠંડુ થવા દો. હવે તેમાં લીંબુનો રસ, મોસંબીનો રસ અને મધ નાખીને મિક્ષ કરો અને તમારૂ પીણું તૈયાર છે. આ પીણાના સેવનથી લીવર તંદુરસ્ત થઇ જશે. અને સાથે જ શરીરના બીજા રોગો પણ મટી જશે.

લીવરના રોગથી કાયમી છુટકારો મેળવવા માટે 10-12 દાણા કાળી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવાથી જીવનમાં ક્યારેય લીવરના રોગ થાશે નહિ. તંદુરસ્ત માણસે દર 4 થી 6 મહિને એક અઠવાડિયુ આ રીતે દ્રાક્ષના દાણા ખાવાથી ક્યારેય લીવરના રોગ થશે નહિ.

આ ઉપરાંત, એક કપ ચામાં એક નાનો ગ્લાસ ગાજરનો રસ અને પાલકનો રસ મિક્સ કરો અને તેમાં થોડું મીઠું અને મરી ઉમેરીને પીવો. આ બે જ્યુસનું સેવન દિવસના બંને સમયે સમાન માત્રામાં કરો. અઠવાડિયામાં 3 દિવસ આ જ્યૂસનો ઉપયોગ કરો અને આ જ રીતે 4 દિવસ સુધી ગાજર અને કાકડીનો મિશ્રિત રસ વાપરો. આ પણ દિવસમાં બે વાર લો. સૂર્યાસ્ત પહેલા આ રસનું સેવન કરવાથી લીવરની બળતરામાં ફાયદો થાય છે.

મોટા-પીળા માઈરોબલનને પીસીને પાવડર બનાવો. જૂના ગોળ (દોઢ ગ્રામ) સાથે આ ચુર્ણની દોઢ ગ્રામની ગોળીઓ બનાવો. દિવસમાં બે વખત એક ગોળી લો. પિસ્તાલીસ દિવસ સુધી તેનું સેવન કરવાથી લીવર વધવાના રોગમાં પૂરતો ફાયદો થાય છે. આનાથી મોટી બરોળ પણ મટે છે.

આ સિવાય જો કોઈને લિવરની બળતરા હોય તો પપૈયાના બીજને સૂકવીને બારીક પાવડર બનાવો. એક ચમચી લઈને તેમાં અડધુ લીંબુ ભેળવીને પીવાથી લીવરની બળતરામાં આરામ મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top