ભોંયરીંગણીના પાન, થડ, ડાળી બધાં પર કાંટા હોય છે જેથી તેને કંટકારી પણ કહે છે. આ છોડ માં જાંબુડિયા રંગનાં ફૂલ આવે છે અને ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. આ છોડ ની દરેક વસ્તુ જેવીકે એનાં પાંચે પાંચ અંગ-મૂળ, પાન, છાલ, ફૂલ, ફળ દવામાં વપરાય છે. ભોંયરીંગણી કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે.
ભોંયરીંગણી ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમિ હૃદયરોગ, અરુચિ, પાર્શ્વશુળ વગેરે મટાડે છે. આજે અમે તમને જણાવીશું ભોંયરિંગણીથી આપણાં સ્વાસ્થ્યને થતાં લાભો વિશે. જો શરીરમાથી કફ દૂર કરવા માટે ફક્ત ભોંયરીંગણીના છોડને સુંકવીને સુંકાઈ ગયા બાદ તેના કટકાને મગ સાથે ભેળવી તેમ આદુ, લસણ એ વગેરે નાખી તેને ખાવાથી આ સમસ્યા દૂર થશે.
ભોંયરીંગણીના ફૂલના રસનો લેપ બનાવીને એને કપાળ પર લગાવી રાખવાથી માથાના દુઃખાવામાં તરત રાહત થાય છે. ઉધરસ મટાડવા માટે ભોંયરીંગણીના ઉકાળામાં લીંડીપીપરનું ચૂર્ણ મેળવીને પીવું જોઈએ. જણાવી દઈએ કે ભોંયરીંગણીથી કફ મટી જાય છે, અને લિંડીપીપરથી નવો કફ ઉત્પન્ન થતો નથી.
ભોંયરીંગણીના પાન તોડવાથી એમાંથી જે દૂધ જેવો રસ નીકળે છે, એ રસના એક કે બે ટીપાં આંખમાં નાંખવાથી આંખમાંથી ખરાબ પાણી બહાર નીકળી જાય છે, અને આંખોના રોગ દૂર થાય છે. એ સિવાય ભોંયરીંગણીના મૂળને લીંબુના રસમાં ઘૂંટીને આંખોમાં આંજવાથી આંખોમાં થતા જાળા અને ધૂંધળાપણું મટે છે.
જો ઉધરસ કે પછી લોહી વાળું કફ આવતું હોય તો તેના નિકાલ માટે તમારે આ ઝાડના સૂકાં પાનને અધકચરાં ખાંડી ઉકાળો કરી રોજ સવારે પીવા જોઈએ. ભોંયરીંગણી નો પંચાંગ સાથેનો આખો છોડ સૂકવી, અધકચરો ખાંડી ૧૦ ગ્રામ ભૂકો બે ગલાસ પાણીમાં ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળીને પીવાથી કાયમી શરદી, કફ, ખાંસી તેમજ ધીમો તાવ રહેતો હોય તો તે મટે છે.
માથામાં ટાલ પડતી હોય તો ભોંયરીંગણીનો રસ અને મધ સરખા ભાગે મિશ્ર કરી લગાવવાથી સારો ફાયદો થાય છે. દાંત દુખતા હોય, દાંતમાં કૃમિ થયા હોય, દાંત હાલતા હોય કે સડી ગયા હોય, તેમાંથી પરુ નીકળતું હોય, મોં ગંધાતું હોય, પાયોરિયા થયો હોય તો ભોંયરીંગણીના બી નો પ્રયોગ કરવો. ભોંયરીંગણીનો રસ બે ચમચી જેટલો દિવસમાં ત્રણ વખત મધ નાખી પીવાથી તમામ જાતના મૂત્રરોગ મટે છે.
ભોંયરીંગણીનો રસ દહીં સાથે પીવાથી પથરી મટે છે. ભોંયરીંગણીના રસમાં દહીં મેળવી લેપ કરવાથી માથાની ટાલ અને ઉંદરી મટે છે. ભોંયરીંગણીનો રસ મધ સાથે સરખા ભાગે પીવાથી દમ અને કફના રોગો મટે છે. ભોંયરીંગણીના પાનના ઉકાળામાં મગ પકવી રોજ ખાવાથી દમ મટે છે. સર્પગંધા ચૂર્ણ અને ભોંયરીંગણીના કાંટાનું કંટકારી ચૂર્ણ લેવાથી બ્લ્ડપ્રેશરની સમસ્યામાં ફાયદો થાય છે.
આા મિશ્રણ ની અડધી ચમચીની માત્રામાં એક ચમચી મધમાં મિશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી અને અજીર્ણમાં ખૂબ જ ફાયદો થાય છે. ભોંયરીંગણીનાં મૂળ, ફૂલ, ફળ, પાન, છાલ સાથે આખો છોડ સૂકવી, ખૂબ ખાંડી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાં અડધા ભાગની હીંગ મેળવી ચણાના બે દાણા જેટલું ચૂર્ણ સવાર-સાંજ મધ સાથે લેવું.
ભોંયરીંગણી, દાંતીમૂળ, ઘોડાવજ, સેકટાની છાલ, તુલસીનાં પાન, સૂંઠ, મરી, પીપર અને સિંધાલૂણ એ દરેક ચીજું દસ દસ ગ્રામ લઈ ખાંડી તેમાં તેલનું તેલ ૩૫૦ ગ્રામ લઈ તેને બે લિટર પાણીમાં નાખીને ઉકાળવું. પાણી બળી જાય પછી તેને ઉતારી લેવું. આ રીતે બનાવાયેલું તેલ નાકમાંથી આવતી દુર્ગંધ, પરુ વગેરે મટાડવા ખૂબ જ ઉપયોગી નીવડે છે.
ભોયરીંગણી નાં મૂળ આસોપાલવનાં પાનમાં વાટી તેનો ઉપયોગ વાળા ઉપર કરવાથી તે ફોલ્લા ફૂટી વાળો બહાર નીકળે છે. તેનાં બીજની ધુમાડી આપવાથી દાંતના ચસ્કા મોળા પડે છે. ભોંયરીંગણીનો ઉકાળો પીપર સાથે લેવાથી ખાંસીમાં ઘણી રાહત થાય છે. જે લોકોને કોરી ઉધરસ આવતી હોય તેને ભોંયરીંગણી નું ચૂર્ણ એ મધમાં નાખીને ખાવાથી તેનાથી ઉધરસ મટે છે.
ભોંયરીંગણી, ભારંગ, ભોંયકોળુ, હળદર, વજ, ઉપલેટ, કાળી મૂસળી, હરડે, લીમડાની ગળો, અતિવિષની કળી, લવિંગ અને જાવંત્રી એ બધી ચીજો દરેક પાંચ પાંચ ગ્રામ લેવી પછી તેમાં અરડૂસીનાં પાન ૨૫૦ ગ્રામ જેટલા લેવા, ૫૦ ગ્રામ ઘી લઈ ત્રણ પાણીમાં એનું ધૃત તૈયાર કરી શકાય. આ રીતે બનાવેલું ધૃત જવર, કાસ, શ્વાસ, કમળો, જઠરાગ્નિ મંદ પડવું, પાંડુરોગ તથા અર્શ જેવા વ્યાધિમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ પ્રયોગ કરતી વેળા દૂધનો ઉપયોગ કરવો હિતાવહ છે.
ભોયરીંગણી, કળથી, દેવદાર તથા પીપર દરેક પંદર ગ્રામ લેવી, સૂંઠ, ઉપલેટનાં મૂળ એ દરેક દસ દસ ગ્રામ તથા બેઠી રીંગણી ૨૦ ગ્રામ લઈ તેનો રીતસરનો કવાથ બનાવી શકાય. આ રીતે બનાવાયેલો ઉકાળાના સેવનથી સૂકી ખાંસી, દમ, જીર્ણ તથા છાતીનાં દર્દોમાં અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય તેવાં દર્દોમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.