સ્વસ્થ રહેવા માટે સમયસર જમવું ખૂબ જરૂરી છે. આજકાલની સૌથી મોટી સમસ્યા છે તે ભૂખ ના લાગવી. જેના કારણે મોટાભાગના લોકો પરેશાન છે. ભૂખ ના લાગવી, ખાસ કરીને અસ્થાયી અને પ્રતિવર્તી હોય છે. આ મોટાભાગે ચિંતા, તણાવ જેવા મનોવૈજ્ઞાનિક કારણોની સાથે જોડાયેલા છે.
અનિયમિત દિનચર્યા અને ખરાબ ખાણીપીણીના કારણે છાતીમાં બળતરા, પાચન ક્રિયા, કબજિયાત કે એસિડીટીની સમસ્યા થઇ જાય છે. આ સમસ્યાના કારણે ધીમે-ધીમે ભૂખ ઓછી થઇ જાય છે. ભૂખ ન લાગવાને કારણે તમે પૂરતા પ્રમાણમાં ભોજન કરી શકતા નથી.
જેનાથી શરીરને જરૂરી પોષણ મળતું નથી અને તમને કેટલીક ગંભીર બીમારીઓ થઇ શકે છે. જેથી સ્વસ્થ શરીર માટે યોગ્ય સમયે અને ભરપૂર પ્રમાણમાં ખાવું જરૂરી છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે જણાવીશું કેટલાક એવા ઘરગથ્થું ઉપાય વિશે જેનાથી ભૂખ લાગવા માંડશે અને તમે સ્વસ્થ રહેશો.
જો તમને ભૂખ ના લાગતી હોય તો તમે તેના માટે આદુનું સેવન કરો. તેના માટે જમ્યા પહેલા મીઠાની સાથે આદુનું સેવન કરવું જોઇએ. તેનાથી ભૂખ ઉઘડી જશે. તમને જણાવી દઈએ કે એકલા બેસીને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. એટલા માટે તમારે કોશિશ કરવી જોઇએ કે તમે કોઈની સાથે બેસીને ભોજન કરો. તેનાથી તમને ભૂખ પણ વધારે લાગશે અને તમે પર્યાપ્ત ખાવાનું ખાઈ શકશો.
તમે ટામેટાં પણ ખાઈ શકો છો. પણ એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે આખું પાકેલું ટામેટું ખાવું જોઈએ તે ભૂખ લગાડવામાં મદદરૂપ થશે. ધ્યાન રહે કે તમારે તળેલી વસ્તુ ખાવી નહી. તમે આ શાકભાજીને કાચી પણ ખાઈ શકો છો.
અજમાંનું સેવન ઘણું ફાયદાકારક છે. તેના સેવનથી પેટ એકદમ સાફ રહે છે. તેનાથી તમારી ભૂખ પણ વધે છે, તેથી તેનું સેવન કરવું જોઈએ. તમારે દરરોજ જમ્યાના અડધા કલાક પહેલા તેનુ સેવન કરવું જોઇએ. ઇલાયચી અપચો, પેટ ફુલવું, એસિડીટી અને પાચન તંત્રમાં સુધારો કરીને ભૂખ ન લાગવાની સમસ્યાને દૂર કરે છે. ઇલાયચીની ચા તેમજ તેને કાચી ખાઇને પણ આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
જો ભૂખ નથી લાગતી તો રોજ એક ગ્લાસ સફરજનના જ્યૂસમાં ખાડં મિક્સ કરીને પીવું જોઇએ. થોડાક દિવસોમા તેની અસર જોવા મળી શકે છે. જો તમે ગ્રીન ટી ન પીતા હોય તો આજથી જ પીવાનું શરૂ કરી દો કેમકે તેનાથી તમારી ઘણી સમસ્યાઓ ઓછી થઇ જાય છે અને તમને સમયસર ભૂખ પણ લાગે છે. દૂધની સાથે બનેલી ચા ભારે હોય છે એટલે તેનું સેવન ના કરો.
ખાવાની સાથે મૂળાનું સલાડ ખાવું જોઈએ. તેના પર સંચળ અને મરીનો પાવડર નાખીને ખાવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. ટામેટાના સલાડ પર સંચળ નાખીને ખાવાથી ભૂખ લાગે છે. તે સિવાય સંચળ ચાટવાથી પાચન ક્રિયા સારી થાય છે.
લીંબુને કટ કરીને ભોજન કર્યા પછી તેને ચૂસો. તેનાથી ન ફક્ત કબજિયાતની સમસ્યા દૂર થશે પરંતુ તેનાથી પાચનમાં પણ વધારો થશે સાથે તમને ભૂખ પણ લાગશે. લીલી કોથમીરનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ભૂખ ન લાગવા પર તેનો રસ કાઢીને તેમા થોડૂક મીઠું ઉમેરીને પી શકો છો. જેનાથી તમને ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થઇ જશે.
આબંળીના પલ્પમાં થોડોક કાળામરી પાઉડર, તજ અને લવિંગને મિક્સ કરીને પાણીમાં ઉકાળી લો. ત્યાર પછી તેને નિયમિત પીઓ. આ પાણી તમને ભૂખ વધારવામાં મદદ કરશે. જો તમે લસ્સી કે છાશમાં દરરોજ સફેદ મીઠાનો અને કાળા મીઠાને મિક્સ કરીને સેવન કરશો તો તે ભૂખ વધારશે. તેનાથી પેટ પણ સાફ રહેશે. તેથી દરરોજ તેનું સેવન કરવું જોઈએ.