દરેક લોકોને પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામીન, સોડીયમ, પોટેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવી વસ્તુઓની સખ્ત જરૂરત હોય છે. આ તત્વોની ઉણપ અથવા અધિકતા હોવાના કારણે તબિયત ખરાબ થઇ શકે છે.
શરીરમાં આ વસ્તુઓની ઉણપને દુર કરવા માટે તમે ઘણા પ્રકારની વસ્તુઓ નું સેવન કરો છો, પરંતુ બીટ માં આ બધા તત્વ એકસાથે મળે છે. તો ચાલો આજે અમે તમને આ લેખમાં બીટના ફાયદાઓ વિશે જણાવીએ. આજકાલ દરેક લોકો તણાવમાં રહે છે, જેનાથી તેના શરીર પર નકારાત્મક અસર પડે છે.
આ અસરથી બચવા માટે તમારે દરરોજ બીટનૂ સેવન કરવું જોઈએ, એવું કરવાથી તમને તણાવ અનુભવ નહિ થાય, કારણકે તેમાં હાજર પોષક તત્વ તમારા મગજને બિલકુલ તંદુરસ્ત રાખે છે. તેનાથી માથામાં ઓક્સીજનનો પ્રવાહ વધી જાય છે.
બીટમાં મુખ્ય તત્વ બીટીન હોય છે, દિવસમાં 3 કલાકના અંતરે બીટના રસમાં એક ચતુર્થાંસ ટામેટા, કાકડી, ગાજર અને આમળા વગેરેનો રસ ભેળવીને પીસો તો પેશાબમાં બળતરા મટી જશે, કેટલાક લોકોને ગુપ્ત ભાગમાં ઘણી લાય બળતી હોય છે, ઇન્ફેક્શન હોય છે, તે લોકોને આનાથી ઘણા બધા ફાયદા થશે.
વાળ માટે બીટના પાંદડા ખુબ લાભદાયક હોય છે. બીટના પાંદડાને મહેંદી સાથે ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનો નિયમિત રીતે વાળમાં લગાવો. વાળ ખરવાના બંધ થઇ જશે. તે ઉપરાંત બીટના પાંદડાને હળદર પાવડર સાથે ભેળવીને માથામાં લગાવવાથી પણ વાળ ખરવાની સમસ્યા થી છુટકારો મળે છે.
ચરબીના થર ઘટાડવામાં પણ બીટ ગુણકારી છે. બહુ ઓછા લોકો જાણે છે કે બીટ તથા ગાજરનો સપ્રમાણ જ્યૂસ પીવાથી શરીરની તાકાત વધે છે. કિડની, યકૃત તથા પિત્તાશયના વિકારોમાં બીટ, ગાજર અથવા કાકડીનો રસ ભેળવી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે. સફેદ બીટ યકૃતની તકલીફમાં વઘુ ગુણકારી છે.
બીટ આપણા બ્લડ શુગરના સ્તરને ઘટાડે છે. બીટમાં નાઈટ્રેટસ સારા પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી તે નાઈટ્રીક ઓક્સાઇડસમાં પરિવર્તિત થાય છે. તે બંને તત્વ ધમનીઓને પહોળી કરવામાં અને બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. રોજ 500 ગ્રામ બીટ ખાવાથી લગભગ ૬ કલાકમાં વ્યક્તિનું બ્લડપ્રેશર ઘટી જાય છે. માટે બ્લડપ્રેશરને નિયંત્રણમાં લાવવા બીટનું સેવન કરવું જોઈએ.
બીટમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું છે. જેના કારણે શરીરમાં સ્નાયુઓમાં વધુ સારી રીતે કાર્ય કરે છે. શરીરમાં પોટેશિયમના અભાવને કારણે નબળાઈ, ખંજવાળ અને થાક દૂર થાય છે. જો શરીરમાં કોલેસ્ટેરોલનો સ્તર વધી જાય છે તો બીટનો રસ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. બીટ એનિમિયાથી પીડિત લોકો માટે એક વરદાન તરીકે કામ કરે છે.
બીટના 5 થી 7 પાન અને અડધી ચમચી જેટલી હળદર લસોટીને પાણી નાખ્યા વગર તેનો લેપ માથાની ટાલ ઉપર કરવાથી માથામાં વાળ આવવા લાગશે. બીટ ચહેરા પર પડતી કરચલી દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે, તેમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ ચહેરા પર પડેલી કરચલી હટાવવામાં મદદ કરે છે. આ સમસ્યા દૂર કરવા નિયમિત બીટનો રસ ચહેરા પર લગાવો.
બીટમાં ‘બીટીન’ નામનું તત્વ હોય છે જે કેન્સર અને ટ્યુમર થવાની સંભાવના ને નષ્ટ કરે છે. સાથે જ આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વિકાસ કરવા પણ ફાયદેકારક છે. આમાં ખુબ જ ઓછી કેલરી હોય છે તેથી આ ફેટ ફ્રી હોય છે. આ ડાયાબિટીસના પીડિતો માટે એકદમ સારું શાકભાજી છે.
ગર્ભવતી મહિલાઓ ને બીટના જ્યુસને પીવાની સલાહ આપવામાં આવે છે, જેથી તેમનું હિમોગ્લોબીન બરાબર રહે, કારણકે આયર્નની કમીથી મહિલાઓમાં લોહીની કમી દૂર થઇ જાય છે. બીટ મગજની તત્રીકાઓને સક્રિય રાખવામાં મદદ કરે છે. બીટના જ્યુસમાં નાઇટ્રેટ હોય છે, જે આપણા શરીરની અંદર નાઈટ્રીક ઓક્સાઈડમાં બદલી નાખે છે. આ નાઈટ્રીક ઓક્સાઈડ મગજની નસોનું એક બીજા સાથેના સંવાદને તેજ બનાવે છે. જેનાથી આપણી યાદશક્તિમાં વધારો કરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.