આજે અમે તમને એક એવી ઔષધી વિશે જણાવવાના છીએ કે, જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી દરેક સમસ્યા જેવી કે, વાયુ, કબજિયાત, કફ, ખાંસી, ફેફસાંને લગતી દરેક સમસ્યામાંથી છુટકારો મળે છે. આ વનસ્પતિ આપણા ઘરની આજુબાજુ જોવા મળે છે. ભોયરીંગણી કે ભોરિંગણી તરીકે ઓળખવામાં આવે છે.
સંસ્કૃતમાં તેને શ્વેતા, કંટકારી, શ્રુદ્રા, બૃહતી વગેરે નામથી ઓળખવામાં આવે છે. વેલાની જેઓ જમીન પર પથરાયેલા બને છે. અને તેને અસંખ્ય કાંટા આવે છે. અને નાના ટામેટા જેવા આવે છે જાંબલી રંગના ફળ આવે છે. જેનું સેવન કરવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે તો ચાલો આજે આપણે તેના વિશે જાણીએ.
ભોરીંગણી એ પેટમાં થતા રોગોને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણી વખત ખાધેલું પચતું નથી અને ગેસ થાય છે. તેની માટે ભોરીંગણી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત જે લોકોને અલ્સરની સમસ્યા હોય તે લોકોએ ભોરીંગણી અને પિત્ત પાવડાનો ઉકાળો પીવાથી તરત જ મટી જાય છે. આ ઉપરાંત જે લોકોને સામાન્ય તાવની સમસ્યા હોય તે લોકોએ ક્યારેય દવા લેવી જોઇએ નહિ અને તે માટે ભોરીંગણીના મૂળ, કરિયાતું અને સૂંઠનો ઉકાળો પીવાથી તરત જ મટી જાય છે.
જે લોકોને વર્ષોથી દમ અને અસ્થમાની તકલીફ હોય તે લોકોએ ભોરીંગણી અને આમળાનું ચૂર્ણ પીવાથી જુનો કફ, દમ અને શ્વાસ સંબંધી દરેક સમસ્યાઓમાંથી કાયમ માટે છુટકારો મળી જાય છે. ઘણી વખત બજારૂ ખાણીપીણીને કારણે આપણે આડુંઅવળું ખાઈ લેતા હોઈએ છીએ અને પછી પેટમાં દુખાવો થાય છે. આ ઉપરાંત પેટમાં દુખાવાના બીજા ઘણા બધા કારણ હોય છે.
પરંતુ ગમે તે કારણથી દુખતું હોય તો ભોરીંગણીના ફળ માંથી તેના બીયા કાઢી ને છાશમાં પલાળી લો. ત્યાર બાદ તેને ઉકાળી સુકવી દો. અને સૂકાઈ જાય પછી મીઠાના પાણીમાં આખી રાત પલાળી લો. ત્યાર બાદ તેને ઘીમાં તળી લેવા અને જે લોકોને પેટ નો દુખાવો હોય તે લોકોએ આનું સેવન કરવાથી પેટનો દુખાવામાં તરત જ ફાયદો થાય છે.
આ ઉપરાંત ઘણી વખત દાંતમાં ખોરાક રહી જાય છે, તો દાંતમાં સડો કે દુખાવો થાય છે. આ ઉપરાંત પાયોરિયા પણ થાય છે. ભોરીંગણીનો ધુમાડો કરી મોઢામાં આ ધૂમાડો લેવામાં આવે તો દાંતની દરેક સમસ્યામાંથી રાહત થઇ જાય છે. જે લોકોને થોડી થોડી વારે શ્વાસ ચડી જતો હોય તે લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ભોરીંગણીનો કવાથ પણ બને છે. તેનું સેવન કરવાથી કફ અને શ્વાસને લગતી સમસ્યાથી કાયમ માટે છુટકારો મળે છે.
ભોરીંગણી, સાજડ નું ચૂર્ણ અને જેઠીમધ અને મધ સાથે લેવાથી કબજિયાતના રોગમાં ફાયદો થાય છે. આ ઉપરાંત આંખ બળતી હોય અથવા તો ધૂંધળું દેખાતુ હોય તો આ પાનને તોડવાથી જે દૂધ નીકળે છે.તે આંખમાં આંજવાથી આંખમાંથી પાણી બહાર નીકળી જાય છે. અને આંખમાં બળતરા દૂર થઈ જાય છે.
ઘણી વખત ઘણાં લોકોને હવામાનના પરિવર્તનને કારણે તરત જ શરદી થઈ જાય છે. તે લોકોએ ભોરીંગણી અને ઘી નો ઉકાળો પીવાથી તરત જ રાહત થઈ જાય છે. વાળ ખરવાની સમસ્યા હોય તે લોકો માટે પણ કોઈને ખૂબ જ ફાયદાકારક છે. ભોરીંગણીના પાનના રસમાં થોડું મધ ભેળવીને જ્યાં ટાલ પડી હોય ત્યાં લગાવવાથી તરત જ ફાયદો થાય છે.