આયુર્વેદ અનુસાર કેસરના ઘણા ફાયદા અને સ્વાસ્થ્ય લાભો જોવા મળ્યા છે.કેસર એક છોડ છે.તેના થ્રેડોનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે.તેમાં અનેક ઔષધીય ગુણો પણ છે.કેસરનો ઉપયોગ માત્ર વાનગીઓનો સ્વાદ વધારવા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક રોગોમાં પણ થાય છે.
કેસરમાં વિટામિન A, ફોલિક એસિડ, પોટેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, સેલેનિયમ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા ગુણો છે, જે ત્વચાથી લઈ અને શરીરની અન્ય બીમારીઓ માટે પણ ફાયદાકારક છે.કેસરનું પાણી અનેક શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે.આવો જાણીએ સવારે ખાલી પેટ કેસરનું પાણી પીવાના ફાયદાઓ વિશે.
સવારે ખાલી પેટ કેસરના પાણીના ફાયદા:
સવારે ખાલી પેટ કેસરનું પાણી ખાંસી, શરદી, અસ્થમા, ઊંઘની તકલીફ, કેન્સર, એથેરોસ્ક્લેરોસિસ, ઉલટી, આંતરડામાં ગેસ (પેટનું ફૂલવું), હતાશા, ચિંતા, યાદશક્તિ ઓછી હોવી,અલ્ઝાઈમર, હિમોપ્ટીસીસ, દુખાવા જેવી સમસ્યાઓમાં ફાયદાકારક છે.
કેન્સર:
કેસરમાં રહેલા ગુણ તે કેન્સર જેવી બીમારીમાં મદદરૂપ બને છે.કેસરનું પાણી પીવાથી કેન્સરના દર્દીઓને કીમો થેરપી પછી થતી આડઅસરો ઘટાડવામાં મદદ મળે છે.
શરદી :
કેસરના પાણીના સેવનથી સામાન્ય રીતે શરદીમાં પણ રાહત મળે છે.કેસર તાસીરમાં ગરમ હોવાને કારણે શિયાળામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.કેસરનું પાણી પીને તમે આ બધા ફાયદાનો લાભ લઈ શકો છો.
ત્વચા:
કેસરના પાણીનું સેવન ત્વચા માટે પણ ઘણું ફાયદાકારક સાબિત થાય છે.કેસરમાં રહેલા આ આયુર્વેદિક ગુણોને કારણે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.કેસરમાં રહેલા ઔષધીય ગુણો ત્વચાને સ્વચ્છ અને દાગ રહિત રાખવામાં પણ મદદરૂપ છે.
યાદશક્તિ વધારવા:
અલ્ઝાઈમર જેવા મોટા રોગમાં પણ કેસરનું પાણી ફાયદાકારક છે.કેસરના સેવનથી યાદશક્તિથી લઈને મગજને તેજ કરવું શક્ય છે.
ડિપ્રેશન:
ડિપ્રેશન કે તણાવમાં કેસરનું સેવન ફાયદાકારક છે.કેસરમાં વિટામિન્સ હોય છે, જેના કારણે તે તણાવ અને ડિપ્રેશનને ઘટાડવામાં મદદ કરે છે.સવારે ખાલી પેટ કેસરનું પાણી પીવાથી તમે સારા ફાયદા મેળવી શકો છો.
પેટની સમસ્યા:
સવારે ખાલી પેટ કેસરનું પાણી પીવાથી ગેસ, એસિડિટી, ઉલ્ટી અને ઉબકા જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.અનિદ્રાની સમસ્યામાં કેસરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.સવારે ખાલી પેટે કેસરના પાણીનું સેવન કરવાથી આ બધા જ ફાયદાઓ થઈ શકે છે.
કેસરનું પાણી કેવી રીતે બનાવવું અને કેવી રીતે તેનું સેવન કરવું:
રાત્રે 1 ગ્લાસ પાણીમાં 5 થી 7 કેસરના થ્રેડને પલાળી દો.સૌથી પહેલા તો સવારે ઉઠ્યા બાદ આ પાણીને થોડું ગરમ કરીને પી લો.જો ઇચ્છા હોય તો, સ્વાદ વધારવા માટે મધ પણ ઉમેરી શકાય છે.એક મહિના સુધી તેનું સેવન કર્યા પછી, તમે આશ્ચર્યજનક ફેરફારો જોશો.