શરદી ખાંસી હાલના સમયમાં કોઈપણ વ્યક્તિને ચિંતા માં મુકવા માટે પૂરતું છે. જેના કારણે કફની સમસ્યા પણ જોવા મળે છે. બદલાતા મોસમમાં પણ ઘણીવાર છાતી અને ગળામાં કફ જામી જાય છે. કફ એક એવી સમસ્યા છે જે નાના બાળકથી લઈને મોટા વૃદ્ધ સુધી દરેકને પરેશાન કરે છે. જ્યારે પણ કોઈને શરદી, ખાંસી, વાઈરલ તાવ, ઇન્ફેકશન કે ઠંડી લાગવા જેવી કોઈ પણ સમસ્યા થાય છે તો એના કારણે એમને હંમેશા ગળામાં કફ બનવાની ફરિયાદ હોય છે.
કફના લક્ષણમાં સતત નાક વહેવું, છાતી અને ગળામાં કંઈક જામેલું અનુભવવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં ખરાશ રહેવી, છાતી જામી જવી વગેરેનો સમાવેશ થાય છે. કફ જેવી સમસ્યા દૂર કરવા માટે તમે એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ પણ ગરમ પાણી સાથે પી શકો છો અને તેનાથી તમને ઘણી રાહત મળશે. હા, હું તમને જણાવી દઈએ કે આ ઉપાય ગળાને સાફ કરશે કારણ કે લીંબુ કફ કાપવાનું કામ કરે છે અને વધુમાં મધ ગળાને રાહત આપે છે. કફમાંથી સંપૂર્ણ છૂટકારો મેળવવા માટે, આ મિશ્રણને અઠવાડિયામાં ત્રણ વખત લેવું.
કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.મરીનું ચૂર્ણ સાકર, ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે.થોડી હિંગ શેકી, તેને ગરમ પાણીમાં મેળવી, પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
કફને દૂર કરવા માટે સ્ટીમ લેવું સૌથી સારો વિકલ્પ છે. તેની ગરમીથી ગળાની ખરાશ દૂર થાય છે. તેમજ તે ગળા અને નાકના રસ્તાથી શરીરમાં પ્રવેશ કરે છે. તો તે કફને દૂર કરવામાં મદદ કરે છે. આ સમયમાં આમ પણ એક્સપર્ટ બેથી ત્રણવાર સ્ટીમ લેવાની સલાહ આપે છે.
છાતીમાં જામેલા કફને દૂર કરવા માટે કાળી મરીનું સેવન પણ લાભકારી સાબિત થઇ શકે છે.તેવામાં ગળામાં ખરાશ અને શરદી ખાસીની પરેશાની પણ દૂર થઇ શકે છે. તમે કાળી મરીને એક ચમચી મધમાં વાટીને લો. કાળી મરીથી બનેલો ઉકાળો નું સેવન પણ તમે કરી શકો છો.
ફ થવા પર મીઠુ પાણીમાં નાખીને કોગળા કરવાથી તે અસરદાર સાબિત થઇ શકે છે. હૂંફાળા પાણીમાં મીઠું નાખેલા પાણીથી કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવા દૂર કરી શકાય છે સાથે જ તે કફને દૂર કરવામાં પણ મદદ કરે છે.
આદુ માં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. જે નાકના પેસેજ ને ક્લિયર કરે છે. તેમાં રહેલા તત્વ શરીરને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે. આદુને વાટીને તેમાં લીંબુના રસમાં ભેળવીને તેનું સેવન કરો. આ ઉપરાંત અમે આદુવાળી ચા પણ પી શકો છો.
હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે ફુદીનાના તેલને ને છાતી પર લગાવવાથી કફને પ્રાકૃતિક રૂપથી દૂર કરવામાં મદદ મળશે.ગરમ પાણીમાં ફુદીનાના પાન નાખીને સ્ટીમ પણ લઈ શકો છો. થોડી ખજૂર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે.ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.રાત્રે મીઠાની કાંકરી મોંમાં રાખી મૂકવાથી ઉધરસ ઓછી આવશે.ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છુટો પડી જાય છે અને ઉધરસ મટે છે.
હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા-એક મુઠ્ઠી જેટલા-સવારે તથા રાત્રે સૂતી વખતે ખાવાથી કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે. કેળના પાનને બાળી, ભસ્મ બનાવી, તે ભસ્મ દશ ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણવાર મધ સાથે ચાટવાથી ઉટાંટિયામાં રાહત થાય છે.એના માટે બે કપ પાણી લઈએ એમાં 30 મરી ખાંડીને એને ઉકાળો. હવે જયારે આ પાણી એક ચતુર્થાંસ રહી જાય ત્યારે તેને ગાળીને તેમાં એક ચમચી મધ ઉમેરો. આ પાણીનું સવાર સાંજ સેવન કરો. તે હોમમેડ ઉકાળાથી કફ વાળી ઉધરસ અને કફ બન્નેથી છુટકારો મેળવી શકાય છે.
મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે.હળદર અને સૂંઠ સવારસાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફની ખાંસી મટે છે.નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે.તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ અને છાતીનો દુઃખાવો મટે છે.રાત્રે થોડાક શેકેલો ચણા ખાઈ, ઉપર પાણી વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે.અરડૂસીનાં પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.