ચામડીના સાત પડ હોય છે. ઉપરના પડને અવભાસિનિ કહે છે. આ ઉપરના પહેલા પડમાં કરોળીયાનું સ્થાન છે. કેટલાક ચામડીના રોગો એવા છે કે જે, શારીરીક પીડા આપતા નથી, પણ માનસિક ત્રાસ આપે છે. એમાંનો એક રોગ છે. કરોળીયા. આ વ્યાધિથી શરીરને કંઇ જ નુકશાન થતું નથી પણ ચામડીની સુંદરતાની જેને ચિંતા હોય તેનું મન વ્યથિત રહે છે. ઉંડે ઉંડે મુઝાયા કરે છે. જેની અસર શરીર પર અને પાચન પર થાય છે.
કેટલીક વખત જોવા મળે છે કે લોકોના ચહેરા કે શરીર પર સફેદ દાગ થઇ જાય છે. તે થવાના ઘણા કારણો હોય શકે છે. જેમ મેલેનિન બનાવનારી કોશિકાઓનું નષ્ટ થવું, આનુવંશિકતા, કેલ્શ્યમની ઉણપ, વધારે તનાવ જેવા કારણો હોય છે. એવામાં તે ખૂબ પરેશાન રહે છે અને વધારે દવાઓનું સેવન કરે છે. દવાઓની અસર થતા વાર લાગે છે. પરંતુ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.
સરસોના તેલમાં હળદર મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો અને સફેદ દાગ પર લગાવી લો. જ્યાકે આ મિશ્રણ સૂકાઇ જાય તો તેને ઠંડા પાણીથી ધોઇ લો. પરંતુ સાબુનો ઉપયોગ બને તેમ ઓછો કરો. એલોવેરા જેલથી સફેદ દાગ પર યોગ્ય રીતે મસાજ કરી લો અને તે સૂકાય જાય તે બાદ તેને ધોઇ લો. તમે તે દિવસમાં બે-ત્રણ વખત કરી શકો છો. તે સિવાય એલોવેરા જ્યૂસના સેવન કરવાથી પણ ખૂબ ફાયદો થાય છે.
સૌ પ્રથમ દાડમના પાનને સૂકવી દો અને તેનો પાઉડર બનાવી લો. તેને રોજ એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવાથી સફેદ દાગની સમસ્યા દૂર થાય છે અને કાયમ માટે આ સમસ્યાથી રાહત મળે છે.જ્યાં સફેદ દાગ પડ્યા હોય તો તે ભાગ પર નારિયેળના તેલથી માલિશ કરો. આ તેલથી માલિશ કરવાથી સફેદ દાગની સમસ્યા દૂર થાય છે. દિવસમાં બે-ત્રણ વખત તેનાથી માલિશ કરી શકો છો.
લીમડાના પાનને ખાસ કરીને દરેક બીમારી માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. જેના માટે લીમડાના પાનને પીસીને પેસ્ટ તૈયાર કરી લો અને તેને સફેદ દાગ વાળા ભાગ પર લગાવી લો. જેનાથી થોડાક દિવસમાં ફરક પડી શકે છે. તમે ઇચ્છો તો લીમડાના જ્યૂસનું પણ સેવન કરી શકો છો. તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં ભેળવી ડાઘવાળી સ્કિન ઉપર ચોપડવી અને ૧૫ મિનિટ તડકે બેસવું. ત્યારબાદ સુખોષ્ણ જળથી સ્નાન કરી લેવું.કુંવાડિયાનાં બી અધકચરાં વાટી ૩ દિવસ દહીંમાં પલાળી રાખવાં. ૩ દિવસ પછી આ દહીં શરીરે સારી રીતે ઘસવું – મસળવું. થોડીવાર બાદ સ્નાન કરી લેવું. આ પ્રયોગથી શરીરના કોઈ પણ ભાગમાં થયેલા કરોળિયા થોડા જ દિવસોમાં સંપૂર્ણ રીતે મટી જાય છે.
જો મોઢા ઉપર અને સમગ્ર શરીર પર વધારે પડતો આ વ્યાધિ થઈ ગયેલ હોય તો મન-શીલ, ટંકણખાર અને હળદર સમભાગ લઈ ચૂર્ણ કરી તે ચૂર્ણ જે – તે ભાગ ઉપર લગાવવાથી કરોળિયા સંપૂર્ણપણે મટે છે, પરંતુ આ પ્રયોગ નિષ્ણાતની સલાહમાં રહીને કરવો.
કુંવાડિયાનાં બી અધકચરાં વાટી ૩ દિવસ દહીંમાં પલાળી રાખવાં. ૩ દિવસ પછી આ દહીં શરીરે સારી રીતે ઘસવું – મસળવું. થોડીવાર બાદ સ્નાન કરી લેવું. આ પ્રયોગથી શરીરના કોઈ પણ ભાગમાં થયેલા કરોળિયા થોડા જ દિવસોમાં સંપૂર્ણ રીતે મટી જાય છે.
તેલિયા દેવદારને લીંબુના રસમાં ઘસી કરોળિયા ઉપર લગાવવાથી કરોળિયા બિલકુલ નિર્મૂળ થઈ જાય છે.મોટી હરડેનો ઘસારો સવારે નરણે કોઠે નિયમિત પિવડાવવાથી બાળકને કબજિયાત અને તેનાથી થતા રોગોથી બચાવી શકાય છે.હરિદ્રા અને કાળા તલ બંને ૬-૬ ગ્રામ લઈ તેનું સમભાગ ચૂર્ણ કરી ભેંસના દૂધમાં મેળવી કરોળિયા જે ભાગ ઉપર થયા હોય તે ભાગ ઉપર ઉપરોક્ત મિશ્રણ મિક્સ કરી તેની માલિશ કરવી.
લાલ માટીમાં પુષ્કળ પ્રમાણમાં તાંબુ જોવા મળે છે. જે મેલેનિનના નિર્માણ અને ત્વચાના રંગનુ પુન: નિર્માણ કરવામાં મદદરૂપ છે. તેને આદુના રસ સાથે મિક્સ કરીને પણ પ્રભાવિત સ્થાન પર લગાવવુ લાભકારી રહેશે. સફરજનના સિરકાને પાણી સાથે મિક્સ કરીને પ્રભાવિત ત્વચા પર લગાવો. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી સફરજનનો સિરકો મિક્સ કરીને પીવો પણ લાભકારી રહેશે.