આ સામન્ય ફૂલથી વર્ષો જૂના કોઠ, સાંધાના દુખાવા અને પથરી જીવનભર ગાયબ, ફરી ક્યારેય નહીં થાય આ રોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ચંપાનું ઝાડ બધાનું જાણીતું છે. આને જ ખુરચંપો પણ કહે છે. આ ઝાડનાં મૂળ, પાન અને ફૂલ ઉપયોગી છે. ચંપાના સુંદર, અસ્પષ્ટ, સુગંધિત, સફેદ, પીળા ફૂલોનો ઉપયોગ ઘણી વાર પૂજામાં થાય છે. મંદિર સંકુલ અને આશ્રમના વાતાવરણને શુદ્ધ કરવા માટે ચંપાના ઝાડનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ચંપાના ઝાડનો ઉપયોગ ઘરો, ઉદ્યાનો, પાર્કિંગની જગ્યાઓ અને સુશોભન છોડ તરીકે થાય છે. આની સાથે સાથે ઔષધિમાં પણ ચંપો ફાયદાકારક સાબિત થાય છે. ચાંપના ફાયદાઓ જાણવા માટે તમારે આ લેખ અંત સુધી વાચવો પડશે. આજે અમે તમને જણાવીશું કે ચંપાથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે.

તેનાં ફૂલ આશરે ૫૦ ગ્રામ જેટલાં લઈ તેનો ઉકાળો કરીને ઘી નાખી ખાવાથી શરદી નાશ પામે છે. અને ભૂખ લાગે છે. તાવમાં ચંપાનું પાનનું બીડું બનાવી ખાવું, તેથી ઠંડીનો તાવ જાય છે તેમ જ ચંપાની કળી તાવ આવવાની અસર હોય તેની પહેલાં ત્રણ વખત કલાક કલાક  ને અંતરે એક એક બીડું પાનનું બનાવી ખાવાથી તાવ ની અસર દૂર થાય છે.

મોં આવી જાય છે તો કોપરું નાખીને ચંપાની કળી ખાવાથી આરામ મળે છે. વાયુથી અંગ બહેરું થયું હોય તો ચંપાનો રસનો ઉકાળો કરી પીવાથી વાયુ ઓછો થાય છે.

ચંપાની છાલ, મૂળ, પાન, ફૂલ બધાંનો ખાંડી રસ કાઢવો અને તે રસ જેટલું રાયનું તેલ નાખવું અને એ બન્નેથી ચારગણું કોપરેલ નાખી તેલ બનાવવું. તે સંધિવા ઉપર અને શરીરના કોઈ પણ દુખતા ભાગ ઉપર લગાડવાથી ઘણો ફાયદો થાય છે. ચંપાનો રસ શરીર પર સીધો લગાડવો નહિ, તેનાથી ચામડી પર તરત જીણી ફોડલી થાય છે.

સાંધાના દુખાવા ઉપર આગળ બતાવેલું ચંપાનું તેલ લગાડવાથી ફાયદો થાય છે. શરીરના કોઈ પણ ભાગઉપર ગાંઠ થઈ હોય તો તેના ઉપર ચંપાનો લેપ લગાડવાથી ગાંઠ ફૂટી પરું નીકળી જાય છે. ભ્રમિત માણસ એટલે મગજના અસ્થિરને ચંપાના પાનને ઘી લગાડી માથે બાંધવાતી થોડાક દિવસમાં ફાયદો જણાય છે. માથું દુખે તેના પર પણ એ જ પ્રમાણે પાન બાંધવાથી માથાનો દુખાવો બંધ થાય છે.

કોઢ ઉપર ચંપાના પાનને વાટીને લગાવવાથી કોઢ સારો થાય છે. ચંપાની શિંગ ધસીને સાપ કરડ્યો હોય ત્યાં લગાવવાથી સાપનું ઝેર ઊતરે છે. જો સૂકી ઉધરસ આવે છે, તો ચંપાના ઔષધીય ગુણથી લાભ મેળવી શકો છો. ચંપાની છાલનો પાવડર 1-2 ગ્રામ બનાવો. તેને સાથે મધ મેળવીને પીવાથી સુકી ઉધરસ મટે છે.

પેટમાં દુખે તો ચંપાનો રસ પીવાથી આરામ થાય છે. તેનાં મૂળ તથા છાલ જુલાબ માટે વપરાય છે. ચંપાની ૨૦ ગ્રામ છાલ અડધા લિટર પાણીમાં ઉકાળી ઉકાળો તૈયાર કરી તેમાં ઘી નાખી પીવાથી પેટમાંથી કચરો નીકળી પેટ સાફ થાય છે.

ઘા સારો કરવા માટે પણ ચંપાને લાભદાયી ગણવામાં આવે છે. ચંપાની મૂળ અને છાલને પીસી લો અને ઘા અને સોજોના અંગ પર લગાવવાથી સોજો જલ્દીથી ઉતરી જાય છે અને ઘા ઝડપથી મટે છે.

ચંપામાં પરાગ નથી, તેથી મધમાખી તેના ફૂલ પર ક્યારેય બેસતી નથી. ચંપા કામ દેવતાનાં 5 ફૂલોમાંના એક ગણાય છે. દેવી અંબિકાના ચરણોમાં, ચંપાના ફૂલ અને અશોક, પુન્નાગ જેવા અન્ય ફૂલોથી પણ શણગારવામાં આવ્યા છે. સ્થાપત્યની દ્રષ્ટિએ ચંપાના વૃક્ષને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે.

ચંપાના ઔષધીય ગુણ પથરી માટે ફાયદાકારક સાબિત થાય છે. બકરીના દૂધ સાથે 500 મિલિગ્રામ ચંપાના મૂળ અને ફૂલને મિક્સ કરો અને આ મિશ્રણ પીવાથી પથરી દૂર થાય છે. ચંપાના ઝાડના છાલ, મૂળ, પાંદડા અને ફૂલને મિક્સ કરો, તેમાંથી રસ કાઢો, સરસવનું તેલ અને તેના ચાર પાંદડા સારી રીતે ઉમેરો અને તેલ તૈયાર કરો, આ તેલ સાંધાનો દુખાવો, શરીરનો દુખાવો અને પીઠના દુખાવા માટે ખૂબ જ અસરકારક છે.

ચંપાના બીજમાંથી તેલ નીકળે છે. તે તેલથી પેટ પર માલિશ કરવાથી પેટનું ફૂલવું અથવા ગેસની સમસ્યામાં રાહત મળે છે. તાજા ચંપાના પાનને પીસીને 5-10 મિલી રસ કાઢો તેમાં મધ મિક્ષ કરીને પીવાથી પેટના કીડા દૂર થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top