ચાણક્ય નીતિ અનુસાર, સંપત્તિની દેવી લક્ષ્મીજીની કૃપા જીવનને સુંદર અને સરળ બનાવે છે. જ્યારે લક્ષ્મીજી ની કૃપા હોય ત્યારે વ્યક્તિના સુખમાં વધારો થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. પરંતુ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે લક્ષ્મીજી એક દેવી છે જે નિયમો અને અનુશાસનમાં વિશ્વાસ રાખે છે, તેથી, જે વ્યક્તિ નિયમોનું પાલન કરે છે અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવે છે, લક્ષ્મીજી તેને ચોક્કસપણે આશીર્વાદ આપે છે.
પૈસાનો ઉપયોગ ક્યારેય બીજાને નુકસાન પહોંચાડવા માટે ન કરો:
ચાણક્ય નીતિ અનુસાર પૈસાનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે ન કરવો જોઈએ. આવુ કરનાર પર લક્ષ્મીજી જલ્દી ગુસ્સે થઈ જાય છે. પૈસા આવે ત્યારે પૈસાનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. જે લોકો ઘમંડ અને ક્રોધના કારણે પૈસાનો ઉપયોગ કરીને બીજાને નુકસાન પહોંચાડે છે તેમને લક્ષ્મી સજા આપે છે. તેમનાથી કાયમ માટે દૂર થઈ જાય છે. લક્ષ્મીજીને જૂઠું બોલનારા લોકો પસંદ નથી.
સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરો:
ચાણક્ય નીતિ કહે છે કે જે લોકો સ્વચ્છતાના નિયમોનું પાલન નથી કરતા તેમને લક્ષ્મીજી તેમના આશીર્વાદ આપતા નથી. લક્ષ્મીજીને સ્વચ્છતા વધુ પ્રિય છે.એ ટલા માટે તેમને એવી જગ્યાએ રહેવું પસંદ નથી કે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવે. લક્ષ્મીજી આવી જગ્યા છોડીને ચાલ્યા જાય છે.
ધન અને પદનો ક્યારેય પણ અહંકાર ન કરો:
ચાણક્ય નીતિ કહે છે કે લક્ષ્મીજી અહંકારી અને ગુસ્સાવાળા લોકોને પસંદ નથી કરતા. ચાણક્યએ તેમને અવગુણ ગણાવ્યા છે. જે વ્યક્તિની સફળતામાં અવરોધરૂપ બને છે. વ્યક્તિએ આવા અવગુણોથી દૂર રહેવું જોઈએ. અહંકાર વ્યક્તિની તમામ પ્રતિભા, ક્ષમતા, અને પ્રતિષ્ઠાનો નાશ કરે છે. લક્ષ્મીજી પણ આવા લોકોને છોડીને જતી રહે છે.