પહેલા ના સમય માં લોકો ગામ ની વાડીએ ઢોર ચરાવવા અથવા તો ખેતી નું કામ કરવા જાય ત્યારે વચ્ચે રસ્તા માં બોરડી ના ફળ નું સેવન કરતા જોયા હશે. આ કારણે બોર ખાનારા લોકોનું શરીર પણ બોર જેવું જ લાલચટક થઈ જતું. આયુર્વેદ માં પાકા ચણીબોર ભૂખ વધારનારા,પૈષ્ટિક,પથ્ય,રક્તવર્ધક વૃષ્ય અને શરીર માં સ્થિરતા લાવનારા કહેવાય છે. પાકેલા ચણીબોર મોટે ભાગે ત્રિદોષશામક હોય છે.
નાની બોરડી પર જે બોર થાય છે તેને ચણી બોર કહે છે.અને મોટી બોરડી પર મોટા બોર થાય છે. વગડા માં થયેલા એક એક વીણેલા ચણી બોર કરતા અત્યારે મોટા બોર નું પ્રમાણ માર્કેટ માં વધ્યું છે. મોટા બોરમાં ગર્ભ વધારે હોવાથી ખાવામાં ભારે અને પૌષ્ટિક ગણાય છે. બોર ને વાયુનાશક પણ કહે છે. અને આના સેવન થી શરીર માં કફ પણ થતો નથી. શરીરમાં થતી બળતરાને કે ટ્યુબરક્યુલોસિસ, શૂળ, થાક અને સોજાને મટાડવામાં મદદરૂપ થાય છે.
મધ્યમ આકાર ના બોર ગુણમાં સારા છે. આ બોર નો ઉપયોગ સુકવણી કરી ને દવા માં કરવામાં આવે છે. નાના અને મોટા બોર ને સિંધવ નાખી ને પ્રિઝર્વ કરવામાં આવે છે. ઉનાળામાં આની ડિમાન્ડ વધે છે. અને તેનું શરબત બનાવવામાં આવે છે. સુકા બોર ના શરબત થી સુકી ઉધરસ,હૃદયરોગ ,તરસ,થાક,બળતરા અને રક્તવિકાર માં રાહત મળે છે.
રાત્રે ઊંઘ ન આવવી :
બોરમાં પુષ્કળ પ્રમાણ માં ફાયબર હોય છે. જે કબજિયાત માં રાહત આપે છે. સાથે સાથે જે લોકો ને રાત્રે નીંદ આવવામાં તકલીફ પડે છે અથવા તો ઓછી આવે છે તેમના માટે બોર આશીર્વાદ રૂપ છે. બોર નું નિયમિત સેવન કરવાથી તણાવ દુર થાય છે. બોર ખાવાથી સીધી જ અસર રીકેલ્સ હોર્મોન પર થાય છે જેનાથી મનની ચિંતાઓ ઓછી થાય છે અને સારી ઊંઘ આવે છે.
પાચનતંત્ર મજબુત બને :
બોરમાં ભરપુર પ્રમાણ માં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબુત રાખવા માટે મદદ કરે છે. જો તમારું પાચનતંત્ર નબળું છે તો બોર એક વરદાન સમાન છે તેમાં મિનરલ્સ હોય છે તેના કારણે પાચનતંત્ર મજબુત બને છે.
મોઢામાં ચાંદા :
જો મોઢામાં ચાંદા પડયા હોય અથવા તો મોઢું આવી ગયું હોય તો બોર ના પાન ને પીસી ને તેનો કાવો બનાવવો. અને દિવસ માં ૨-3 વખત કોગળા કરવા. સતત બે દિવસ સુધી કરવાથી ચાંદા દુર થઇ જશે.
બોર ના ઠળિયા નો ઉપયોગ :
આપણે સામાન્ય રીતે બોર ખાઈને ઠળિયા ને ફેકી દઈએ છીએ.પરંતુ એના ગુણ તો બોર કરતાં પણ વધુ સારા છે. ઠળિયાનું અંદરનું મીંજ તૂરું, મધુર, પિત્તશામક, બલ્ય, શુક્રલ અને વૃષ્ય છે. આના કેટલાક ઉપયોગો નીચે પ્રમાણે છે..
બોરના ઠળિયાને વાટી ને આંખોમાં આંજવાથી આંખોનું તેજ વધે છે અને આંખોના બીજા રોગોમાં ફાયદો થાય છે. મીંજનું ચૂર્ણ મધમાં ચટાડવાથી હેડકીમાં રાહત મળે છે. પ્રદરની તકલીફમાં આખાં સૂકાં બોરનો પાઉડર કરી મધ અને ગોળમાં મેળવી સવાર-બપોર-સાંજ ત્રણ વાર પાણી સાથે ચાટવાથી રાહત થાય છે. ઠળિયાનું મીંજ પીસીને મધમાં ચટાડવાથી ઊલટી બંધ થાય છે.
બોરમાં વધારે પ્રમાણ માં કેલરી હોય છે અને તેની સાથે ઉર્જા પણ વધુ હોય છે અને ભરપુર માત્રા માં પોષક તત્વો અને વિટામીન હોય છે. તેથી તે હદય રોગ માટે ખુબ જ ફાયદાકારક છે. બોર નું સેવન કરવાથી શરીરમાં રહેલી વધારા ની ચરબી ઝડપથી નીકળી જાય છે. જેને વારંવાર ઉલટી ની સમસ્યા હોય તેને બોર ના પાન ચાવીને ખાવાથી ઉલટી ની સમસ્યામાં ઘણી રાહત થાય છે. જેઓ ને બહુ લાંબા સમયથી ને પગ માં બળતરા થતી હોય તેઓ બોર ના પાન ખાંડ સાથે અને એલચી નો રસ બનાવી તેઓએ પગ માં ઘસવાથી બહુ રાહત થાય છે.
ક્યા બોર ના ખાવા ?
બોર જે કાચાં છે અથવા બરાબર પાક્યાં નથી કે ખાટાં હોય તે ન ખાવાં. આ કાચાં-ખાટાં બોર ખાવામાં અપથ્ય છે, કારણ કે એ શરીરમાં કફ અને પિત્ત વધારે છે. એ તાવ-શરદી સળેખમ, શીળસ, માથાનો દુખાવો,સોજો વગેરે રોગ પેદા કરે છે.
ક્યારે ક્યારે બોર ના ખાવા ?
દૂધ સાથે અથવા દૂધ પીધ્યા પછી બે ત્રણ કલાક સુધી ના ખાવા. દૂધ અને બોર વિરુધ્ધ આહર છે. તેના કારણે ચામડી ના રોગ,શરદી ,હાથે પગે સોજા જેવા રોગ થવાની સંભાવના રહેલી છે.