ચારોળી સફેદ અને લાલ રંગમાં જોવા મળે છે. ઉત્તર -ભારતીય પ્રદેશમાં તેના વૃક્ષ વધુ જોવા મળે છે. પાંદડા મોટા તથા મુલાયમ જોવા મળે છે. ફળનો રંગ ભૂરા રંગનો જોવા મળે છે. તેની અંદરથી નીકળતા નાના ગોળાકાર ફળને ચારોળી તરીકે ઓળખવામાં આવે છે.
નાની દેખાતી ચારોળી માં પ્રોટીન, ફાઈબર, વિટામિન એ-૧, કેલ્શિયમ, આયર્ન, અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ પણ સમાયેલાં છે. પ્રોટીનની ઊણપને દૂર કરીને, શરીરને શક્તિવર્ધક બનાવે છે. તેને શેકીને પણ ખાવાના ઉપયોગમાં લઈશકાય છે.
ચારોળી પચવામાં ભારે તથા ગરમ પ્રકૃતિ ધરાવે છે. ચારોળીના દોષ દૂર કરવા માટે મધનો ઉપયોગ કરવામાં આવે છે. બદામ-પિસ્તાની સાથે તેની સરખામણી કરવામાં આવતી હોય છે.
ચારોળી એક ડ્રાયફ્રૂટ છે. ચારોળીમાં હાઈપ્રોટીન હોવાની સાથે જ લો કેલરી હોય છે. તેનાથી સાથે જ તેમાં ડાયટરી ફાયબર પણ હોય છે. તેનાથી બોડી ક્લિન થાય છે. જો ચારોળીના 8-10 દાણા ખાઓ છો તો તેનાથી ઘણાં બધાં ફાયદાઓ થાય છે.
ઘણાં લોકોને સાંધાઓમાં પ્રોબ્લેમ રહે છે. તેમના માટે ચારોળી બેસ્ટ ઉપાય છે. તેના માટે ચારોળીને ગરમ દૂધમાં મિક્ષ કરીને ખાઓ. દૂધને ઉકાળીને તેમાં ચપટી હળદર અને ચારોળી મિક્ષ કરીને ખાઓ. તેનાથી સાંધાનો દુખાવો દૂર થાય છે.
નબળાઈ લાગતી હોય ત્યારે ૫-૧૦ ગ્રામ ચારોળી ને વાટીને દૂધમાં ઉકાળી લેવું. કમજોરી દૂર થાય છે. વારંવાર થાક લાગતો હોય ત્યારે ચારોળી નો ઉપયોગ દૂધમાં નાખીને દિવસમાં ૨-૩ વખત કરવો. શરદી-તાવમાં તેનો ઉપયોગ ફાયદાકારક ગણાય છે.
સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે ખુબ ચાવીને ખાવાથી અશક્તિ દૂર થાય છે. અને વજન વધે છે. ચારોળી પિત્ત, કફ તથા લોહીના બગાડ જેવા રોગો ને પણ દૂર કરે છે.
ચારોળીનો ઉપયોગ ખાવાની સાથે લગાવવા માટે પણ કરવામાં આવે છે. તેનાથી વાળનો ગ્રોથ વધે છે. તેની પેસ્ટ અને ઓઈલનો ઉપયોગ પણ કરવામાં આવે છે. વાળના ગ્રોથ વધારવા માટે નારિયેળ તેલમાં 10-20 દાણા ચારોળી નાખીને રાખી દો. પછી 3 દિવસ આ ઓઈલને તડકામાં રાખો અને 1 દિવસ છાયડામાં રાખો પછી રાતે આ તેલ વાળ માં લગાવો. ચારોળીમાં રહેલાં B1 B3ને કારણે વાળનો ગ્રોથ વધે છે.અને ચારોળીના તેલને વાળમાં લગાવવાથી વાળ કાળા બને છે.
ચારોળી ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે રાતે કાચા દૂધમાં 10 દાણા ચારોળી લો પછી તેમાં અડધી ચમચી મુલતાની માટી મિક્ષ કરી દો. સવારે તેને મિક્સરમાં પીસી લો. આ સ્કિન ટેનિંગ ખતમ કરવાની સાથે જ રંગ પણ ગોરો કરશે.
ચારોળીમાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. જો રોજ ચારોળીના થોડાં દાણા ખાઓ તો પેટમાં અલ્સર અને એસિડિટીની પ્રોબ્લેમ ઠીક થાય છે. ચારોળી ખાવાથી સાયનસની પ્રોબ્લેમ ઠીક થાય છે.
ચરોળીના વૃક્ષની છાલને વાટીને દૂધમાં ભેળવીને મધ સાથે ભેળવીને પીવાથી દસ્તમાં લોહી પડતું બંધ થાય છે. ઉધરસ થતી હોય તો ચારોળીનો કાઢો બનાવીને પીવાથી ઉધરસ માં ફાયદો થાય છે.
૨ ચમચી દૂધમાં અડધી ચમચી ચારોળી-પાઉડરને ભેળવીને તેનો લેપ તૈયાર કરી લેવો. આ લેપનો ઉપયોગ ચહેરા ઉપર કરવાથી ચહેરો નીખરી ઊઠે છે. ખીલની તકલીફમાં ચારોળીનો ઉપયોગ કરવો. ચારોળીનો ઉપયોગ ત્વચાની સુંદરતા વધારવા માટે કારગત ઉપાય ગણાય છે.
ચારોળીને ગુલાબજળ સાથે વાટીને લેપ તૈયાર કરવો. એક અઠવાડિયા સુધી દરરોજ પ્રયોગ કરવાથી ત્વચા ચમકીલી બને છે. ચહેરા ઉપર કાળા ડાઘની તકલીફ હોય ત્યારે અચૂક ઉપયોગ કરવો તેનાથી ફાયદો જોવા મળે છે.
તાજા ગુલાબની પાંદડી, થોડા ચારોળીના દાણા, દૂધની મલાઈ બધું એકઠું કરીને વાટી લેવું. મિશ્રણને હોઠો ઉપર લગાવવાથી હોઠનો રંગ ગુલાબની પાંખડી જેવો લાલ બની જાય છે. ચારોળીનો ઉપયોગ શક્તિવર્ધક ગણાય છે. થાક ઓછો લાગે છે. મગજને પૂરતી ઊર્જા મળે છે.
ચારોળીના વૃક્ષ વિશાળ હોય છે, પણ તેનું લાકડું નાજુક હોય છે. તેના પાન લાંબા અને મોટાં હોય છે. વૃક્ષની છાયામાં ગરમીમાં બેસવાથી ઠંડક મળે છે. ચારોળીનો ઉપયોગ યાદશક્તિ વધારવામાં પણ થાય છે.