ફળ આપણા શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે. તેથી ફળોનો દૈનિક આહારમાં સમાવેશ જરૂર કરવો જોઈએ. ફળ આપણને અનેક બીમારીઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. ફળોનુ સેવન જરૂર કરવુ જોઈએ. ફળોમાંથી જ એક ફળ ચીકુ પણ છે.
જેનુ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. ગોળ ગોળ ચીકુ જ્યા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો બીજી બાજુ અનેક રોગોથી મુક્તિ અપાવવામાં પણ મદદ કરે છે. ચીકુમાં એવા વિટામીંસ, એંટીઓક્સીડેટ્સ, કેલ્શિયમ ફોસ્ફોરસ પુષ્કળ માત્રામાં જોવા મળે છે જે આપણને અનેક રોગોમાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
ચીકુ ખાવાથી તણાવ જેવી બીમારીથી છુટકારો મેળવી શકાય છે અને તણાવ ઓછો થવાથી મગજ શાંત રહે છે.ચીકુ આપણી ત્વચા માટે ફાયદાકારી હોય છે. અને તેનુ સેવન કરવાથી ત્વચામાં પણ ચમક કાયમ રહે છે. તેમજ કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે.ચીકુ વજન ઓછુ કરવામાં મદદ કરે છે અને શરીરમાં સ્ફુર્તિ કાયમ રાખવામાં મદદ કરે છે.
ચીકુ ખાવાથી કબજિયાત જેવી બીમારીથી છુટકારો મેળવી શકાય છે અને પાચન શક્તિ ઠીક રહે છે.ચીકુ આપણા શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે માટે લાભકારી છે. તેનુ સેવન કરવાથી આંખોના રોગથી છુટકારો મળે છે.
ચીકુ ખાવાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે.ચીકુના બીજોમાંથી તૈયાર તેલ વાળની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.આંતરડાની શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.ચીકુનુ સેવન ભોજન પછી કરવામાં આવે તો ચોક્કસ લાભ થાય છે.
ચીકુ એક એવું ફળ છે જે દરેક ઋતુમાં બઝાર માં મળી રહે છે. ઘણા લોકો ચીકુ નું નામ સાંભળી મોઢું સંકોડી લે છે તો ઘણા એવા પણ લોકો છે જે ચીકુ નું સેવન ઘણું કરી લે છે. ચીકુ કોઈ જેવું તેવું ફળ નથી તેમાં ઘણા પ્રકારના ગુણ જોવા મળે છે. ચીકુના ફળમાં ૭૧ ટકા પાણી,1.5 ટકા પ્રોટીન, 1.5 ટકા ચરબી અને ૨૫ ½ ટકા કાર્બોહાઈડ્રેટ હોઈ છે. તેના સિવાય તેમાં વિટામીન એ અને વિટામીન સી સારી માત્રામાં હોઈ છે. ચીકુ માં ૧૪ ટકા સાકર, ફોસ્ફરસ અને લોહ ની માત્રા પણ ભરપુર જોવા મળે છે. આ ફળમાં રહેલા આ બધા જ ગુણ સ્વાસ્થ્ય અને સોંદર્ય બંને માટે ફાયદાકારક સાબિત થાય છે.
ચીકુમાં વિટામીન એ ભરપુર માત્રા માં હોઈ છે, જેનું સેવન ફક્ત આંખો ની સમસ્યાથી જ નહિ પરંતુ રોશની વધારવામાં પણ થાય છે. જો ઘડપણમાં આંખોની સમસ્યાથી બચી રેહવા માંગો છો તો આજથી જ તમારી રોજની પ્રક્રિયા માં ચીકુ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ. ચીકુમાં ટેનિન પણ રહેલું હોઈ છે જેના લીધે તે એક સારું બળતરા વિરોધી ફળ માનવામાં આવે છે. ચીકુમાં ગ્લુકોસ હોઈ છે જે શરીરને એનર્જી આપે છે. રોજ તેનું સેવન કરવાથી પૂરો દિવસ એનર્જી બની રહે છે. તેને ખાવાથી શરીરની થકાવટ દુર થઈ જાય છે. અને શરીરને વધારાની શક્તિ મળે છે.
કેન્સર જેવી બીમારી સામાન્ય થઈ જાય છે. તેના બચાવ માટે ચીકુનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. ચીકુમાં વિટામીન એ અને બી ની સાથે સાથે એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર અને બીજા ઘણા પોષક તત્વો રહેલા હોઈ છે. જે ફેફડા અને મોઢાના કેન્સર થી બચાવી રાખે છે.
ચીકુની અંદર રહેલ કાર્બોહાઈડ્રેટ અને જરૂરી પોશાક્તાત્વો વધુ પ્રમાણ માં હોવાના કારણે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ ને ખુબજ ફાયદા કારક છે. તમજ ગર્ભાવસ્થા દરમિયાન ચક્કર આવા જેવી સમ્સીયાઓ સામે લાડવામાં મદદ કરે છે. ચીકુ એ આપણા મગજ ને શાંત રાખવામાં પણ ખુબ મદદ કરે છે. તે મગજ ની નસો ને શાંત અને તણાવ ઓછુ કરવામાં મદદ કરે છે અને જે અનિદ્ર, ચિન્તા થી પરેશાન વ્યક્તિઓ માટે ખુબજ ફાયદાકારક છે. તેની અંદર રહેલું કેલ્શિયમ , આયર્ન અને ફોસ્ફરસ વધુ પ્રમાણ ને લીધે હાડકા ને મજબુત કરવામાં મદદ કરે છે.
શક્તિથી ભરપુર રાખે છે તેમાં પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ જોવા મળે છે જે શરીરને ઊર્જા આપવામાં મદદ કરે છે. તેથી ઉનાળામાં ચીકુ ખાવાની સલાહ આપવામાં આવે છે. તે શરીરને ત્વરિત ઊર્જા આપે છે.
ચિકુમાં ટેનીન પણ જોવા મળે છે જે આપણને વિવિધ પ્રકારના રોગો સામે લડવામાં મદદ કરે છે. તેનું સેવન તમને કબજિયાત, ઝાડા અને એનિમિયા જેવા રોગોથી મુક્તિ આપે છે. તેમજ તે હાર્ટ અને કિડનીને લગતા રોગોમાં ફાયદાકારક છે.
ચીકુ આપણા શરીરને બેક્ટેરિયા અને ચેપથી બચાવવામાં મદદ કરે છે. તેના પોલિફેનોલ્સ એન્ટી ઓક્સિડેન્ટને લીધે, તેમાં ઘણી એન્ટિ-વાયરલ, એન્ટિ-પ્રેસ્ટિજ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે.
ઝાડા થવા પર ચીકુ ખૂબ ફાયદાકારક છે. આ માટે, તમારે પહેલા ચિકુને પાણીમાં ઉમેરીને એક ઉકાળો બનાવવો જોઈએ. આ ઉકાળો પીવાથી ઝાડામાં રાહત મળે છે.
પથરી માં પણ ચીકુ ખૂબ ફાયદાકારક છે. જો તમને કિડનીમાં પથરી છે, તો પછી ચિકુના દાણા પીસીને તેને ખાવાથી પેશાબની વાટે પથરી બહાર નીકળી જશે. તે કિડનીના રોગોથી પણ રક્ષણ આપે છે.
ત્વચાને સ્વસ્થ બનાવવામાં વિટામિન ઇની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ચીકુમાં વિટામિન ઇ ભરપુર માત્રામાં છે. તે તમારા ચહેરા પર ભેજ જાળવવાનું કામ કરે છે. ત્વચાને સુંદર અને સ્વસ્થ રાખવા માટે દરરોજ એક ચીકુનું સેવન કરવું જોઈએ.