આજના સમયમાં, લોકોનો મોટાભાગનો સમય કમ્પ્યુટર પર કામ કરવા અથવા ફોન ચલાવવામાં પસાર થાય છે. જેની અસર આંખો પર પડે છે. કમ્પ્યુટર અને ફોન માંથી પ્રકાશ નીકળવાના કારણે આંખોની રોશની ઓછી થવા લાગે છે. તેથી જ તમે મોટાભાગના લોકોને તમારી આસપાસ ચશ્મા પહેરેલા જોશો.
જ્યારે આપણે ચશ્મા પહેરીએ છીએ, ત્યારે તેનું સ્ટેન્ડ આપણા નાક પર ટકી રહે છે, સતત ઘણા કલાકો સુધી દરરોજ ચશ્મા પહેરવાને કારણે, આપણા નાકપર કાળા નિશાનો આવે છે, જે જોવાથી ખૂબ ખરાબ લાગે છે. આ કાળા નિશાન દૂર કરવા માટે તમારે બ્યુટી પાર્લરમાં જઈને વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે ઘરે મળી રહેલી કેટલીક ચીજોનો ઉપયોગ કરીને આનાથી સરળતાથી મુક્તિ મેળવી શકો છો.
મોટાભાગના લોકોના ઘરોમાં એલોવેરા હોય છે. એલોવેરા આપણી ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક છે. તે તમારી ત્વચાને ભેજ પૂરો પાડે છે. એલોવેરા જેલ પણ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તમે એલોવેરાના પાનને વચ્ચેથી કાપી શકો છો અને ઘરે એક સારી પેસ્ટ બનાવી શકો છો.
આ પેસ્ટને નાક ઉપર થઈ ગયેલા નિશાન પર લગાવીને હળવા હાથે માલિશ કરો. થોડા દિવસોમાં તેનો ઉપયોગ તમારા નાકના કાળા ડાઘોને દૂર કરશે. આ સિવાય તમે તેને આખા ચહેરા પર પણ લગાવી શકો છો. મધ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે જે ત્વચાના ઘાટા ડાઘોને દૂર કરવામાં મદદગાર છે. તમે મધનો ઉપયોગ કરીને તમારા નાક પરની કાળી ફોલ્લીઓથી પણ છૂટકારો મેળવી શકો છો.
બટાટા એક શાકભાજી છે જે દરેક ઘરમાં જોવા મળશે. બટાટાના રસનો ઉપયોગ કરીને તમે ચશ્મા થી પણ સરળતાથી છૂટકારો મેળવી શકો છો. કાચા બટાકાને પીસ્યા પછી, તેનો રસ કાઢીને. આ રસને થોડા સમય માટે નાયક પર લગાવો. નાક પર રહેલા કાળા ડાઘ થોડા દિવસોમાં અદૃશ્ય થઈ જશે.
ચહેરાના ફોલ્લીઓ દૂર કરવામાં ટામેટાં ખૂબ અસરકારક છે. તેમાં એક્સ્ફોલિયેશન ના ગુણ છે. જે તમારા ચહેરાની રૂખી સુખી ત્વચાને દૂર કરે છે. તમારા ચહેરા અને નાકના કાળા ડાઘ દૂર કરવા માટે ટમેટાની પેસ્ટ લગાવો. આના ઉપયોગથી, નાક પર રહેલા કાળા ડાઘ થોડા દિવસોમાં અદૃશ્ય થઈ જશે.
નાક પર ના કાળા ડાઘ દૂર કરવા માટે નારંગીની તાજી છાલ પણ વાપરી શકો છો. નારંગીની છાલને પીસી લો અને તેમાં દૂધ મિક્સ કરો અને તેને પેસ્ટની જેમ તૈયાર કરો અને ચિન્હિત જગ્યાએ લગાવીને હળવા હાથે માલિશ કરો. તેનાથી નાક પર ના કાળા નિશાન થોડા દિવસોમાં અદૃશ્ય થઈ જશે.
નાક પર ના કાળા ડાઘ દૂર કરવા માટે ફક્ત અડધા લીંબુની સાથે થોડુંક પીસેલું સંચળ લેવું પહેલા સંચળનો પાવડર બનાવવો. પાવડર બનાવ્યા પછી તે પાવડરમાં અડધો લીંબુનો રસ નાખો, તેને બરાબર મિક્ષ કરીને પેસ્ટ બનાવો અને હવે આ પેસ્ટ અસરગ્રસ્ત ભાગ લગાવો.
પેસ્ટ લગાવ્યા પછી, 20 મિનિટ માટે પેસ્ટ સુકાવા દો અને પેસ્ટ સુકાઈ જાય એટલે તેને હળવા હાથે ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ત્વચા સ્પષ્ટ થઈ જશે. આંબળામાં રહેલું વિટામિન C ડાઘથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. આંબળા પાઉડર અથવા પેસ્ટ ને પાણી મેળવીને ડાઘવાળી જગ્યા પર લગાવો. ઇચ્છો તો પાણીને બદલે ઓલિવ ઓઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.
લીંબુંમાં અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ મોજૂદ હોય છે, જે ડાઘ-ધબ્બાને ખતમ કરવામાં અસરદાર હોય છે. આ સિવાય તે ડેડ સ્કિન સેલ્સને હટાવીને નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે. સમાન માત્રામાં લીંબુંનો રસ, ગુલાબજળ અથવા વિટામિન E ઓઇલ મેળવીને ડાઘવાળા ભાગ પર લગાવો. 10 મિનિટ બાદ ગરમ પાણીથી ચેહરો ધોઈ લેવો.
લીમડાના પાનને પાણી ઉમેરીને પેસ્ટ બનાવો, ત્યારબાદ તેને અસરગ્રસ્ત સ્થાને લગાવો,તેને 10 મિનિટ સુધી સૂકવવા દો,પછી તેને હળવા હાથથી ઘસો અને સાફ પાણીથી ધોઈ લો. લીમડો ત્વચા માટે ચમત્કારિક દવા તરીકે કામ કરશે,અને થોડા દિવસોમાં તમારા કાળા ડાઘ અદૃશ્ય થઈ જશે.