આજકાલ લોકો જંક ફૂડ અને સ્પાઈસી ફૂડ વધારે ખાય છે. ખાણીપીણીની ખોટી આદતોને કારણે આજકાલ કબજિયાતના પ્રોબ્લેમ ખૂબ જ વધી ગઈ છે. લગભગ દરેક ઘરે કોઈકને તો કબજિયાતનો પ્રોબ્લેમ હોય છે. દરરોજ નિયમિત મળશુદ્ધિ ન થવી તેને આપણે કબજીયાત કહીએ છીએ.
દરરોજ મળ પ્રવૃત્ત થતો હોય પરંતુ તે દરમ્યાન પેટનાં સ્નાયુઓ પર દબાણ કરવું પડતું હોય, મળ પ્રવૃત્તિની શરૂઆત કે અંત સમયે મળાશયને પૂરી રીતે ખાલી થાય તે માટે જોર કરવું પડતું હોય તો તે પણ કબજીયાત કહેવાય. મળનું બંધારણ ખૂબ કઠણ હોય કે ગાંઠો થઇ જતી હોય તો મળપ્રવૃત્ત થવામાં વાર લાગે, મળદ્વારના સ્નાયુ-રક્તવાહિની પર દબાણ-ઘર્ષણ થવાથી પાઈલ્સ, ફિશર કે મળદ્વારમાં સોજો-બળતરા જેવી તકલીફ થતી હોય છે.
બહારનો ખોરાક આંતરડામાં પાચન થવાને બદલે આંતરડામાં ચોટી જતો હોય છે અને એ ખોરાક પાછળથી આંતરડામાં સડે છે. આ કારણથી ખોરાક ખાવાની ખોટી આદતો અને બહારનું ભોજન કરવાથી કબજીયાત થવાની સંભાવના ખુબજ રહેલી હોય છે.
આજે અમે આ કબજિયાતથી છુટકારો મેળવવાનો બેસ્ટ ઈલાજ લઈને આવ્યા છીએ. આજે અહી જણાવેલ ઔષધિનું સેવન કરવાથી ગમેતેવી હેવિ કબજિયાત કે જૂની કબજિયાતથી એક રાતમાં જ છુટકારો મળી જશે અને પેટ હળવું ફૂલ જેવુ થઈ જશે.
એ પહેલા તમને જણાવી દઈએ કે ડિહાઇડ્રેશનના કારણે કબજિયાત થયા છે તેથી યોગ્ય પ્રમાણમાં પાણી પીવો. સાદા પાણીની જગ્યાએ લીંબુ પાણી, નારિયેળ પાણી પણ પિય શકો છો. દરરોજ 2-3 લીટર પાણી તો ફરજિયાત પીવો. આજના આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને એટલે કે ફોનમાં રિમાઈન્ડર મૂકીને સમયે સમયે પાણી પીવાથી શરીરના 80% રોગોથી વગર દવાએ છુટકારો મળી જશે જેમકે કબજિયાત, એસિડિટી અને ગેસ.
આ ઉપરાંત જમવામાં પણ થોડો ફેરફાર કરી દ્યો ખોરાકમાં લીલા પાંદડા વાળ શકભીજઉ સેવન કરો જેમકે તાંજળિયો, પાલક, મેથી અને સરગવાના પાનની ભાજી. મિત્રો ખાણીપીણીમાં થોડો ફેરફાર કરવાથી દવાની અસર જલ્દી અને 100% થાશે તેથી આ ફેરફાર જરૂર કરો. તમે કોઈપણ દવાખાને જશો તો ડોક્ટર દવાની સાથે ખાવાપીવામાં રાખવાની સાવચેતી વિષે પણ જરૂર કહે છે.
હવે અમે જણાવીશું કબજિયાતની દેશી દવા વિષે. મોટી હરડે, બહેડા અને સૂકા આંબળા અને સંચળને સૂકવીને તેનો પાવડર કરી આ પાવડર સાંજે જમીને અને સવારે જાગી નારના કોઠે એક-એક ચમચી લેવો. આ ત્રણેય વાસ્તુ નજીકની કોઈપણ આયુર્વેદિક દુકાનેથી મળી રહેશે.
આ ચૂર્ણ પ્રથમ દિવસ લેતા જ પેટ એકદમ સાફ થઈ હળવું ફૂલ જેવુ થઈ જશે. ખૂબ જૂની અને અને હેવિ કબજિયાત હોય તો આ ચૂર્ણ સતત પાંચ દિવસ પણ લઈ શકો. પરંતુ દરરોજ નિયમિત આ ચૂર્ણનું સેવન કરવું નહીં. અઠવાડિયામાં એકવાર સવાર સાંજ ગરમ પાણી સાથે પીવાથી પણ જીવનભર કબજિયાતની સમસ્યા થાશે નહિ.
આ ઉપરાંત 2 ચમચી દીવેલ 1 કપ નવશેકા દૂધમાં મિક્સ કરી રાતે સૂતી વખતે પીવો. બે નાની ચમચી ઈસબગોલ ૬ કલાક પાણીમાં પલાળી એટલી જ સાકરશ્રી મેળવી જળ સાથે લેતા દસ્ત સાફ આવે છે. કેવળ સાકર અને ઈસબગોલ મેળવી પલાળ્યા વિના પણ લઈ શકાય છે. લીંબુ નો રસ ગરમ પાણી સાથે રાત્રિ માં લેતા દસ્ત સાફ આવે છે.
જે લોકોને દરરોજ સવારે પેટ સાફ ન થતું હોય, બે વાર ત્રણ વાર ટોયલેટ જવા છતાં પણ પેટ સાફ ન થતું હોય તેવા લોકો માટે આ ઉપચાર છે. આ ઉપાયથી પેટ સાફ થવાથી આંતરડા એકદમ ચોખ્ખા થઈ જાય છે સાથે સાથે શરીરની મોટા ભાગની બીમારીઓથી બચી શકાય છે.