દાંતનો દુખાવોએ એક સામાન્ય સમસ્યા છે જેનાથી મોટાભાગના લોકો પીડાતા હોય છે. આ સમસ્યા લાગે છે તેના કરતા ઘણી વધુ ગંભીર છે. દાંતનો દુ:ખાવો કેટલો ભયંકર છે તે તો તેનો ભોગ બનનાર જ કહી શકે છે. જ્યારે દાંતનો દુખાવો થાય છે, ત્યારે વાત કરવી, ખાવું પીવું અને વાત કરવી પણ મુશ્કેલ બની જાય છે. સામાન્ય ભાષામાં તેને દાઢ અથવા શરદીનો દુખાવો પણ કહેવામાં આવે છે. ઘણી વખત દુખાવો એટલો હોય છે કે આખું મોં ફૂલી જાય છે.
દાંતનો દુખાવો ઘણીવાર એવા લોકોને થાય છે જે કઠણ વસ્તુનું સેવન વધારે કરતા હોય છે. આ સિવાય બેક્ટેરિયા અને ઇન્ફેક્શન પણ તેનું કારણ બની શકે છે. દાંતની અંદર પલ્પ હોય છે, જે ચેતા પેશીઓ અને રક્તવાહિનીઓથી ભરેલું હોય છે. જ્યારે આ નસોમાં બેક્ટેરિયાનો ચેપ લાગે છે, ત્યારે તે તીવ્ર પીડા પેદા કરી શકે છે.
દાંતનો દુખાવો દુખાવો દૂર કરવાનો દેશી ઈલાજ:
મીઠું એક કુદરતી જંતુનાશક પદાર્થ છે. નવશેકા પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં તરત જ રાહત મળે છે. મોંમાં પાણી લઈને થોડીવાર માટે બંધ કરી દો અને પછી થૂંકી દેવું. આ પ્રક્રિયાનું દિવસમાં 4-5 વખત પુનરાવર્તન કરવું.
લવિંગના તેલનો ઉપયોગ એ કુદરતી ઉપચાર છે જે પીડાને ઘટાડે છે. તેને સીધું જ દુખાવા વાળા ભાગમાં લગાવવું અથવા તો ઘસવું અથવા રૂ પલાળીને તેને દાંત અને પેઢા પર લગાવવું. લવિંગનું તેલ બનાવવવા માટે લાવીન નો પાવડર અને ખોપરેલ મિક્સ કરી થોડું ગરમ કરવું.
આ રીતે માત્ર એક જ વખત ઉપાય કરશો ત્યારથી જ તમને રાહત થવા લાગશે.આ ઉપાયથી માત્ર એક જ મિનીટમાં દાંતનો દુખાવો ગાયબ થઇ જશે. આ રીતે આ મિશ્રણને થોડા દિવસ સતત લગાવતા રહેવાથી દુખાવો સાવ મટી જશે.
જામફળના પાંદડા દાંતના દુખાવા અને સોજાને ઘટાડવા માટે પણ ફાયદાકારક છે, તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે દુખાવાને મટાડવામાં મદદ કરે છે. આ સિવાય જામફળના પાનમાં એન્ટીમાઇક્રોબાયલ ગુણ પણ હોય છે જે હેલ્થને સારી રાખવામાં મદદરૂપ છે. તેનો ઉપયોગ ઘરેલુ ઉપાય તરીકે તાજા જામફળના પાંદડા ચાવીને અથવા ઉકળતા પાણીમાં પીસેલા જામફળના પાંદડા ઉમેરીને માઉથવોશ તરીકે પણ થઈ શકે છે.
લસણ ઘરોમાં સરળતાથી મળી રહે છે. લસણમાં હાજર એલિસિન મોંની અંદરના બેક્ટેરિયાને દૂર કરે છે. બેક્ટેરિયા મોંમાં પોલાણ વધારી દાંતમાં તીવ્ર પીડા પેદા કરે છે. દુખાવો થતો હોય તો લસણની એક કળી ખાઈને દાંતમાં દબાવી દો, તેનાથી રાહત મળી જશે.
આ ઉપરાંત એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ત્રિફળા પાવડર મિક્સ કરી કોગળા કરવાથી દાંતનો દુખાવો ઓછો થઈ જશે. 2 ચપટી હીંગમાં 1 ચમચી લીંબુ મિક્સ કરી પેસ્ટ બનાવી જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવો. દાંતના દુખાવામાં હીંગ અને લીંબુને ખૂબ ફાયદાકારક છે અને તેને લગાવવાથી દુખાવામાં તરત રાહત મળે છે.
જુવારા એક કુદરતી એન્ટિ-બાયોટિક છે, જે બેક્ટેરિયા અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. ફક્ત તેને થોડું પીસી લો અને તેનો પાવડર ચાવતા રહો. પાછળથી થૂંકી નાખો.આમ કરવાથી પીડામાંથી ઘણી રાહત મળે છે.