હેલ્થી અને ફિટ રહેવા માટે ડાયેટ પ્લાન વ્યવસ્થિત હોવો ખુબ જરૂરી છે. બોડીનું સ્ટ્રકચર ડાયટ પર જ નિર્ભર હોય છે. બોડી ની સંભાળ રાખવા માટે ન્યૂટ્રિશન નું પ્રમાણ યોગ્ય હોવું ખૂબ જરૂરી છે. જો લાઈફસ્ટાઈલને બદલવાની કોશિશ કરી રહ્યા છો તો, પહેલાં ડાયટને વ્યવસ્થિત કરવું ખૂબ જ જરૂરી છે.
કબજિયાત થવા પર રોજ રાત્રે ગરમ દૂધ ની સાથે કિસમિસ ખાઓ. દૂધ અને કિશમિશ ને એક સાથે ખાવાથી સવાર સુધીમાં પેટ સાફ થઇ જશે. તેના સિવાય ઈચ્છો તો કિસમિસ ને પૂરી રાત પાણીમાં પલાળીને પણ રાખી શકો છો અને સવારે ખાલી પેટે તેનું સેવન કરી શકો છો. એવું કરવાથી પણ પેટ સાફ થઇ જાય છે.
હરડે ઘી સાથે વાત, લવણ-મીઠા સાથે કફ, અને મધ કે સાકર સાથે પીત્તનું નીવારણ કરે છે, તેમ જ ગોળ સાથે હરડે ખાવાથી સર્વ રોગ મૂળ માંથી નાશ કરે છે. આ રીતે જોઈએ તો હરડે ત્રીદોષ નાશક ઔષધી છે. હરડે પાવડર વ્યક્તિ એ યોગ્ય પ્રમાણમાં લેવો જોઈએ.
ત્રિફળાનું ચૂર્ણ ખાવાથી કબજિયાત ની સમસ્યા બરાબર થઇ જાય છે. ત્રિફળાનું ચૂર્ણ આ ત્રણ ફળ આમળા, હરીતકી અને વિભીતકી ને મેળવીને બને છે અને તેને ખાવાથી પાચન ક્રિયા બરાબર બની રહે છે. તેથી જેને કબજિયાત ની સમસ્યા રહે છે તેને આ ચૂર્ણ ખાવું જોઈએ.
ખાટ્ટા ફળ અને બ્રોકોલીમાં મળી આવતા એન્ટી-ઓકિસડન્ટ પદાર્થ બોડીમાં ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે બ્રોકોલી અને ખાટા ફળ ખાવાથી કોઈ પણ પ્રકારનું ઈફેકશન જલ્દી ઠીક થાય છે અને શરીરને બીમારીઓને લડવાની ક્ષમતા મળે છે.
નટ્સ અને હોલ ગ્રેન માં ઈમ્યુનીટી વધારવાના સૌથી વધારે પોષક તત્વો મળી આવે છે. રોજ ડાયટમાં હોલ ગ્રેન અને નટ્સ ખાવાથી ઈમ્યુન સિસ્ટમ સારી રહે છે અને ઈન્ફેકશન થી લડવા માટે મદદ કરે છે. મટર, લીલા પાન અને દૂધમાં વિટામીન બીની માત્રા વધારે હોય છે.
વિટામીન બી બેકટેરિયાથી લડવાની ક્ષમતાને વધારે છે. અને સેલને વધારે મજબૂત બનાવે છે. આદુ અને લસણ ભોજનમાં લસણ અને આદુનો પ્રયોગ કરવાથી તમારા ફેફસાં મજબૂત થાય છે અને સાઈનસ જેવી સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ આ શરીરમાંથી થી ટોક્સિન બહાર કાઢવાનું પણ કામ કરે છે.
કેન્સરથી બચવા માટે લસણ નો મુખ્ય રોલ હોય છે. આ માટે જ ભોજનમાં લસણને સામેલ કરવું જોઈએ. જેનાથી તમારી ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. ગાજર, રતાળુ અને શક્કરિયા ખાવાથી કફ દૂર કરવામાં ઘણી મદદ મળી રહે છે. ફળ હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપૂર હોય છે.
લાલ દ્રાક્ષ અને બ્લૂ બેરી શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. આ ફળ ખૂબ જ સરળતાથી મળી જાય છે અને બજેટમાં પણ આવી જશે. આ માટે દરરોજ નાસ્તામાં સાંજના સમયે તમારે આ ફળોનું સેવન કરવું જોઈએ. ફળમાં બીટા કેરોટીન હોય છે જે બોડીના અલગ-અલગ ભાગમાં ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં કામ કરે છે. તમે ફળોને કયારેય પણ ખાઈ શકો છો.
ખાટા ફળો માં એન્ટી-ઓકિસડન્ટ, વિટામીન સી હોય છે જે બોડીમાં વ્હાઈટ સેલને ઠીક રીતે કામ કરવામાં મદદ કરે છે. સાથે જ ઈફેકશન સામે લડવામાં મદદ કરે છે અને ક્ષમતા વધારે છે. જમરૂખ માં ફાઈબર વધારે માત્રામાં હોય છે જે કોલેસ્ટ્રોલ અને હૃદય સાથે જોડાયેલી બીમારીઓ ખતમ કરે છે.
દહી પ્રોબાયોટિક્સ હોવાને કારણે પાચનક્રિયા માટે સારું સાબિત થાય છે. શરીરમાં વિટામીન ઈ ની કમી હોવાથી ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે અને શરીરમાં કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન થવાનું જોખમ રહે છે. આ માટે રોજ ૨-૩ બદામ ખાવી જોઈએ.
હળદરમાં વિટામીન બી૬ અને પોટેશિયમ, મેગેનીઝ અને આર્યન જેવા જરૂરી તત્વો હોય છે. જે શરીરની તંત્ર ક્રિયા ને વ્યવસ્થિત રાખવા માટે જરૂરી છે. હળદરમાં કરક્યુમિન હોય છે. જે એન્ટી-ઓકિસડન્ટ હોય છે અને ઈમ્યુન સિસ્ટમને વધારે મજબૂત બનાવે છે.