ભારતના મસાલા વિશ્વભરમાં પ્રખ્યાત છે. મસાલાઓનો ઉપયોગ માત્ર ખોરાકનો સ્વાદ વધારવા માટે જ થતો નથી, પરંતુ મોટાભાગના મસાલાનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે પણ થાય છે. સદીઓથી મસાલાનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે કરવામાં આવે છે. મસાલાથી અનેક ગંભીર રોગો મટાડવામાં આવે છે.
જો તમે ધાણાજીરું તમારા રસોડા માં ઓછું ઉપયોગ કરતા હોય તો ચોક્કસ થી તેનો ઉપયોગ વધારી ને નિરોગી બનો. રોજિંદા વપરાશ માં લેવાતું ધાણાજીરું માત્ર સ્વાદ માં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માં પણ ઉમેરો કરે છે. ખૂબ જ પૌષ્ટિક એવું ધાણાજીરું સૂકા ધાણા અને જીરા ને ક્રશ કરીને બનાવવામાં આવે છે.
લગભગ બધા ના ઘરે ધાણાજીરું મસાલા ની સીઝન માં બનતું હોય છે. ધાણા અને જીરું ને આયુર્વેદ માં ખૂબ જ મહત્વ અપાયું છે. જે ભોજન માં સ્વાદ અને સુગંધ માં વધારો કરવા માટે હોય , આરોગ્ય માટે હોય કે સૌંદર્ય માં વધારો કરવા માટે અલગ અલગ પ્રકાર થી ધાણા અને જીરું નો ઉપયોગ થતો આવ્યો છે.
ધાણાજીરૂ પિત્ત સમાવનાર રુચિ વધારનાર અને પાચક ગણાય છે એ દાળ-શાકમાં ખૂબ વપરાય છે. ધાણા માં અનેક ગુણોને લીધે તે માંગલિક ગણાય છે. કોઈપણ શુભ કાર્યના શુકન રૂપે ગોળધાણા વહેંચવાનો રિવાજ છે. દેવ મંદિરમાં પ્રસાદ રૂપે વહેચવા માં આવતી પંજરી માં પણ ધાણાજીરું વપરાય છે.
ધાણાજીરા નું પાણી પીવાથી ગરમીમાં તાવ આવતો હોય, શરીરમાં ઝીણી બળતરા જેવું લાગ્યા કરતું હોય તો તેમાંથી રાહત મળશે. આ પાણી બનાવવા માટે એક તપેલીમાં આઠ ગ્લાસ પાણી લેવું, તેમાં ચાર ચમચી ધાણાજીરા નો પાવડર નાખવો.
પાણી બળીને છ ગ્લાસ જેટલું રહે એટલે ઠારી દેવું. આ પાણી માટલીમાં ભરીને મૂકી દેવું અને દિવસ દરમિયાન પીતા રહેવું. સતત પીધા કરવું. આમ કરવાથી પરસેવો વળીને તાવ ઊતરી જાય છે અને ઝેરી કચરો યુરિન વાટે નીકળી જાય છે.
ધાણાજીરું ખાવાથી શરીરની તમામ 72 હાજર રક્તવાહિનીઓ ખુલી જાય છે, પથરી ઓગળી જાય છે, મૂત્રત્યાગ માં તકલીફ પડતી નથી, મેદસ્વીપણું ઘટે છે, પેટ સાફ થાય છે, શરીર હલકું બને છે, રક્તમાં બિન જરૂરી કણો ઓગળી જાય છે અને રક્ત પરિભ્રમણ વ્યવસ્થિત થાય છે.
આયર્નથી ભરપૂર એવું ધાણાજીરું એન્ટીબેક્ટેરીયલ અને એન્ટિવાયરલ ગુણ ધરાવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અનિંદ્રા ની બીમારી દૂર કરે છે. ડાયાબિટીસ થતી અટકાવે છે. સ્કિન ને લગતા પ્રોબ્લેમ દૂર કરી ને સ્કીન ચમકીલી બનાવે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ધાણાજીરું લાભકારી સાબિત થાય છે. તેમાં રહેલા ફ્લેવેનોઈડ, પોલિફેનોલ, બી-કેરોટીનોઇડ શરીરના ગ્લુકોઝને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે. ધાણાજીરું ખાંડની માત્રા ઘટાડે છે અને ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે છે. આ શરીરમાં બ્લડ સુગર ને નિયંત્રણમાં રાખે છે અને વ્યક્તિને અનેક જીવલેણ રોગોથી બચાવે છે.
પાચનક્રિયા માટે ધાણાજીરું બહુ ઉપયોગી સાબિત થાય છે. ધાણા ખાવાથી બાઈલ એસિડ બને છે. જે પાચન માં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત તેના સેવનથી ગેસની સમસ્યામા પણ રાહત મળે છે. ડિલિવરી પછી છૂટથી ધાવણ આવે એ માટે ખોરાકમાં જીરા નો ઉપયોગ કરવો. આંખનાં દર્દોમાં ધાણાને ઉકાળીને ઠારેલા પાણીથી આંખ ધોવી.
પાચનશક્તિ જો નબળી હોય તો જીરાની ચા પણ પીય શકાય. વજન ઘટાડવા માટે કેળા ની સાથે ધાણાજીરું નો ઉપયોગ કરવો. બે ચમચી જીરા ને રાત્રે પાણીમાં પલાળી રાખવું અને સવારે તેને ચાવીને ખાઈ જવું. રોજ આમ કરવાથી વજન ઘટવા લાગશે.
હૃદય સ્વાસ્થ્ય, માસિક ધર્મ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે ધાણાજીરું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ખનીજ અને વિટામિન ભરપૂર હોવાથી વાળ માટે પણ તે ઉત્તમ ટોનિક ગણાય છે. ધાણા માં રહેલા એન્ટીસેપ્ટિક ગુણ ના લીધે ચામડી ને લગતા રોગો જેમ કે ખીલ ,કાળા ધબ્બા, સોજો આવવો, લાલ ચકામાં જેવી બધી તકલીફો દૂર થાય છે.
ઉનાળામાં ઘણીવાર કેટલાક લોકોને નાકમાંથી લોહી આવી જાય છે અને નાકથી લોહી આવવાની સમસ્યા ને નકશિર કહેવામાં આવે છે. જો તમને પણ ઉનાળામાં નાકમાંથી લોહી આવે છે તો તમે લીલા ધાણા નો રસ કાઢીને તેના અંદર કપૂર મિક્સ કરી દો. પછી મિશ્રણ ના 2 ટીપાં નાકમાં નાખો, આમ કરવાથી નાકમાંથી લોહી નથી નીકળતું.