આયુર્વેદમાં એવી ઘણી બધી જડીબુટ્ટી આવેલી છે કે જેના ઉપયોગથી ભયંકર માં ભયંકર અને જૂનામાં જૂની બીમારીઓને નાબૂદ થઈ જાય છે. પણ વડીલો આપણને ઘણી વખત કહેતા હતા તે અમે ૮૦ વર્ષના થયા ત્યાં સુધી તો અમને કંઈ નખમાંય રોગ ન હતો. કેટલું કામ કરતા તો પણ કઈ થતું નહિ. અને આપણે તો અત્યારના સમયમાં નાની ઉંમરમાં જ ઘણા બધા રોગો થી પીડાતા હોઈએ છીએ.
ઘરમાં પણ ઘણા બધા એવા ઔષધિઓનો ઉપયોગ આપણે ભોજનમાં કરતા હોય છે જેના કારણે આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ છીએ પરંતુ આપણે તેના વિશે જાણતા નથી. આજે અમે તમને ડોડી એટલે કે ગુજરાતી માં ડોડી ને ખરખોડી તરીકે ઓળખે છે તેના ફાયદા વિશે જણાવીશું.
ઘણીવાર આપણે ગામડે ગયા હોય ત્યારે વાડીના શેઢે આ વેલો જોવા મળે છે. પહેલા ના લોકો કહેતા કે હુડીયા હુડીયાની વેલ. અને તેમાં આવતું ફળ પણ ખાતા હતા. આજકાલ ની ભાગદોડ વળી જિંદગીમાં બજારુ ખાણીપીણી ને કારણે ઘણા બધા રોગ થાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે ડોડી નો ઉપયોગ કરી શકાય. ચાલો તેના ફાયદા અને કેવી રીતે સેવન કરવું તેના વિશે જાણીએ.
ડોડીના ફળને ડોડા કહે છે. ડોડી એ ત્રણ ઈંચ લાંબા અને અડધાથી ત્રણ ઈંચ જાડા લીલા કલર નું ફળ હોય છે. અને તેને તોડવાથી પીળા રંગનો દૂધ પદાર્થ નીકળે છે. ઘણા લોકો આ ડોડીના ફળનું શાક પણ બનાવતા હોય છે. આંખ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. જે લોકોને ચશ્માના નંબર હોય તે લોકોએ ડોડી નું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત જે સ્ત્રીને ની સંતાન ન હોય તે લોકો માટે પણ આ વરદાન સમાન છે. એટલે જ તેને જીવંતી પણ કહે છે. તે બાળક ને જીવનદાન આપે છે .
આજના સમયમાં ઘણી બધી એવી સ્ત્રીઓ છે. જેની નિસંતાનપણા થી પીડાતા હોય છે. આવી સ્ત્રીઓએ ડોડીનું સેવન કરવું જોઈએ. જે લોકો ને કોઠાનો રતવા હોય તે લોકો માટે ડોડી ના ફળ ખૂબ જ લાભદાયક ગણાય છે. ડોક્ટરો કહે છે કે જે સ્ત્રી માતા બની શકતી નથી અને તેને ગર્ભ રહી શકતો નથી અને જો ગર્ભ રહેતો કસુવાવડ થઇ જાય છે. તે લોકોએ ડોડી નું સેવન કરવાથી આવી સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે.
ડોડીના સેવન કરવાથી રક્તપિત, વાતરોગ, શયદા વગેરે અનેક બીમારીમાં થી રાહત થાય છે. ડોલીના કૂણાં પાન બાફીને તેનો રસ પીવાથી અગ્નિદાહ ઓછો થાય છે .અને આંખને પણ ઠંડક મળે છે. ડોડીના પાનની ભાજી નું સેવન કરવાથી જે લોકોને રતાંધળાપણું હોય તે લોકો માટે તો રામબાણ સમાન હોય છે. જે લોકોને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય કે અટકી અટકીને આવતો હોય તે લોકોએ ડોડીના મૂળનો ઉકાળો અને જીરા નું ચૂર્ણ મેળવીને પીવાથી તેમાં રાહત મળે છે.