દ્રાક્ષ અને તેના બીમાંથી મળતું ‘રેસવેરાટ્રૉલ’ ફેફસાંના કેન્સર સામે રક્ષણ આપે છે. ફેફસાનું કેન્સર સૌથી ખતરનાક અને જીવલેણ પ્રકારના કેન્સરો પૈકીનું એક છે. 80 ટકા લોકો ધૂમ્રપાનને કારણે આના શિકાર બને છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેનાથી બચવા માટે ધૂમ્રપાન છોડવાની સાથે કેટલીક બાબતોથી પણ દૂર રહેવાની જરૂર છે.
કેન્સરનું જોખમ 45% સુધી ઘટે છે
યૂનિવર્સિટી ઑફ જીનિવાના વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે, સિગારેટમાં રહેલા કાર્સિનોજેનથી થતા કેન્સર સામે રેસવેરાટ્રૉલ નામનું તત્વ મળી આવે છે. ઉંદર પર કરવામાં આવેલા સંશોધનમાં રેસવેરાટ્રૉલની સાથે યોગ્ય ઉપચાર કરવાથી ટ્યૂમરમાં 45 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ફેફસાંના કેન્સરથી પીડિત વ્યક્તિ પર પણ રેસવેરાટ્રૉલની સકારાત્મક અસર થાય છે.
બ્લડ પ્રેશરના કારણ શોધવા AI નો ઉપયોગ:
વૈજ્ઞાનિકોએ એક એવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ વિકસાવી છે જે દરેક વ્યક્તિના બ્લડ પ્રેશરના વધવા-ઘટવાના કારણ શોધી શકે છે.
આ સિસ્ટમને વિકસિત કરનારા સંશોધકોમાં એક ભારતવંશી પણ શામેલ છે. સિસ્ટમ પહેરી શકાય તેવા ઉપકરણો દ્વારા લેવામાં આવેલા ડેટાનું એનાલિસિસ કરી બ્લડ પ્રેશર અને તેના કારણો શોધે છે. આનાથી દરેક દર્દીને તેના લક્ષણ અનુસાર સારવાર આપવી શક્ય બનશે.
એક નહીં અનેક કારણોથી થાય છે BP ની તકલીફ:
સામાન્ય રીતે ડૉક્ટર બ્લડ પ્રેશરના દર્દીઓને વ્યાયામ કરવાની અને પૂરતી ઊંઘ લેવાની સલાહ આપે છે. આ તમામ બાબતોનું પાલન કરવું ઘણું અઘરું હોય છે. દરેક દર્દીને બ્લડ પ્રેશર થવાના કારકો જુદા-જુદા હોય છે. આ કારણે તેને નિયંત્રિત કરવાના પણ અલગ ઉપાય હોવા જોઈએ. નવી AI ટેક્નિકથી તેમા મદદ મળી શકે છે.