રોજિંદા જીવનમાં વપરાતી ઘણી એવી વસ્તુ હોય છે જેનું આપણે સેવન તો કરીયે છીએ પરંતુ તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત વિષે અજાણ હોઈએ છીએ. આજે અમે એક એવી જ વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ડુંગળી. ડુંગળી ખાવાના ઘણા ફાયદા છે. આપણા ઘરની લગભગ દરેક વાનગીમાં ડુંગળી હોય છે.
ડુંગળીમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી એલર્જિક ગુણ હોય છે. આ સાથે ડુંગળીમાં વિટામિન A, B6, B કોમ્પ્લેક્સ, વિટામિન C પણ જોવા મળે છે. ડુંગળી ઘણી રીતે ચેપથી સુરક્ષિત રાખે છે. ડુંગળી ડાયાબિટીસની સમસ્યાને ઓછી કરવામાં અને હાડકાંને મજબૂત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
ડુંગળી ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ડુંગળીમાં ક્રોમિયમ જોવા મળે છે, જે ડાયાબિટીસ ઘટાડવામાં મદદ કરે છે.આ સાથે ડુંગળીમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે. ડાયાબિટીસથી દરરોજ ડુંગળીનું સેવન કરવું જોઈએ.
ડુંગળીમાં એન્ટિ-એલર્જિક અને એન્ટિ-ઓક્સિડેન્ટ ગુણો જોવા મળે છે, જે ચેપથી બચાવે છે. તેનો ઉપયોગ સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટાન્સની વૃદ્ધિ કરવાની ક્ષમતા ઘટાડે છે. જેના કારણે તમે સંક્રમણની ઝપટમાં આસાનીથી આવતા નથી અને હવામાનને કારણે થતી સમસ્યાઓમાં તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો.
ડુંગળી સ્તન અને આંતરડાના કેન્સર માટે જવાબદાર કોષોના નિર્માણને રોકવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરના લોહીમાં હાજર ફ્રી રેડિકલને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો ડુંગળીનું સેવન કરવામાં આવે તો લોહીમાં કેન્સર થવાની શક્યતાઓ ઘટી જાય છે. આનાથી કેન્સરનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે.
ખંજવાળ કે મચ્છર કરડવાથી ત્વચા પર થતી બળતરા કે ખંજવાળ ઓછી કરવા માટે શરીરના તે ભાગ પર ડુંગળી ઘસો. ડુંગળીમાં હાજર સલ્ફર ખંજવાળથી રાહત અપાવે છે. ડુંગળીમાં હાજર એન્ટિસેપ્ટિક ગુણધર્મો ત્વચાને ચેપથી બચાવે છે.
ડુંગળીને છીણીને તેનો રસ કાઢો અને તેમાં થોડો લીંબુનો રસ ઉમેરો.આ સોલ્યુશનમાં કોટન બોલ ડૂબાવો અને તમારી ગરદન અને ચહેરા પર લગાવો. સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત આ સોલ્યુશનનો ઉપયોગ કરો.
બપોરના ભોજન સાથે સલાડમાં કાચી ડુંગળી ખાવાથી તમારું પાચન બરાબર રહેશે અને તમે શ્વાસ સંબંધી રોગોથી પણ દૂર રહેશો.કારણ કે મેગ્નેશિયમ અને અન્ય ખનિજ ક્ષાર શરીરમાં લોહીના પ્રવાહને જાળવી રાખવાનું કામ કરે છે. આ શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે.
નિયમિત રીતે ડુંગળીનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. કાંદાના રસના થોડા ટીપા કાનમાં નાખવાથી કાનના દુખાવામાં આરામ મળે છે. ડુંગળીનો રસ અને મધ સમાન માત્રામાં મેળવીને ખાવાથી શરદી-ખાંસી અને તાવમાં આરામ મળે છે. ગેસ્ટ્રિક સિન્ડ્રોમ અને કબજિયાતમાં ડુંગળી ખાવાથી ફાયદો થાય છે. ડુંગળીમાં રહેલા ફાઈબર્સ પેટ સાફ કરવાનું કામ કરે છે. ડુંગળી ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળીના રસને ઓલિવ ઓઈલમાં ભેળવીને ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સથી રાહત મળે છે.