જેટલી ડુંગળી આપના શરીર માટે આવશ્યક છે તેટલા જ કીમતી છે ડુંગળીના ફોતરા. ડુંગળીના ફોતરામાં પણ તે તત્વ રહેલા છે જે ડુંગળીમાં રહેલા છે. સામાન્ય રીતે બધા ડુંગળીનો ઉપયોગ કરે છે પરંતુ તેના ફોતરાને કચરામાં ફેંકી દે છે. ખરેખર તે તમારા માટે ઘણા કામના છે. ખાસ વાત એ છે કે તેનાથી ગંભીર આરોગ્યની તકલીફોથી છુટકારો મેળવી શકાય છે.
ડુંગળી ના ફોતરામાં બ્યુટી થી લઈને સ્વાસ્થ્ય સુધીના ગુણો રહેલા છે. એક રીસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે ડુંગળીના ફોતરમાં ફળો કરતા વધારે એન્ટી ઓક્સીડેન્ટ મળી રહે છે માટે તેનો ઉપયોગ કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. શરીરમાં ઘણીવાર એલર્જી થાય છે જેના કારણે શરીરમાં ખંજવાળ આવે છે. આ માટે ડુંગળીની છાલ સૌથી ફાયદાકારક છે. આ માટે ડુંગળીની છાલનું પાણી શરીર પર લગાવો અને ત્યારબાદ તેને સાફ કરો.
લોકોના ચહેરા પર ફોલ્લીઓ હોય છે, તેમના માટે ડુંગળીની છાલની પેસ્ટ એકદમ બરાબર સાબિત થાય છે. ચહેરા પર ડુંગળીની છાલની પેસ્ટ લગાવવાથી ડાઘ ફોલ્લીઓ ઓછી થાય છે. ડુંગળીની છાલની પેસ્ટ બનાવવા માટે, પહેલા ડુંગળીની છાલને ગ્રાઇન્ડરનોમાં ગ્રાઇન્ડ કરો. તેમાં હળદર અને મધ નાખો. અને પછી પેસ્ટને લગભગ 15 મિનિટ સુધી સૂકવી દો અને પછી લગાવો.
જો તમારું ગળું હંમેશા ખરાબ રહે છે અને તેમા ખરાશ રહે છે તો ડુંગળીના ફોતરા નો ઉપયોગ કરીને તેનાથી પણ છુટકારો મેળવી શકાય છે. તેના માટે પીવાના પાણીમાં ડુંગળીના થોડા ફોતરા ઉકાળીને તેનાથી કોગળા કરો, આમ કરવાથી ગળાની ખરાશ દુર થઇ જાય છે. જો તમે રાત્રે યોગ્ય રીતે સૂઈ શકતા ન હો, તો આ માટે તમે ઉકળતા પાણીમાં ડુંગળીની છાલ નાંખો અને તેને ઢાંકી દો અને લગભગ 15 મિનિટ સુધી તેને ઉકાળવા દો. તે પછી, આ ચાને ગાળીને તેનું સેવન કરો.
ડુંગળીની છાલ આખી રાત પાણીમા પલાળી રાખી અને પછી આ પલાળેલ પાણી ને સવારમાં પીવામાં આવે તો એનાથી કોલેસ્ટ્રોલ માં રાહત રહે છે, પણ આ પાણી ચાખવામાં સારું ના લાગતું હોય તો તેમાં સ્વાદનુસાર મધ અથવા સાકર ભેળવી શકો છો. આ દ્રવ્ય જો રોજે-રોજ ઉપયોગમાં લેવામાં આવે તો થોડા સમયમાં જ આપણેને ફેરફાર દેવાખા માંડે છે.
ડેન્ગ્યું જેવી ગંભીર બીમારીથી બચવા માટે તમારે ફેલાતા મચ્છરોથી બચાવ કરવો પડશે. તેના માટે ડુંગળી ના ફોતરાં ધણા ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને કીડા મકોડા અને મચ્છર ને ભગાડવા માટે આ ફિનાઈલ જેવું કામ કરે છે. આને બનાવવાની બે રીત છે. એક તો રાત્રે તેને પલાળી ને રાખી દો અને સવારે તેને ગાળી તેનું પાણી કાઢી લો.
બીજી રીત તમે તરતજ બનાવવા માંગો છો તો ફોતરાને પાણીમાં રાખી દો અને તે પાણીને ગરમ કરો.પાણી લગભગ અડધું થઇ જાય ત્યાં સુધી પાણીને ઉકાળો.ત્યારબાદ તેને ગાળી લો.અને એક સ્પ્રે બોટલમાં ભરી દો.હવે તૈયાર છે તમારી નેચરલ ફિનાઈલ.હવે જ્યાં પણ માખી મચ્છર આવે છે તે જગ્યાએ આ લીક્વીડ સ્પ્રે કરી દો અને પછી જૂઓ એક પણ જીવજંતુ નહિ આવે તમારા ઘરમાં.
ઘરમાં કોઈને કઈ જેરીલું જીવજંતુ કરડી ગયું છે તો તમારે પહેલા તેના પર ડુંગળીના ફોતરાની પેસ્ટ બનાવી લેવાની છે. અને તેને જ્યાં જીવજંતુ કરડ્યું હોય ત્યાં લગાવી તેની પર પાટો બાંધી દેવાનો છે. તેનાથી તેમાં રાહત તો મળશે અને સાથે સાથે તે ઝેરની અસરને દૂર કરશે. પગમાં તકલીફ હોય અથવા માંસપેશીઓમાં ખેંચાણની ફરિયાદ હોય, તો તમારે ડુંગળીની છાલ લેવી જોઈએ. આ તમને આરામ આપશે. આ ચા બનાવવા માટે, તમે નીચા તાપમાને લગભગ 15 મિનિટ પાણીમાં ડુંગળીની છાલ ઉકાળીને પીવો. .
વાળ ખરાબ બની ગયા હોય તો સુંદર વાળ માટે લોકો ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. અને ઘણી દવાઓ પણ કરતા હોય છે. પણ વાળ ને સુંદર બનાવવા માટે ડુંગળી ના ફોતરા નો ઉપાય પણ અસરકારક બને છે .વાળ ને ચમકદાર બનાવવા માટે તમે ડુંગળી ના ફોતરા ના પાણી ને કંડીશનર ની જેમ ઉપયોગ માં લઇ શકો છો. આવું કરવાથી તમારા વાળ ચમકદાર અને મુલાયમ બની જશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.