અત્યારની ફાસ્ટ અને અયોગ્ય જીવનશૈલી ને કારણે દરેક લોકોને વાળને લગતી સમસ્યા હોય છે. સમય પહેલા જ વાળ સફેદ થઈ જાય છે. ઘણા બાળકોને અને યુવાનોને પણ સફેદ વાળ થતા હોય છે. પ્રદૂષણના સંપર્કમાં આવતા વાળ વધારે સફેદ થાય છે. અને વાળનો ગ્રોથ અટકી જાય છે. બજારુ ખાણીપીણી ને કારણે અને અનિયમિત જીવન શૈલીને કારણે પણ અકાળે વાળ સફેદ થઇ જાય છે.
ભાગદોડવાળી જિંદગી અને સારી દેખાવા માટે દરેક લોકો કંઈક ને કંઈક કેમિકલનો ઉપયોગ વાળમાં કરતા હોય છે. આ કારણે અકાળે વાળ સફેદ થઈ જતાં હોય છે. અને જો વધારે પડતાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે તો દિવસે ને દિવસે વધારે સફેદ થવા લાગે છે. અને વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે છે.
દરેક લોકોને પોતાના વાળ સુંદર રેશમી અને કાળા હોય તે વધારે પસંદ હોય છે. જેના માટે યુવાનો ઘણા બધા મોંઘા મોંઘા હેર ઓઇલ, શેમ્પૂ, કન્ડિશનર વધારે પડતો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આવી મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવા છતાં પણ રિઝલ્ટ મળતું નથી. ઊલટાનું ઘણી વખત વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે છે. અથવા તો બરછટ થઇ જાય છે.
આવી અનેક સમસ્યામાંથી રાહત મેળવવા માટે આજે અમે તમને એક એવો ઘરેલુ કુદરતી ઉપચાર જણાવવાના છીએ જે જેની કોઈપણ આડઅસર થતી નથી અને ખૂબ જ સસ્તામાં મળે છે. વાળની લંબાઈ, સુંદરતા અને સફેદ થતા અટકાવવા માટે આજે આપણે ફટકડી ના ફાયદા વિશે જાણીશું. ઘણીવાર નાની ઉંમરે થતા સફેદ વાળને અટકાવવા માટે વાળને કાળા દેખાવા માટે ઘણી બધી એવી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે કે જેના કારણે વધારે ને વધારે વાળ સફેદ થતા જાય છે. તો પછી કુદરતી રીતે સફેદ વાળ કાળા કઈ રીતે કરવા તેની માટે આ એક સૌથી સચોટ અને સરળ ઉપાય છે.
સફેદ વાળને કાળા કરવા માટે સૌપ્રથમ એક ફટકડીનો ટુકડો લેવો. ત્યારબાદ ફટકડીનો ભૂકો કરો અને તેમાં ગુલાબજળ મેળવી એ પેસ્ટ બનાવો ત્યાર પછી આ પેસ્ટને વાળમાં સારી રીતે લગાવો અને પાંચ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ એક કલાક પછી વાળને શેમ્પૂ ની મદદથી ધોઈ લો. આવું પંદર દિવસ સુધી કરવામાં આવે તો સફેદ વાળ કાળા થતા હોય તેવું દેખાશે.
આપણા બધાના ઘરે ફટકડી સામાન્ય રીતે મળી આવતી હોય છે. ફટકડી માં ઘણા બધા એવા તત્વો હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં મેગ્નેશિયમ, સલ્ફેટ ભરપુર પ્રમાણમાં હોય છે. ફટકડી આપણા શરીરમાં 300થી વધુ ઉત્સેચકો નું નિયમન કરે છે.
અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ફટકડીનો આ પ્રયોગ કરવાથી સફેદ વાળને કાળા કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત ફટકડી નો ઉપયોગ ખીલ માટે પણ થાય છે. ખીલ દૂર કરવા ફટકડી નો પ્રયોગ સૌથી સારો અને સસ્તો ઈલાજ છે. ફટકડી ને પહેલા તેમાં પાણી નાખી એક પેસ્ટ બનાવી જ્યાં ખીલ હોય ત્યાં લગાવો. ત્યારબાદ ૩૦ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરો પાણી વડે ધોઈ લો. આ પ્રયોગ નિયમિત કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે અને ચહેરો ખૂબસૂરત લાગશે.
ફટકડી નું તેલ બનાવવા માટે ફટકડી, આમળાનું તેલ, વિટામિન ઈ કેપ્સુલ, ગુલાબજળ લો. જો સૌપ્રથમ ફટકડીને ઝીણી પીસીને પાવડર બનાવો. ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ગુલાબ જળ મિક્સ કરો અને પછી તો થોડું તેલ નાખી તેને બરાબર મિક્સ કરો ત્યારબાદ વિટામિન ઈ કેપ્સુલ મેળવો આ તેલને વાળના મૂળમાં લગાવો ત્યારબાદ પાંચથી દસ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને 30 મિનિટ સુધી આ તેલને માથામાં રહેવા દેવું. ત્યાર બાદ શેમ્પુ કરવાથી પણ સફેદ વાળ કાળા કરતા હોય તેવો દેખાશે.