ગામડામાં ફરવા જવાનું થાય ત્યારે સીમ વગડા આસપાસ આંટો મારીને વનસ્પતિઓનું ધ્યાનથી નિરિક્ષણ કરશો તો કદાચ તમને હાથના આકારના થોર ઉપર લાલચટક રંગનું ફળ જોવા મળશે. જે ફળ ગામડામાં થોરની ફીંડલા તરીકે ઓળખાય છે. તો અમૂક એ ફળને હાથલીયો થોર કહેતાં હોય છે. ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમકે એ થોર હાથ આકારનાં દેખાય છે. ગામડામાં કોઇ એની સામે જોતું નથી પણ એનાં આયુર્વેદિક ગુણો અપરંપાર છે.
હિમોગ્લોબિનની ઉણપથી એનીમિયા જેવી સમસ્યા થાય છે. એનીમિયા એટલે લોહીની ઉણપથી થતી બીમારી , ગર્ભવતી મહિલાઓ માટે ખુબજ ખતરનાક બને છે હિમોગ્લોબિનની ઉણપથી બાળકના સ્વાધ્ય પર ગંભીર અસર કરે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં નથી રાખતુ શરીરમાં હિમોગ્લોબિનની માત્રા ઓછી થવાથી સર્ક્યુલેશન સારી રીતે થઇ શકતું નથી . જેના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે .
ડાયાબિટીસ અને હૃદયના રોગોમાં ઉપયોગી :
ફળના રસના ડાઈયુરેટિક ગુણધર્મને કારણે તે સુગર, ફેટ અને સ્ટાર્ચને લોહીમાં ભળતું અટકાવી, ધમનીની દીવાલોમાં જામતું અટકાવેછે. લિવર અને પેન્ક્રીયાસના ફંકશનમાં મદદરૂપ થાય છે. ફળનું મેલિએટ ઓફ મેગેનઝિ ખોરાકમાં લેવાતા લોહતત્વનું હિમોગ્લોબિનમાં રૂપાંતર કરે છે. પેટિકન નામનું તત્વ કોલસ્ટ્રોલના લેવલને જાળવે છે. ફાયબરસ પેકિટન ડાયાબિટીશના દર્દીની ઈન્સ્યૂલીનની જરૂરિયાત ઘટાડે છે.
લોહીમાં સુગરનું પ્રમાણ વધતું અટકાવવામાં અને સુગર લેવલને કંટ્રોલ રાખવાનું કામ પણ આ ફળ કરે છે. લોહી ની ઉણપ દૂર કરી લોહીનું શુદ્ધિકરણ કરે છે. લોહીમાં સુગરનું પ્રમાણ વધતું અટકાવવામાં અને સુગર લેવલને કંટ્રોલ રાખવાનું કામ પણ આ ફળ કરે છે, લોહીમાં ગ્લુકોસનું પ્રમાણ વધવાથી ઘણી તકલીફો શરુ થઈ જાય છે ત્યારે ફિંડલા ફળમાં રહેલા તત્વો ટાઈપ-II ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
થેલેસેમિયા :
થેલેસેમિયાના દર્દીઓ માટે આ ફળનું જયુસ આશીર્વાદરૂપ સાબિત થાય છે. પેટિકન નામનું તત્વ કોલસ્ટ્રોલના લેવલને જાળવે છે. આ ઉપરાંત તે શરીરમાં વ્હાઈટ બ્લડ સેલની પણ માત્રા વધારે છે જેને કારણે તમારી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત બને છે.
વજન ઉતારવા માટે :
આખી દુનિયામાં વજન વધવાના કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છે, આજની લાઈફ સ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે અઢળક પ્રયાસ કરવા છતાં વજન વધતું રહે છે જો તમે વજન ઉતારવા માટેના પ્રયાસો કરી રહ્યા હોવ તો આ હેલ્ધી ફળ ઉપયોગી સાબિત થશે. ભૂખ ના હોય છતાં વારંવાર કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય તો ફિંડલા વધારે ફાયદો કરાવશે. કારણ કે તેમાં રહેલા ફાઈબર તમારી ભૂખને ઓછી કરશે.
કેન્સર સેલ્સ સામે લડશે :
ફિંડલામાં રહેલું ફ્લેવોનોઈડ નામનું તત્વ બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, પેટ, પેનક્રિયા, ઓવરિન, સર્વિકલ અને ફેફસાના કેન્સરના જોખમને ઘટાડે છે. ઉંદર પર કરાયેલા રિસર્ચમાં પણ આ વાત સામે આવી છે. આ સિવાય શરીરમાં રહેલા રહેલા ઝેરી તત્વો સામે પણ ફિંડલામાં રહેલા તત્વો લડવાનું કામ કરે છે. ફિંડલામાં રહેલ ફાઈટોકેમિકલ્સ કેન્સરને વધતું અટકાવે છે.
પેટના ચાંદા માં મદદરૂપ :
બપોરે અને રાત્રે 50 – 50 એમએલ એક ગ્લાસ પાણીમાં આમળા,એપલ સાઇડર, સંચર, લીંબુ, ચાટ મસાલો વગેરે સાથે મિક્સ કરી શરબત તરીકે પી શકાય. આ શરબત રોજિંદા ઉપયોગમાં પણ લઇ શકાય અને કોઈપણ સાઈડ ઈફેક્ટ થતી નથી, માત્ર ફાયદો ને ફાયદો જ છે. ફિંડલામાં રહેલ ફાઈટોકેમિકલ્સ કેન્સરને વધતું અટકાવે છે.
ફિંડલામાં રહેલા તત્વો માનસિક તાણને ઓછી કરવાની સાથે પેટના રોગોમાં પણ ફાયદારુપ છે. પેટમાં ચાંદા પડતા હોય અને લાંબા સમયથી દવાઓ કર્યા પછી ફરી ઉથલો મારતો હોય તો ફિંડલાથી જરુર રાહત મળશે. જેમને વારંવાર પેટમાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તેમના માટે ફિંડલાનો રસ ઘણો જ ફાયદારુપ સાબિત થાય છે.
ડિપ્રેશન :
હિમોગ્લોબિનના ઘટવાથી વ્યકિત ડિપ્રેશનનો શિકાર બને છે. શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને કારણે નર્વસ સિસ્ટમ નબળી પડવા લાગે છે . શરીરને મોટું નુકસાન કરે છે. શરીરમાં દર્દ અને સોજો આવવો એક સામાન્ય લક્ષણ છે. શરીર પર તેની ગંભીર અસર પડે છે. હિમોગ્લોબિનના સ્તરને જાળવી રાખે છે.
લિવર :
ડાયાબિટિસ, કેન્સર, વજન ઉતારવાની સાથે-સાથે લિવર માટે પણ ફિંડલાનો રસ ઘણો ફાયદાકારક છે. લિવર શરીરનું મહત્વનું ઓર્ગન છે. પિત્તાશયમાં તકલીફ હોય તો ઝાડો-પેશાબથી લઈને અનેક બીમારીઓ થતી હોય છે. પિતાશય લોહીને ગંઠીત કરવા માટેનું પ્રોટિન પણ તૈયાર કરે છે. માટે ફિંડલાનો રસ, જામ કે જેલી ખાવાથી પિત્તાસયની તકલીફો દૂર રહે છે.
ચયાપચનની પ્રક્રિયામાં સુધારો :
ફિંડલામાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે જેમકે, ફ્લેવોનોઈડ્સ, ક્યુર્સેટિન્સ, ગેલિક એસિડ, ફેનોલિક તત્વ વગેરે. આ એન્ટિઓક્સિડેન્ટ્સના કારણે યકૃત એટલે કે પિત્તાશયને રાહત મળે છે. આ બધાની સાથે પાચનશક્તિ સારી બનશે અને તમે સ્વસ્થ રહેશો.
દાંત, હાડકા મતબૂત થશે :
આપણા શરીરને વિવિધ ખોરાકમાંથી પોષક તત્વો તો મળી જતા હોય છે પણ શરીરને જરુરી કેલ્સિયમનો અભાવ રહે છે જેના કારણે દાંત અને હાડકાની તકલીફો થાય છે. તાજા ફિંડલાના ફળમાં 83 મિલિગ્રામ કેલ્સિયમ હોય છે. આ કેલ્યશીમ તમારા હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. નાગફણીમાં કેલ્શિયમનું પ્રમાણ પુષ્કળ હોય છે. જો સોજો છે, સાંધામાં દુઃખાવો છે કે ઈજાને કારણે તમને ચાલવામાં તકલીફ પડી રહી છે, તો તમે પાંદડાને વચ્ચેથી કાપીને ગરબ વાળા ભાગ ઉપર હળદર અને સરસીયાનું તેલ લગાવીને ગરમ કરીને બાંધી લો. તમારો સોજો માત્ર 2-3 કલાકમાં દુર થઇ જશો.
શરીરને રાખે સ્વસ્થ :
કેક્ટરનું ફિંડલા નામનું ફળ શરીરને હૃષ્ટપૃષ્ટ રાખે છે, અને તમે જાણ્યું તે પ્રમાણે કેટલાક જરુરી તત્વો પણ પૂરા પાડે છે. ફિંડલાનો ઉપયોગ કરતા પહેલા તે તમારા શરીર માટે કઈ રીતે વધારે ફાયદારુપ બની શકે છે તે માટે આયુર્વેદના જાણકાર વ્યક્તિ પાસે માહિતી લેવાથી તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે.
આવી વ્યક્તિઓએ ફીંડલાનો સેવનથી દૂર રહેવું જોઈએ :
જે લોકોને ફીંડલા માફક ન આવતાં હોય તેઓને ફીડલા મોઢામાં મૂકતાં ઉલટી થઈ શકે છે. ઉપરાંત એનું સેવન કરવાથી પેટમાં દર્દ થાય છે.
તાજા થોરને અડૂકતાં ચામડીમાં ખંજવાળ આવે છે.
પ્રેગ્નન્સી દરમિયાન પણ ફીંડલાનો ઉપયોગ કરવો નહીં.