કુદરતની એક અમૂલ્ય ભેટ – હાથલા થોર નું લાલ ફળ જેને ફીંડલા તરીકે ઓળખવામાં આવે છે. ફીંડલા, મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેનિયમ, ફોલિક એસિડ અને વિટામીન ‘સી ‘, ‘બી6’, ‘એ’ થી ભરપૂર છે.
લોહી ની ઉણપ દૂર કરી લોહીનું શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબીન વધારે જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેથી આપ બીમાર ન પડો. લીવરની તકલીફ માટે અતિ ઉપયોગી. દમ અસ્થમા ની તકલીફ દૂર કરે.
શારીરિક નબળાઈ દૂર કરે. મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ ઘટાડે. પાચન તંત્ર સુદ્રઢ બનાવે. ચામડી ના રોગ માટે ઉપયોગી.,સાંધાનો ઘસારો દૂર કરે. એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મદદ કરે. હાડકા મજબૂત કરે.
બપોરે અને રાત્રે 50 – 50 મિલી એક ગ્લાસ પાણીમાં આમળા/એપલ સાઇડર, સંચર, લીંબુ, ચાટ મસાલો વગેરે સાથે મિક્સ કરી શરબત તરીકે પી શકાય. આ શરબત રોજિંદા ઉપયોગમાં પણ લઇ શકાય અને કોઈપણ સાઈડ ઈફેક્ટ થતી નથી, માત્ર ફાયદો ને ફાયદો જ છે.
ફીડલા ફૂડ પાવડર ફીડલા એ લાલ રક્ત છે જે માનવ શરીરમાં જાય છે અને લોહી ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. તે પુષ્કળ ફાઇબર અને વિટામિનમાં જોવા મળે છે.
ફિંડલા એ એક ખાદ્ય થોર છે જે રેતાળ કે થોડાક રેતાળ પ્રદેશમાં ઉગે છે. તે કેકટાસીઓ કે કેકટસ મૂળનું છે તે નોપલ, હાથલા, બોરા, ગોલા કે ફિંડલાના નામથી પણ ઓળખાય છે.
છોડને પાન અને ડાળીઓ હોય છે જે તીક્ષ્ણ હોય છે, જ્યારે તેના રંગીન ફૂલો ફળમાં પરિણમે છે. સમગ્ર છોડ પાન, ફૂલ, ફળ, શાખાઓ અને મૂળ દરેક ખાદ્ય છે. મેક્સિકો અને લેટિન દેશોમાં તથા આફ્રિકાના કેટલા પ્રદેશોમાં ફિંડલા એક મહત્વનો રોકડિયો પાક છે.
ફિડલા કે ગોલામાં વાયરલની સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ, દુખાવા મટાડવા માટેના રસાયણો તેમજ ધમની કે શિરામાં રક્ત જામી જવાની પ્રક્રિયાની સામે રક્ષણ આપવાની પ્રચુર શક્તિ સમન્વિત છે.
તેમાં ખૂબ પ્રમાણમાં રેસા, ખૂબ જ એન્ટિઑક્સિડન્ટ, લિનોલેઈક એસિડ ( એક પ્રકારનો ફેટી એસિડ ) છે અને તેમાં કેલ્શિય, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવાં ખનિજ તત્ત્વો ધી ઈન્ટરનેશનલ જરનલ ઓફ ફૂડ, સાયન્સ એન્ડ ન્યુટ્રીશન નામના મેગેઝિનમાં છપાયા પ્રમાણે મળી આવે છે.
ફિંડલા ટાઈપ 2 ડાયાબીટીસ, સ્થુળતા, કોલેસ્ટ્રોલ, કોલાઈટીસ, ઝાડા અને પ્રોસ્ટેટ ગ્રંથિમાં સોજો વગેરેમાં સ્વાસ્થ્યવર્ધક છે. તેની છાલ ઉતારી તેને ખાઈ શકાય. ફિંડલામાં નાના કડક ઠિલીયા હોય તેને ખાઈ શકો તો ખાઈ શકાય પરંતું જો ન ખાવા હોય તો કાઢી સૂકવી અને વાવી શકાય જે એકાદ વર્ષમાં ફિંડલા આપશે.
ફિંડલામાં ચામડીને સુધારી શકે તેવાં વિટામીન ઈ અને કે હોય છે. તેનાથી માલીશ કરવાથી ત્વચા નીખરે છે.ફિંડલાના રેસા ચયાપચયની પ્રક્રિયા સુધારી કબજિયાતમાં રાહત આપે છે. જમ્યા પછી પીવાથી કબજિયાત મટે છે.
ફિંદલા માં ત્વચામાં પાણીને સંઘરી શકે અને તેની આળપંપાળ કરી શકે તેવા ઘટકતત્ત્વો છે. જેને કારણે ચામડી પર કરચલી અને ડાઘ પડતા નથી આ ઘટકોને કારણે ફિંડલાને એન્ટી એજિંગ પણ કહેવાય છે.
ફિંડલામાં એન્ટી-ઈન્ફેલમેટરી ઘટકો હોવાને કારણે. દારૂના નશાની નકારાત્મક અસરો કદાચ ઓછી કરી શકે છે. સંશોધનો હજી એટલાં નથી થયાં કે તેને સંપૂર્ણ આહારની શ્રેણીમાં મૂકી શકાય પરંતું તેને સારા ખોરાકની હરોળમાં મૂકી જ શકાય. તે રેસાયુક્ત, એન્ટીઑક્સિડન્ટયુકત અને કેરોટિન ધરાવે છે
આ ફળમાં સંતૃત્પ ચરબી અને કોલેસ્ટ્રોલ ઓછું છે. રેબિફ્લોવિન, વિટામિન બી 6, લોહતત્ત્વ, તાંબું અને ખૂબ પ્રચુર માત્રામાં રેસા, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ, મેગ્નેસિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ છે.
જ્યારે ફિંડલાના પોષણ વિશે વાત કરીએ છીએ ત્યારે તેમાં મેગ્નેશિયમ, એમિનો એસિડ, એન્ટીઑક્સિડન્ટસ, વિટામિન સી અને બી, બીટા કેરોટીન, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ અને બીજા ઘણાં બધા પોષકતત્ત્વો સમાવિષ્ટ છે.
ફિંડલાના બિયાનું તેલ – ભેજયુકત, સુંવાળપ રાખે તે ફિંડલાના બિયામાંથી બનાવવામાં આવે છે. તે પ્રસાધનની દુનિયામાં ઝડપથી ફેલાવો પામી રહ્યું છે. તેના ઘણાં કારણો છે તેમાં તે ખૂબ હળવું છે, રક્ષણાત્મક છે, રોગપ્રતિકારક છે. આ તેલ દાઝેલા અને માંદગીમાં સૈકાઓથી વપરાય છે.
એક કપ આ ફળ રોજના ખોરાકમાં લેવામાં આવે તો વિટામિન અને ખનિજ તત્ત્વોની શારિરીક જરૂરીયાત સંપૂર્ણપણે પૂરી કરી શકાય છે. ફિંડલાના બીનું તેલ મોઈસ્ચરાઈઝર, સુંવાળા વાળ, વાળની ક્ષતિ દૂર કરે છે, રોગો દૂર કરે છે, ખરતા અટકાવે છે, આ તેલ સૈકાઓથી માંદગીમાં અને દાઝ્યા પર લગાડવામાં આવે છે.
ફીંડલા સળંગ લાંબો ટાઈમ લેવાથી આંતરડાના કેન્સર થવાની શક્યતાઓ ઘટાડી શકાય છે.ફીંડલામાં રહેલા રેસા લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને રક્ત દબાવને કાબૂમાં રાખે છે.ફીંડલા માં રહેલ જૈવિક રસાયણોનો લોહીની પ્લેટલેટ માં રહેલી બીમારીઓને દૂર રાખે છે જેથી હ્રદય ની બીમારીઓ થતી નથી.
ફીંડલા શરીરની દરેક પ્રકારની ચરબી ઓછી કરી શકે છે, કોલેસ્ટ્રોલ ઓછું કરી શકે છે, શર્કરા ઓછું કરી શકે છે, અને રક્તચાપ ઓછો કરી શકે છે, આ બધી જ તકલીફો હૃદય ની કાર્યક્ષમતા પર અસર કરી શકે છે.
સતત મગજમાં રાખવું જોઈએ કે આમાં જે કેલ્શિયમ છે તે જૈવિક કેલ્શિયમ નથી તે ઓક્સાલેટ છે તેથી તે શરીરમાં કેલ્શિયમને સોસાવા દેતું નથી. તેથી જે વ્યક્તિઓને એક પણ વખત કિડનમાં પથરી થઈ હોય તેમણે આ ફળ ઓછા પ્રમાણમાં ખાવું જોઈએ.