ફણગાવેલા અનાજ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફણગાવેલા અનાજ પોષક તત્વોથી ભરેલા હોય છે, તેથી આપણે તેનો સવારના નાસ્તામાં નિયમિતપણે વપરાશ કરવો જોઇએ. જો તમે હજી પણ ફણગાવેલા અનાજના ફાયદાથી અજાણ છો.
તો ચાલો તમને જણાવીએ કે ફણગાવેલા અનાજથી કયા ફાયદા થાય છે. ફણગાવેલા અનાજનું સેવન કરવાથી પાચનની સમસ્યાઓ દૂર થશે. ફણગાવેલા અનાજ માં ફાઇબર ભરપૂર હોય છે, જે પાચક શક્તિને ખૂબ મજબૂત બનાવે છે.
ફણગાવેલા અનાજ પોષક તત્વોથી ભરપુર હોય છે. વિટામિન બી, સી, ઇ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝીંક જેવા પોષક તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેમા રહેલા એન્ટીઑકિસડન્ટો રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે. તે જ સમયે, આયર્ન લોહીની ખોટ ઘટાડે છે.
ફણગાવેલા અનાજમાં પ્રોટીન પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે આપણા શરીરને મજબૂત રાખે છે અને આપણા શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે. ફણગાવેલા કઠોળને અમૃતઆહાર કહેવામાં આવે છે તે શરીરને નિરોગી બનાવી તમામ બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે.
અનાજના અંકુરો અનાજને પચવામાં હલકા બનાવે છે. આવા અનાજોમાં પ્રોટીન, સ્ટાર્ચ, ચરબી વગેરેને તોડીને સુપાચ્ય બનાવનારા એન્ઝાઈમ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. અનાજ જ્યારે સૂકું હોય ત્યારે તેમાં વિટામિનની હાજરી હોતી નથી. પરંતુ તે અંકુરિત થાય ત્યારે તેમાં વિટામિન ‘સી’, ‘ઈ’ અને ‘એ’નું પ્રમાણ વધે છે.
ફણગાવેલા અનાજમાં વિટામિન ‘કે’ નો પણ વધારો થાય છે. આ વિટામિન રક્ત અને લીવરના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. ફણગાવેલા કઠોળ શરીરમાંથી થાક, પ્રદૂષણ અને બહારનું ખાવાથી પેદા થતા એસિડને દૂર કરે છે સાથે જ શરીરને ઊર્જા પણ આપે છે.
ફણગાવેલા અનાજ રેસાયુક્ત અને સેલ્યુલોઝયુક્ત હોવાને કારણે પચેલો ખોરાક ઝડપથી આગળ વધીને સહેલાઈથી મળરૂપે બહાર નીકળી જાય છે. આથી કબજિયાત અને હરસની તકલીફ થતી નથી. આ રેસા પેટમાંની દીવાલ અને પિત્ત વચ્ચે આવરણ રચીને પેપ્ટીક-અલ્સરના જોખમથી બચાવે છે. રેસાયુક્ત ખોરાક રક્તમાંના કોલસ્ટરોલને ઘટાડીને કાર્ડીયો-વાસ્કયુલર રોગો સામે રક્ષણ આપે છે.
ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની કાર્ય ક્ષમતા વધારવા માટે વિટામિન ઈ એક આવશ્યક પોષક તત્વ છે. આટલું જ નહીં પરંતુ આવા ઘઉંનું સેવન કરવાથી ત્વચા અને વાળ પણ ચમકદાર બને છે. કિડની, ગ્રંથીઓ, તંત્રિકા તંત્રની નવી અને મજબૂત કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે. ફણગાવેલા ઘઉંમાં રહેલા તત્વ શરીરમાંથી વધારાની ચરબીનું પણ નાશ કરે છે.
ફણગાવેલા અનાજને કાયાકલ્પ કરનારા અમૃતઆહાર કહેવામાં આવે છે, આ શરીરને સુંદર તથા સ્વાસ્થ્ય બનાવે છે. ઉપરાંત અંકુરિત અનાજ થયેલા ખોરાકની શર્કરાને શોષવામાં શરીરને મદદ કરે છે. ફણગાવેલા અનાજનું સેવન એ સસ્તામાં સસ્તો અને શ્રેષ્ઠ રેસાયુક્ત ખોરાક મેળવવાનો રસ્તો છે.
અંકુરિત અનાજ સાથે કાચા શાકભાજી અને ફળોને ભેગા કરીને તેમાં મધ કે ગોળ નાંખીને ખાવાથી તેની પોષણ-ક્ષમતા અનેકગણી વધી જાય છે. તાવ, કેન્સર અને મજ્જાતંત્રના રોગો માંથી સાજા થવામાં મદદ મળે છે. ફણગાવેલા અનાજ લીવર, ફેફસાં અને બરોળને મજબૂત બનાવે છે.
ફણગાવેલા અનાજમાં રહેલા વિટામિન અને પ્રોટીન હોય છે તે શરીરને ફીટ રાખે છે અને કેલ્શિયમ હાડકાંને મજબૂત કરે છે. ફણગાવેલા અનાજમાં ખૂબ ઓછી કેલરી હોય છે, જે જાડા લોકો માટે ફાયદાકારક છે. ફણગાવેલા અનાજ, તેમના વધતા વજનની ચિંતા કરનારાઓ માટે એક સારો વિકલ્પ છે.
ફણગાવેલા અનાજના ઉપયોગના બે જ સપ્તાહમાં તંદુરસ્તી, સ્ફૂર્તિમાં વધારો થાય છે. ત્વચામાં સુધારો થાય છે. વિચારશીલતા વધે છે અને ઉત્સાહમાં વધારો થાય છે. સવારનો સમય એ ફણગાવેલા અનાજ ખાવાનો શ્રેષ્ઠ સમય છે. વિવિધ અનાજોને અંકુરિત કરીને ખાવાથી વધુ લાભ મળે છે. તેમને કચુંબર સાથે મેળવીને ખાવાથી વધુ પોષણ મળે છે.
દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.
ફણગાવેલા ઘઉંમાં રહેલા ફાઈબરને કારણે તેના નિયમિત સેવનથી પાચનક્રિયા મજબૂત થાય છે. જેથી જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ રહેતી હોય તેવા લોકો માટે ફણગાવેલા ઘઉંનું સેવન ફાયદાકારક રહે છે. ફણગાવેલા અનાજ માં ભરપૂર માત્રામાં વિટામિન અને પ્રોટીન હોય છે. આ સિવાય કેલ્શિયમ પણ પ્રચુર માત્રામાં હોય છે જે હાડકાંઓને મજબૂત બનાવે છે.
ફણગાવેલા અનાજ માં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન એ, બી, સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય કેલ્શિયમ, ફાસ્ફોરસ, મેગ્નેશિયમ, આયરન અને ઝિંક પણ હોય છે. રેશાથી ભરપૂર ફણગાવેલા અનાજ પાચન ક્રિયાને વધુ કાર્યરત બનાવે છે.
ફણગાવેલા અનાજ શરીરમાં મેટાબોલિઝમનું સ્તર વધારે છે. આ શરીરમાં બનનારા ઝેરી પદાર્થોને દૂર કરી લોહીને શુદ્ધ કરે છે. ફણગાવેલા ઘઉંના દાણાને ચાવીને ખાવાથી શરીરની કોશિકાઓ શુદ્ધ થાય છે અને નવી કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે.