ગળામાં ખારાશ અને અન્ય સમસ્યાઓનો સંબંધ શરીર માં શ્વસનતંત્રમાં કોઈ ગરબડ સાથે હોય છે. જ્યારે ગળાના આંતરિક ભાગમાં ઈન્ફેક્શન થઈ જાય છે. ત્યારે ગળામાં સોજો, ખાંસી અને ખારાશ થવા લાગે છે. જેના કારણે શરદી અને ખાંસી પણ થઈ જાય છે.
આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક ગળેથી નીચે ઉતારતાં દુખાવો વધી જાય એ લક્ષણો બહુ સામાન્ય છે. અને કોઈ પણને થઈ શકે છે, પરંતુ એની પાછળ સામાન્ય ઇન્ફેક્શનથી લઈને ટીબી સુધીનાં કારણો જવાબદાર હોઈ શકે છે.
કાળા મરી શરદી અને તાવ માટે ખૂબ જ ગુણકારી હોય છે. છ કાળા મરી ઝીણા વાટીને તેને એક ગ્લાસ ગરમ પાણીમાં છ પતાસા સાથે મિક્સ કરી થોડા દિવસ સતત રોજ રાત્રે કોગળા કરવાથી ખાંસી-શરદી તેમજ ગળાનો દુખાવો દૂર થઈ જાય છે.
ગળાની બળતરાથી છુટકારો મેળવવા માટે તમાલપત્રને પાણીમાં ઉકાળીને કોગળા કરવા જોઈએ. આ સિવાય ડુંગળીને વાટીને સંચળ અને જીરુ મિક્સ કરી ખાવુ જોઈએ. આવુ કરવાથી ગળાની બળતરા સારી થઈ જાય છે. આખા ધાણા સૂકા ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. અને ગળાના સોજામાં પણ રાહત થાય છે. ભોજન પછી વરિયાળી ખાવાથી મોઢાનો સ્વાદ બન્યો રહે છે.ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ ભેળવીને જીભ ઉપર ચોપડવાથી ગળાના દુખાવામાં રાહત મળશે. લવિંગને જરા શેકી મોમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે. ડુંગળીના કચુમ્બરમાં જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે. અને કફની ખરેટી બાજતી નથી. ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.ગરમ પાણીમાં નમક-હળદર નાખી ગરમ પાણીના કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે.
પાણીમાં જાયફળ ઉકાળી કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે. આદુંમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ગળાનાં ઇન્ફેક્શન અને દુખાવામાં આરામ આપે છે. એક કપ પાણીમાં આદું નાખી ઉકાળો. ત્યાર બાદ તે પાણી બેથી ત્રણ વાર પીવો. આમ કરવાથી ગળાના ખરાશમાં ઘણી રાહત મળશે.
લસણ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. ગળાની ખરાશ દૂર કરવા મોંમાં બંને તરફ લસણની એક કળી રાખીને ધીમે ધીમે ફેરવો. જેમ જેમ લસણનો રસ ગળામાં જશે તેમ તેમ ખરાશમાં આરામ મળી રહેશે. જ્યારે ગળું ખરાબ હોય તો શ્લેષમા ઝિલ્લીની કોશિકાઓમાં સોજો આવે છે. મીઠું આ સોજાને ઓછો કરે છે, જેનાથી રાહત મળે છે. આ સિવાય લવિંગ, તુલસી, આદું અને મરીથી બનેલી ચા પણ ફાયદાકારક છે.
તજ ગળાનો દુખાવો તો ઠીક કરે છે. તજવાળું દૂધ બનાવવા માટે એક પેનમાં દૂધ ગરમ કરો, તેમાં તજના લાકડાનો એક નાનકડો ટુકડો નાખો અને ગેસ બંધ કરી દો. ત્યાર બાદ તેમાં મધ મિશ્રિત કરી ગાળી લો. ગળાની ખરાશ અને દુખાવામાં આરામ મળશે.
જ્યારે ગળામાં તકલીફ હોય તો વધુ મસાલેદાર ભોજન ન કરવું જોઈએ. ગળામાં ખરાશ નિયંત્રિત કરવા માટે ઠંડા પાણી અને આઇસ્ક્રીમથી દૂર રહેવું. લીંબું પણ ગળાની ખરાશથી છુટકારો અપાવી શકે છે. લીંબુંની સ્લાઇસ પર મીઠું અને મરીનો ભૂકો છાંટો અને ત્યાર બાદ ધીમે ધીમે લીબું ચાટવું. ગરમ પાણીની સાથે લીંબુંના રસના મિશ્રણથી કોગળા પણ કરી શકો છો.
મધના જીવાણુરોધી ગુણ ગળાની ખરાશ ઠીક કરી શકે છે. નવસેકા પાણીમાં એક કે બે મોટી ચમચી મધ મિશ્ર કરો અને તેને દિવસમાં ત્રણથી ચાર વાર પીવો. જો ગળામાં ખરાશ દૂર થાય તો સૂતા પહેલાં એક ચમચી મધ લો. શરદી, તાવ અને ગળાના દુખાવામાં હળદરનું દૂધ ખૂબ ફાયદાકારક છે. તેના એન્ટી ઈનફ્લેમેટરી ગુણો ગળામાં દુખાવાથી રાહત આપે છે.
ગળાના દુઃખાવાનો આ સૌથી સામાન્ય ઉપાય છે. મીઠાના ઉકાળેલા પાણીથી કોગળા કરવાથી ગળાના દુખાવા અને ગળામાં સુકાપણાથી રાહત મળે છે. મીઠાનું પાણીથી ગળામાં રહેલ ફ્લુઈડ્સને શોષીને કાઢે છે અને ગળાના દુખાવામાં રાહત આપે છે. મીઠાને બદલે પાણીમાં થોડો બેકિંગ સોડા ઉમેરીને પણ કોગળા કરી શકો છો. બેકિંગ સોડા ઈન્ફેક્શનને દૂર કરવામાં પણ મદદ કરે છે.
લીલા શાકભાજી તેના ગુણો માટે જાણીતા છે. મેથીમાં એન્ટિ-માઇક્રોબાયલ પ્રોપર્ટી હોય છે જેથી તે ગળાને આરામ આપે છે. તે ગળાનો દુખાવો, સોજો અને બળતરાથી પણ રાહત આપે છે.