સ્વસ્થ અને મજબૂત ફેફસાં શરીરની સારી કામગીરી માટે અને શ્વાસ લેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફેફસામાં કોઈપણ પ્રકારની સમસ્યા મુશ્કેલીમાં મૂકી શકે છે.ઘણીવાર એવું જોવા મળે છે કે શરદી જેવા ચેપની પકડને કારણે ફેફસામાં કફ જમા થવા લાગે છે.
છાતીમાં વધુ પડતો કફ વાયુમાર્ગને અવરોધિત કરી શકે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કફમાં વધારો થવાથી ન્યુમોનિયા જેવા ચેપ પણ થઈ શકે છે. શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસને કારણે ફેફસામાં કફ બનવાની સમસ્યા વધી જાય છે. કફને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. આ ઉપરાંત, છાતીમાં કફ જમા થવાને કારણે ગળામાં દુખાવો, છાતીમાં ભારેપણું, કફ ઉત્પન્ન કરતી ઉધરસ અને શ્વસન ચેપ જેવા લક્ષણો પણ અનુભવી શકે છે.
જો કફની સારવાર કરવામાં ન આવે તો તે અન્ય ઘણી ગૂંચવણો તરફ દોરી શકે છે. આ ઘરગથ્થુ ઉપાયોથી છાતીમાં જામેલા કફથી છુટકારો મેળવી શકો છો. કફની સમસ્યા માટે એક ડુંગળી લઈને તેને છોલીને પીસી લેવી. હવે તેમાં એક લીંબૂનો રસ મિક્ષ કરવો. હવે એક કપ પાણીમાં આ મિશ્રણ નાખીને બે-ત્રણ મિનિટ સુધી તેને ગરમ કરવું. આંચ પર થી ઉતારી તેમાં એક ચમચી મધ નાખવું. હવે આ મિશ્રણને દિવસમાં ત્રણવાર પીવું, નિયમિત પીવાથી ગળફા અને કફ જામવાની સમસ્યા તરત દૂર થશે.
આદુ અને મધ બન્નેને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. આ બન્ને વસ્તુઓનું સેવન અનેક બીમારીઓનો સામનો કરી શકે છે. આના સેવનથી શરદીમાં ઉધરસમાં ફાયદો થાય છે અને શ્વસન પ્રક્રિયા યોગ્ય રહે છે. 100 ગ્રામ આદુને પીસી, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો. છાતી અને ગળામાં જામેલો કફ તરત જ છૂટો પડી જશે.
થોડી કાચી હળદરનો રસ લો અને તેના થોડા ટીપાં ગળામાં નાખો, પછી તેને થોડીવાર માટે ગાળામાં રાખો. હળદરના રસને હુંફાળા પાણીમાં ભેળવીને પણ કોગળા કરી શકો છો. હળદરમાં કર્ક્યુમિન નામનું સક્રિય સંયોજન હોય છે, જે લાળને ઓગળવામાં મદદ કરે છે. તેના એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણો ખાંસી અને શરદીમાં રાહત મળે છે.
છાતીમાં જામી ગયેલી ઉધરસને દૂર કરવા માટે દિવસમાં ઓછામાં ઓછા 2 કે 3 કપ આદુની ચા પીવી જોઈએ.ચાની ગરમી શ્વસન માર્ગોને સાફ કરીને છાતીના કફને દૂર કરે છે. આદુમાં ઘણા એન્ટિમાઇક્રોબાયલ અને કફનાશક ગુણધર્મો છે.