ભારે મેંદનો અને એસીડીક ખોરાક તેમજ બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટાકાને કારણે મોટાભાગના ઘરમાં ગેસથી પરેશાન લોકો જોવા મળે છે. ગેસની તકલીફ બહુ જ ખરાબ હોય છે અને તે અનેક રોગોને નિમંત્રણ આપે છે. તેના કારણે અપચો થાય છે જે નસમાં ગેસ ભરાય તે શરીરનો ભાગ દુખવા લાગે છે જેમકે માથુ દુઃખવું અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુઃખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી.
કબજિયાત રહેતી હોય તેમને ગેસની ફરિયાદ વધુ રહે છે, જો પેટમાં ગેસ વધુ સમય સુધી રહે છે તો આફરા જેવું લાગે છે,પેટમાં ભારેપણું, અલ્સર અને બવાસીર જેવી અનેક પ્રકારની તકલીફો થાય છે. ગૈસ્ટ્રિક તકલીફ માટે મોંઘી દવાઓનો સહારો લેવાથી ઘણી વખત સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે.
વધુ પડતા ખાટા કે મસાલેદાર ખોરાક ખાવા કે પછી મોડી રાત સુધી જાગતા રહેવું, ક્યારેક ઓછું પાણી પીવું અથવા લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, વગેરે કારણોને લીધે ગેસ બને છે, આ સિવાય પણ કઠોળ અને શાકભાજી પણ છે જેને ખાવાથી ગેસ બને છે. ગેસનો દુખાવો ખૂબ જ અસહ્ય થઇ જાય છે અને તે બહાર ન નીકળવાને કારણે આખા પેટમાં ફરતો રહે છે. જેના કારણે તમારા કામમાં મુશ્કેલી આવી શકે છે. તેના લીધે પેટ, પીઠ, છાતી અને માથામાં દુખાવો થાય છે. ગેસથી તાત્કાલિક માત્ર 5 મિનિટમાં રાહત મેળવવા માટે આજે અમે દેશી ઈલાજ લઈને આવ્યા છીએ.
અજમો તવી પર ગરમ કરી, સમભાગે સીંધવ સાથે પીસી ૩ ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી વાયુ તરત જ દૂર થાય છે. આ સિવાય આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી ગમેતેવું ભોજન જમ્યા હોય તો પણ ગેસનો પ્રોબ્લેમ થાશે નહિ.
આ સિવાય જે લોકોને વધુ ગેસ થતો હોય અને બેઠાડું જીવન હોય તેમણે હળવી કસરત કરવાનું રાખવું અથવા તો દરરોજ થોડું ચાલવું. એક સાવ સામાન્ય અને સસ્તો રસ્તો છે એક ચપટી અજમાને જમ્યા બાદ ખૂબ ચાવીને ખાઈ લેવા જેથી જમેલું બરાબર પછી જશે અને ગેસ થાશે નહિ. ગેસથી માથું દુખતું હોય તો 6-7 દાણા મરીને પાણી સાથે ગળીને 5 મિનિટ ચાલવું તરત જ 5 મિનિટમાં માથાનો દુખાવો મટી જશે. આ ઈલાજ 100% અસરકારક છે હજારો લોકોએ આ ફોલો કરી ગેસ અને માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવ્યો છે.
આ ઉપરાંત, ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે. તે પુષ્ટી આપનાર, તૃપ્તિ કરનાર અને પચવામાં ભારે છે. જે લોકોને વધારે ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય તેમણે ઘીમાં શેકેલી હીંગ, સૂંઠ, મરી, પીપર, સીંધવ, અજમો, જીરૂં અને શાહજીરૂં એ આઠ ચીજો સરખે ભાગે લઈ, ચૂર્ણ બનાવી મજબુત બુચવાળી શીશીમાં ભરી રાખવું. આ ચૂર્ણને હીંગાષ્ટક ચૂર્ણ કહે છે. એ વાયુ દૂર કરે છે. એ અનેક રોગોની એક રામબાણ દવા છે. જેમ કે ૧ ગ્રામ જેટલું આ ચૂર્ણ છાશમાં કે ભોજન પહેલાં ઘી અને ભાતમાં લેવાથી આફરો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગોળો, કૉલેરા, અજીર્ણ કે વાયુથી થતી ઉલટી, કફ-વાતજન્ય વિકારો વગેરે મટે છે.