ઘઉંના જવારાથી કેન્સર અને રક્તપિત્ત જેવા અસાધ્ય રોગ સારા થાય છે. ‘સંજીવની બુટ્ટી’ અને ‘ઘઉંના જવારાનો રસ’ સરખો જ ગણાય છે. કમળો અને એથી વધીને કમળી ના દર્દી પણ ઘઉંના જવારાના રસથી રોગમુક્ત બને છે. ડાયાબિટીસ, ચાંદાં, જાતિય દોષ, પાંડુરોગ જેવાં અસાધ્ય દર્દ માત્ર ઘઉંના જવારાનાં રસપાનથી જ સારા થઈ શકે છે.
બધા પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. “ધાન્યરાજ’ એનું ઉપનામ છે. ઘઉંમાં બંસી, રાતડા, વાજિયા, કાઠા, પૂનેમિયા, દાઉદખાની, પંજાબી, બંગાળી, ખંડવો પીસી વગેરે જાતો છે. કેન્સર જેવા અસાધ્ય રોગ ઉપર લગામ કરનારા ઘઉંના જવારાની પદ્ધતિ વિકસીને દેશ-પરદેશમાં ખ્યાતનામ બની છે.
હૃદય પર લોહીનું દબાણ, બ્લડ પ્રેશર, ઓછું-વધતું, હૃદયનું ધબકવું, સાંધા તેમજ નીચેના ભાગોનો દુખાવો, બધી દવા કરવા છતાં શરદી ન મટે, દમ જેવો અસાધ્ય રોગ, ફેફસાં, લીવરની બીમારી તેમજ કેન્સર જેવા ભયંકર રોગ પર લગામ લાવનારો ઘઉંના જવારાનો રસ ‘સંજીવની જડીબુટ્ટી’ જેવો છે.
ઘઉંનું ઘાસ બધાં ધાસમાં ઉત્તમ મનાયું છે. કૅન્સરના દર્દીને જો રોજબરોજ બબ્બે કલાકના અંતરે સો ગ્રામથી અઢીસો ગ્રામ સુધી ઘઉંના જવારાનો રસ પીવામાં આવે તો તેનો રોગ નાબૂદ થાય છે. એવી વિદેશી ચિકિત્સકોની અનુભવી વાણી જગજાહેર થઈ છે.
મોટું, ડાચું, દાઢ અને દાંતનું કેન્સર જવારાના રસપાનથી મટે છે. પણ જો લોહીનું કેન્સર હોય તો પણ ઘઉંના જવારાના રસથી એ કેન્સરનો દર્દી સારો થાય છે. પણ બરાબર છ મહિના સુધી આ પ્રયોગ ચાલું જ રાખવો જોઈએ. લોહીનું કૅન્સર એટલે ડોક્ટરી ભાષામાં ‘લ્યુકેમિયા’ કહેવાય છે.
એકાએક ગળું કે શરીર કાળું પડવા માંડે તે બીમારી પણ કેન્સર જેવી ગણાય છે. આ રોગમાં ચામડી કાળી પડે અને બરડ થઈ જાય છે. આવા દર્દીઓએ ઘઉંના જવારાનો રસ રોજ દર બે કલાકે સો ગ્રામથી અઢીસો ગ્રામ ત્રણ મહિના સુધી પીવો જોઈએ.
યુવાની હોવા છતાં કોઈ યુવક-યુવતીનાં વાળ સફેદ થવા માંડે તો તેણે પણ ઘઉંના જવારાનો રસ દર બે કલાકે એક ગ્લાસ પીવો જોઈએ. એનાથી તેના ધોળા વાળ-મૂળથી જ કાળા થવા માંડશે. યુવાની હોવા છતાં શરીરની ચામડીમાં કરચલીમાં પડી ગઈ હોય એવા યુવક-યુવતીએ ઘઉંના જવારાનો પ્રયોગ અચૂક કરવો જોઈએ.
વૃદ્ધાવસ્થામાં પણ ઘઉંના જવારાનું જ્યુસ પીવાય તો ઘણી તકલીફો ઓછી રહે છે. શરીરમાં ઉર્જા લાવવાની તાકાત ઘઉંના જવારામાં છે. ચામડીના રોગો, મૂત્રાશયના રોગો વગેરે ઉપર ઘઉંના કેન્સરના તમામ જીવાણુનો નાશ કરવાની તાકાત ઘઉંના જવારાના રસ માં છે.
ઘઉંના જવારાના રસથી ચામડીના બધા જ રોગો સારા થાય છે. ખંજવાળ, સૂકું અને લીલું ખરજવું, શરીર પર લાંબી ઇયળો જેવા જંતુ પડવા, ચામડી કાળી પડવી, દાદર-દરાજ વગેરે ચામડીના રોગો પણ ઘઉંના જવારાના રસથી મટે છે. મૂત્રાશયના રોગો જેવાં કે પથરી, અટકી અટકીને થતો પેશાબ, બળતરા મારતો પેશાબ, ધાતુનું જવું, સ્વપ્નદોષ, પેશાબનો રંગ બદલાવો, આ બધાં જ રોગો જવારાના રસથી સારા થાય છે.