, ઘઉંના જ્વારા લોહીની કમી, હાઈ બીપી, શરદી, અસ્થમા, સાઈનસ, અલ્સર, કેન્સર, આંતરડામાં સોજા, દાંતની તકલીફ, ચાસ઼ીના રોગો, કિ઼ની,થાઈરોઈડ અને પાચનને લગતી તકલીફોમાં લાભદાયી છે. જેની આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે. પ્રકૃતિએ આપેલી ભેટમાંથી એક છે ઘઉંના જવારા જેનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે.
આજકાલ દરેક આયુર્વેદિક સ્ટોર માં ઘઉં ના આ જવારા નો રસ મળે છે. આયુર્વેદ માં તો તેને સંજીવની નામ આપવામાં આવ્યું છે. નાના થી લઇ ને મોટા મોટા રોગો માં જવારા નો રસ લાભકારક નીવડે છે.
ઘઉં ના જવારા નો રસ પચવામાં સરળ હોય છે. જેથી તમે જેટલું પિસો એ જલ્દી થી પચી જાય છે. આ જ્યુસ માં થાઈલાકોઈડસ નામનું તત્વ હોય છે. જે વ્યક્તિ ની ભૂખ ને સંતોષવાનું કામ કરે છે. વધારે પડતો ચરબી યુક્ત આહાર જો લેવાઈ ગયો હોય તો તેને પણ પચાવવામાં મદદ કરે છે.આ રસ માં કેલેરી ની માત્રા સાવ જ ઓછી હોય છે. એટલે જ ફેટ વધતો નથી અને મેટાબોલીઝમ વધારે છે. અને વજન ઘટાડવામાં સરળતા રહે છે.
ઘઉં ના જવારા ના રસ માં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્ર માં હોય છે. આ રસ કેન્સર ની કોશિકાઓ ને મારવામાં મદદરૂપ સાબિત થાય છે. મોઢા ના કેન્સર માં પણ આ રસ અસર કરે છે. ડાયાબીટીસ વાળી વ્યક્તિઓએ ઘઉં ના જવારા નો રસ નિયમિત પીવો જોઈએ. જેનાથી જરૂર ફાયદો થાય છે.
ઘઉં ના જવારા ના રસ માં સંધીવા ને કારણે થયેલા સોજા ને ઘટાડવાની ક્ષમતા રહેલી છે. સાથે જ તેના રસ ને સોજા વાળી જગ્યા એ બાંધવાથી દુખાવમાં અને સોજા માં ખુબ જ રાહત મળે છે.
નિયમિત આ રસ પીવાથી બ્લડ પ્રેશર ઓછુ કરી શકાય છે. આ રસ લોહી ને શુધ્ધ કરવામાં મદદ કરે છે. ઘઉં ના જવારા ના રસ માં ક્લોરોફીલ મોલીક્યુલ નામનું તત્વ શરીર માં રહેલા હિમોગ્લોબીન જેવું જ હોય છે. જે તમારા બ્લડ સેલ્સ વધારવા માં મદદ કરે છે.
આ રસ માં ક્લોરોફીલ નામનું તત્વ હોય છે. ઘઉં ના જવારા નો રસ લીક્વીડ ફોમ માં હોય છે. જેનાથી એ આપણી શરીર ની નસે નસે માં જાય છે. અને શરીર માં રહેલા વધારાના ના તત્વો ને જલ્દી થી બહાર ફેકી દે છે. ક્લોરોફીલ લીવર ની સફાઈ અને તેને શુધ્ધ કરવામાં મદદ કરે છે. માટે જ આ રસ પીવો ખુબ જ ફાયદાકારક છે.
જવારા ના રસ માં વિટામીન- કે વિટામીન- ઈ પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે. દરરોજ એક ગ્લાસ ઘઉંના જવારા નો રસ પીવાથી ખરતા વાળ ની સમસ્યા માં ફાયદો થાય છે. આ રસ પીવાથી સ્કીનમાં પણ ગ્લો આવે છે. તમેં જવારા ના રસ માં થોડુક મધ નાખી ને ચહેરા પર લગાવી શકો છો.
સ્વસ્થ્ય વ્યક્તિ પણ ઘઉંના જ્વારાના જ્યુસ નું સેવન કરી શકે છે. તેનો રસ પાચન ક્રિયાને તેજ કરે છે. શરીરની રોગ-પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. શરીરમાંથી દૂષિત પદાર્થ બહાર કાઢીને શરીરને મજબૂત બનાવે છે અને તરત જ શક્તિ પ્રદાન કરે છે.