દુનિયાભર માં દર વરસે મચ્છરોના કારણથી થતી બીમારીમાં લાખો લોકોના મૃત્ય થતા હોય છે.મચ્છર ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગ ફેલાવે છે. સામાન્ય રીતે લોકો મચ્છરથી છુટકારો મેળવવા માટે બજારમાં મળતાં પ્રોડક્સનો ઉપયોગ કરે છે. જો કે, આ પ્રોડક્સમાં ઘણા પ્રકારના કેમિકલ્સ આવે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. માટે તમે મચ્છરને દૂર રાખવા માટે નેચરલ ઉપાયો અપનાવી શકો છો.
લસણની તીખી વાસ મચ્છરને ઘરમાં આવતા અટકાવે છે. તમે લસણની થોડી કળીઓ વાટીને પાણીમાં ઉકાળી લો અને જે રૂમને તમે મચ્છર મુક્ત કરવા માંગો છો ત્યાં ચારે બાજુ છાંટો. જેમ કે આ દુર્ગંધ હોઈ શકે છે પરંતુ તેના લીધે મચ્છર ભાગી જાય છે. જો તમે પણ મચ્છરોથી પરેશાન છો તો આ ઉપાય થી મચ્છરોથી છુટકારો મેળવી શકો છો.
મચ્છરને ભગાડવા માટે ફૂદીનાનું તેલ સચોટ ઉપાય છે. મિન્ટ ઓઈલને શરીર પર લગાડી પણ શકાય છે. તથા ઘરમાં ફૂદીનાના તેલનું સ્પ્રે કરવાથી મચ્છર નજીક નથી આવતા. મચ્છરને ખાટી વસ્તુઓ બિલકુલ પસંદ નથી. કાચા લીંબુને બે ટુકડા કરી નાખો અને તેની એન્ડર લવિંગ મૂકો. લવિંગની બાજુ ઉપર ફેરવો. આ એક વિશેષ પ્રકારની સુગંધ પેદા કરશે જે મચ્છરને જરાય પસંદ નથી, અને તે તમારા ઘરથી ભાગી જશે.
મચ્છરોથી છુટકારો મેળવવા એક સુતરાઉ કાપડમાં કપૂર અને લવિંગ બાંધી રૂમમાં લટકાવો. આમ કરવાથી મચ્છરો ભાગી જશે.દરેક ઘરમાં લેમન ગ્રાસનો ઉપયોગ તેની સુગંધના કારણે થતો હોય છે. લેમન ગ્રાસના પ્લાન્ટનો ઉપયોગ મચ્છર ભગાવવાની દવાઓમાં પણ થાય છે. આ પ્લાન્ટની મનમોહક અને તાજગીથી ભરપૂર સુગંધ મૂડ ફ્રેશ કરી દે છે, જો કે આ ખુશ્બુથી મચ્છર દૂર ભાગે છે.
મચ્છરોનો દૂર કરવા તુલસી નું મહત્વ છે. રૂમની બારી પાસે તુલસીનો એક છોડ રાખવામાં આવે તો મચ્છર ઘરમાં પ્રવેશ કરતાં નથી. આ વાતનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો છે. તુલસીના છોડ મચ્છર ભગાડવામાં કારગાર છે.
ગોલગોટાના ફૂલ બાલ્કનીને સુંદર બનાવવાની સાથે સાથે મચ્છર ભગાવવામાં પણ મદદ કરે છે. ગલગોટાની સુગંધથી હવામાં ઉડતા કીડાઓ દૂર ભાગે છે. મચ્છરને ભગાવવા માટે ગલગોટાના ફૂલની જરૂર નથી પડતી, તેના પ્લાન્ટ માત્રથી મચ્છર ઘરમાં નથી આવતા.
મચ્છર ભગાડવા માટે કપૂર અસરકારક સાબિત થયું છે. રૂમના દરવાજા અને બારીને બંધ રાખીને કપૂર સળગાવીને મુકવું. ત્યાર બાદ 15થી 20 મિનિટ સુધી સુધી બંધ રાખવો. આમ કરવાથી રૂમમાં રહેલા મચ્છર દૂર થશે. તેમજ બહારના મચ્છરો રૂમમાં પ્રવેશ નહીં કરે.
મચ્છરને દૂર ભગાવવા માટે મોસ્કિટો રિપેલેન્ટ્સનો ઉપયોગ થાય છે. જેમાં લેવેન્ડર ઓયલ નાખવામાં આવે છે. ત્યારે ઘરને મહેકાવાની સાથે સાથે ઘરને મચ્છરમુક્ત કરવા માટે લેવેન્ડર પ્લાન્ટ લગાવી શકો છો. મચ્છર, માખી અને નાના કીડાઓને દૂર રાખવા માટે લીંમડાના છોડ વાવવો ફાયદાકારક નીવડે છે. જો તમારા ઘરે બાગ-બગીચો છે તો તેમાં જરૂર લીંમડાનું વૃક્ષ વાવો. લીંમડો જો ઘરની આસપાસ હશે તો મચ્છર નહીં આવે.
સળગતા લીમડાના પાનમાંથી નીકળતા ધુમાડાથી મચ્છરો દૂર થાય છે. લીમડાના પાન તાજા તોડીને એવી જગ્યાએ આગ સળગાવો કે જ્યાં અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ન હોય. લવિંગ અને નાળિયેર તેલ મિક્સ કરીને શરીર પર લગાવો. આ કરવાથી, તમારા શરીરની આસપાસ કોઈ મચ્છર આવશે નહીં.
જમવામાં ઉપયોગ માં લેવાતો અજમો પણ મચ્છર ભગાડવા માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપરાંત તુલસી અને રાઈ ના તેલ ના મિશ્રણ ને શરીર માં લગાવી દેવાથી પણ મચ્છર ભાગી જાય છે. અને શરીર ને કરડતા પણ નથી. હોર્સમિન્ટ પ્લાન્ટમાં વધારે દેખભાળની જરૂર નથી પડતી. જેની સુગંધ સિટ્રોનેલા જેવી જ હોય છે. આ પ્લાન્ટ ગરમીની ઋતુમાં ઉગે છે. જેનો ઉપયોગ પણ ઘણી દવા બનાવવામાં થાય છે. ઘરમાં આ પ્લાન્ટને રાખવાથી મચ્છર આસપાસ નથી ભટકતા.