શરીરના રોગ દૂર કરવા માટે આયુર્વેદમાં સૌથી સરળ અને સચોટ ઉપાય આયુર્વેદિક ચૂર્ણ ને માનવામાં આવે છે. ચાલો આપણે જાણીએ ચૂર્ણ બનાવવાની રીત અને કયા ચૂર્ણ થી કયા કયા રોગ દૂર થાય છે. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
અગ્નિમુખ ચૂર્ણ બનાવવા માટે કંઠ આઠ ગ્રામ, ચિત્રકમૂળ સાત ગ્રામ, અજમો પાંચ ગ્રામ, હરડે છ ગ્રામ, પીપર ત્રણ ગ્રામ, વજ બે ગ્રામ, સૂંઠ ચાર ગ્રામ અને ઘીમાં તળેલી હિંગ એક ગ્રામ, મિક્સ કરી બારીક વાટીને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું.
મધ, મોળી છાશ, દહીં અથવા નવશેકા પાણી સાથે આ ચૂર્ણ લેવાથી લાભ થાય છે. પેટના રોગો, નબળી પાચન શક્તિ, અજીર્ણ, કબજિયાત, પેટનો દુઃખાવો, દમ, ખાંસી, વાયુ વગેરેમાં આ ચૂર્ણ આપવાથી લાભ થાય છે.
અંબુશોષણ ચૂર્ણ બનાવવા માટે ઇન્દ્રવરણાનાં મૂળ, રેવંચી, જવખાર, તજ, તમાલપત્ર, એલચી, રસસિદ, હરડે અને ભારંગી-બધાં ઔષધો સરખે વજને લઈ વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. તેમાં ચૂર્ણ સો ગ્રામ હોય તો પાંચ ગ્રામ અબ્રક ભસ્મ અને પાંચ ગ્રામ તામ્ર ભસ્મ મેળવવી. આ ચૂર્ણ ફક્ત દૂધ સાથે લેવું. આનાથી તે માથામાં ભરાયેલું પાણી શોષી લે છે. અને માથાનો દૂખાવો મટે છે.
અમૃતપ્રભા ચૂર્ણમાં આમળાં, અક્કલકરો, મરી, પીપર, સુંઠ, સિંધવ, ચિત્રકમૂળ, હરડે, અજમો અને એલચી-દરેક સરખા ભાગે લેવું. બધું મિક્સ કરી બારીક વાટીને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ આદુનો રસ અથવા પાણી સાથે મેળવીને પીવાથી શરદી, દમ, ખાંસી, અરુચિ, સનેપાત, નબળી પાચનશક્તિ, ફેફરું, વગેરે રોગમાં લાભ કરે છે.
અમ્લપિત્તાંતક ચૂર્ણ બનાવવા માટે અરણીની કાળી રાખ દસ ગ્રામ, મરી દસ ગ્રામ અને ખાંડ પચ્ચીસ ગ્રામ લઈ ને તેનું ચૂર્ણ બનાવવું. પાણી સાથે આ ચૂર્ણ લેવું જોઈએ. આ ચૂર્ણ એસિડિટી માટે રામબાણ ઔષધ છે. તે સિવાય ખાટા ઓડકાર, બળતરા, મોં આવી જવું વગેરેમાં પણ રાહત આપે છે.
અવિપત્તિકર ચૂર્ણ નસોતર પચાસ ગ્રામ, નાગરમોથ, ત્રિફળા, વાવડિંગ, એલચી, મરી, પીપર, તમાલપત્ર એક એક ગ્રામ, લવિંગ દસ ગ્રામ અને સાકર ૫ ગ્રામ વગેરે થી બને છે. આ બધાં દ્રવ્યો ભેગાં કરી બારીક વાટવાં અને વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ નું સેવન કરવા માટે દ્રાક્ષનું પાણી અથવા સાદુ પાણી લેવું. હરસ-મસા, સ્ત્રીઓને પાણી પડવું, અમ્લપિત્ત, પથરી વગેરે પર આ ચૂર્ણ આપી શકાય.
અકકલકરાદિ ચૂર્ણ બનાવવા માટે અક્ક્લકરો, સુંઠ, ચણકબાબ, નાગકેસર, જાયફળ, લવિંગ, ચંદન, પીપર એક એક ગ્રામ અને અફીણ ચાર ગ્રામ લઈ તેનું ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણ મધ સાથે રાત્રે લેવું. આ ચૂર્ણ શરદી, ખાંસી, વગેરેમાં લાભ કરે છે.
અહિફેનાદિ ચૂર્ણ માટે આકડાનાં ફૂલની કળી, અફીણ, બહેડાં, હીમજ અને સફેદ મરી, બધાં ઔષધ સરખા ભાગે લેવાં. અફીણ સિવાયનાં ઔષધોનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. અફીણને પાણીમાં ઓગાળી તેમાં તૈયાર કરેલું ચૂર્ણ બેલવીને પછી તેને સૂકવી દેવું.
સુકાયલાં ચૂર્ણને માટીના વાસણમાં બાળી તૈયાર થયેલું ચૂર્ણ વાપરવું. અહિફેનાદિ ચૂર્ણ મધ સાથે ઉપયોગમાં લેવું. આ ચૂર્ણ ના સેવનથી કફ અને શરદીવાળી ખાંસી પર તે રામબાણ ઈલાજ માનવામાં આવે છે.
અજમોદાદિ ચૂર્ણ માં અજમોદ, મોચરસ, સુંઠ અને ધાવડીનાં ફૂલ સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ગાયના દૂધનું દર્દી બનાવવું. તેની છાશ બનાવી, તેમાં ભેળવીને આ ચૂર્ણ લેવું આ ચૂર્ણથી પાણી જેવા પાતળા જાડા મટે છે અને પેટની ચૂંક નરમ પડે છે.
અશ્વગંધાદિ ચૂર્ણ બનાવવા માટે આસંધ ચાળીસ ગ્રામ, સુંઠ વીસ ગ્રામ, પીપર દસ ગ્રામ, મરી આઠ ગ્રામ તેમજ ભારંગમૂળ, તાલીસપત્ર કચૂરો, અજમો, માયા, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, જટામાંસી, રાસ્ના, નાગરમોથ, ચણકબાબ, કડુ, ગળો, એક એક ગ્રામ અને સાકર એક કિલો લઈ તેનું ચૂર્ણ બનાવવું.
ક્ષય રોગ માટે ઘીમાં, ડાયાબિટિસ માટે માખણમાં અને પિત્ત ઉપર ગોખરુના વસ્ત્રગાળ ચૂર્ણમાં આ ચૂર ભેળવીને આપવું. આ ચૂર્ણ ક્ષય, ડાયાબિટીસ અને પિત્ત પ્રકોપ મટાડે છે. અને શરીરને તંદુરસ્ત રાખવા માટે મદદ કરે છે.
આમલકયાદિ ચૂર્ણમાં ચિત્રક, આમળાં, હરડે સિંધવ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ પાણીમાં ભેળવીને પીવાથી કોઈપણ પ્રકારનો તાવ મટે છે. આ ઉપરાંત મળ છૂટો પડે છે, ખોરાક પચે છે, કફનો નાશ થાય છે અને ભૂખ વધારે લાગે છે.
બૃહદ અજમોદાદિ ચૂર્ણમાં આ પ્રમાણેના દ્રવ્યોનો સમાવેશ થાય છે, જેવા કે અજમો, વાવડિંગ, સિંધવ, ચિત્રકમૂળ, પીપરીમૂળ, દેવદર, પીપર, વરિયાળી અને મરી એક એક ગ્રામ, હરડે પાંચ ગ્રામ, વરઘારો અને સુંઠ દસ દસ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું.
આ ચૂર્ણ ગરમ પાણીમાં ભેળવીને ઉપયોગમાં લેવું.આ ચૂર્ણના સેવનથી વાયુના તમામ રોગો, સાંધાનો દુખાવો, નિતંબ, કમર, સાથળ, ઘૂંટણ વગેરેનો નો દુખાવો મટે છે. અનરે શરીરના બીજા તમામ પ્રકારના દુખાવા પણ મટે છે.
એલાદિ ચૂર્ણ બનાવવા માટે તજ બે ગ્રામ, એલચી એક ગ્રામ, મરી ત્રણ ગ્રામ, સૂંઠ ચાર ગ્રામ, પીપર પાંચ ગ્રામ, નાગકેસર છ ગ્રામ અને સાકર વીસ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ પાણી સાથે ઉપયોગમાં લેવું. આ ચૂર્ણ ના સેવનથી ક્ષય, હરસ, ઝાડા, રક્તપિત્ત અને બરોળના દર્દો નાશ પામે છે.
અતિસારનાશક ચૂર્ણ બનાવવા માટે અજમોદ, મોચરસ, ચાર હળદર, દારૂ હળદર, પીપર, ધાવડીનાં ફૂલ, કરંજનાં બી અને બિજોરાની જડ સરખે ભાગે લઈ ચૂર્ણ કરવું. આ ચૂર્ણ છાશમાં નાખીને પીવાથી લાભ મળે છે. આ ચૂર્ણ ના સેવનથી પાતળા ઝાડા બંધ થાય છે. અને દર્દી આરામ મળે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.