અત્યારે શરદી-ઉધરસ અને તાવનું સંક્રમણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. આ ઈન્ફેકશનનું મુખ્ય કારણ અત્યારે ચાલી રહેલી ઋતુ છે. આવા સમયે વાઈરલ ઇન્ફેકશનનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધેલું હોય છે. આયુર્વેદ પ્રમાણે આ રીતે ગરમીના કારણે ફેફ્સામાં રહેલો કફ ઓગળે છે. જેના પરિણામે અનેક વાયરસ નાકમાં જમા થતા કફમાં આવે છે અને તે ફેફસામાં પ્રવેશે છે જેથી સંક્રમણ આ સમયે વધારે ફેલાય છે. તો ચાલો હવે અમે તમને જણાવીએ ગળાના ઇન્ફેકશનને દૂર કરવા મટેના આયુર્વેદિક ઉપચારો.
ડુંગળીનો રસ ગળાના દુખાવાને દૂર કરવા માટે ઘરેલું ઉપાય છે. ડુંગળીનો રસ ધીરે ધીરે ગળાની બળતરા મટાડે છે. ગરમ પાણીમાં ડુંગળીનો રસ પીવાથી ગળામાં દુખાવો મટે છે. પાંચ-છ કાળા મરી અને છ સાત તુલસીના પાંદડા લો. તેને એક કપ પાણીમાં ઉકાળીને રાબ બનાવો અને પી જાવ. બે-ત્રણ દિવસ સુધી આ રોજ ત્રણ વખત કરો, આમ કરવાથી ગળામાં દુ:ખાવાની સમસ્યા માંથી છુટકારો મળશે.
ગળાનો સોજો અથવા ગળાનો દુ:ખાવો દૂર કરવા માટે અજમાની 2 ચમચી-ભરી અજમાને અડધા લિટર પાણીમાં પંદર-વીસ મિનિટ ઉકાળીને ગાળી લો અને તેમાં થોડું એવી મીઠું ભેળવી દો. આ પાણીથી સવારે અને રાત્રે સુતા પહેલા કોગળા કરો, તરત જ લાભ થશે. ગળામાં સોજો આવી ગયો છે અને કફ નીકળે છે, તો રાત્રે સુતા પહેલા અડધી ચમચી અજમાને ખૂબ ચાવીને ઉપરથી ગરમ પાણી પી લો. તેનાથી કફ બનવાનું બંધ થઇ જાય છે.
ભાંગરાનો રસ અડધો કપમાં 200 ગ્રામ દુધમાં મેળવી, એક પખવાડિયું સવારે અને સાંજે પીવાથી કફ અને શરદી મટે છે. ભાંગરાના રસમ મરીની ભૂકી નાખીને ગળા નીચે ચોળવાથી ગળાનો સોજો મટે છે. ભાંગરાનો રસ અને ઘી એકત્ર કરીને કરી સહેજ ગરમ કરીને પીવાથી ગળું બેસી ગયું હોય તો ગળું ખુલે છે.
લીંબુનો રસ અને મીઠું ગરમ પાણી સાથે ભેળવીને પીવાથી ગળાના સોજા અને ગળાના દુખાવા બંને મટે છે. લીંબુમાં એસિડ જોવા મળે છે, તેથી જ લીંબુ બેક્ટેરિયાને મારીને ગળાની બળતરામાં રાહત આપે છે. શેતૂર ગળાના દુખાવા મટાડવામાં મદદ કરે છે. ગળાના દુખાવા અને શુષ્કતામાંથી છુટકારો મેળવવા માટે આપણે શેતૂરની ચાસણી તૈયાર કરીને પીવી જોઈએ.
જેઠીમધનું ચૂર્ણ અડધી ચમચી મધ સાથે દિવસમાં બે ત્રણ વખત ચાટવું. ગળામાં દુ:ખાવો થાય તો પાનના મૂળને મોઢામાં રાખીને ચૂસવાથી પણ લાભ થાય છે. આદુનો રસ, લવિંગનું ચૂર્ણ અને હિંગ સાથે ભેળવીને દિવસમાં ત્રણ વખત ચાટવું. ફુલાવેલી ફટકડી ૨ ગ્રામ, અડધો ગ્લાસ (125 ગ્રામ) ગરમ પાણીમાં ઘોળીને દિવસમાં 2-3 વખત કોગળા કરવાથી ગળાનો સોજો અને દુ:ખાવો દુર થાય છે.
નગોડના પાનને ગરમ કરીને ગળા નીચે બાફ આપવાથી ગળાનો સોજો દુર થાય છે. એરંડિયું તેલ 25 ગ્રામ અને બમણું મધ એકત્ર કરીન તેમાંથી સવારે અને સાંજે એક-એક ચમચી અને બમણું મધ એકત્ર કરી તેમાંથી સવારે અને સાંજે એક-એક ચમચો પીવાથી ગળાના ઇન્ફેકશનમાં ખુબ ફાયદો થાય છે.
દાડમની છાલમાં ૧૦ ગણું પાણી ભેળવીને ઉકાળો બનાવી તેમાં લવિંગ અને ફિટકરી વાટીને ભેળવી તેના કોગળા કરવાથી ગળાની ચીકાશ, ગળામાં દુ:ખાવો અને બેસી ગયેલો અવાજ ઠીક થઇ જાય છે. ગળું ભારે ભારે લાગવું અથવા પીડા થાય તો વાસણમાં પાણી ગરમ કરીને ટુવાલથી મોઢું ઢાંકીને વરાળ લેવી. આમ કરવાથી ગળાના દુ:ખાવામાં રાહત મળે છે. ગરમ પાણીમાં થોડો લીંબૂનો રસ અને મધ નાખીને પીવાથી ગળાનો દુ:ખાવો જલ્દી ઠીક થશે.
પાંચ-છ કાળા મરી અને છ સાત તુલસીના પાંદડાને એક કપ પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી, દર 3 કલાકે આ ગરમ ઉકાળો પીવાથી 24 કલાક માં ગાળા ના દુ:ખાવાની સમસ્યા માંથી છુટકારો મળે છે. ગળાનો સોજો અથવા ગળાનો દુ:ખાવો દૂર કરવા માટે અજમાની 2 ચમચી-ભરી અજમાને અડધા લિટર પાણીમાં પંદર-વીસ મિનિટ ઉકાળીને ગાળી, તેમાં થોડું મીઠું ભેળવી, આ પાણીથી સવારે અને રાત્રે સુતા પહેલા કોગળા કરવાથી તરત જ લાભ થાય છે.
ગળામાં સોજો આવ્યો હોય તો રજકાને પીસીને તેનો ગરમ લેઓ કરીને બાંધવાથી કે લગાડવાથી સોજો ઉતરે છે. મહુડાના ફૂલોનો ઉકાળો પીવાથી કફનો રોગ મટે છે. જીભ તોતડાતી હોય અને બરાબર બોલીન શકાતું હોય તો બ્રાહ્મીના તાજા પાન ખાવાથી અવાજ બરાબર થાય છે. કફના રોગમાં બહેડાના દળ, બમણી સાકરનો કાઢો કરી પીવો.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.