આજે અમે તમને ગાળાના દુખાવાના ઇલાજ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. ગળાના દુખાવાની શરૂઆત ગળાની ઇજા, ગળાના છાલા થી અથવા વધુ ગરમ પાણી અથવા ખોરાક ખાવાથી થાય છે. ગળામાં કફ અથવા ક્યારેક ગળામાં સોજો હોવાને કારણે, ગળામાં તીવ્ર પીડા પણ થાય છે.
ગળામાં દુખાવો મટાડવા માટે ઘરેલું ઉપાય દ્વારા તમે ગળાના દુખાવાની સારવાર પણ કરી શકો છો. આ ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ સદીઓથી ઘણા રોગોની સારવારમાં થાય છે. તે રોગને મટાડે છે, અને તેની કોઈ આડઅસર થતી નથી. તો ચાલો તેના ઘરેલું ઉપાય વિષે જાણીએ.
ડુંગળીનો રસ ગળાના દુખાવાને દૂર કરવા માટે ઘરેલું ઉપાય છે. ડુંગળીનો રસ ધીરે ધીરે ગળાની બળતરા મટાડે છે. ગરમ પાણીમાં ડુંગળીનો રસ પીવાથી ગળામાં દુખાવો મટે છે. પાંચ-છ કાળા મરી અને છ સાત તુલસીના પાંદડા લો. તેને એક કપ પાણીમાં ઉકાળીને રાબ બનાવો અને પી જાવ. બે-ત્રણ દિવસ સુધી આ રોજ ત્રણ વખત કરો, આમ કરવાથી ગળામાં દુ:ખાવાની સમસ્યા માંથી છુટકારો મળશે.
લસણમાં એન્ટી-માઇક્રોબાયલ ગુણ હોવાને કારણે વાયરસ અને બેક્ટેરિયાને મારવાની ક્ષમતા હોય છે. લસણ ખાવાથી ગળાનો સોજો અને ગળાની સમસ્યા ધીરે ધીરે મટી જાય છે. જો તમે ઇચ્છો, તો લસણની કળીને કાચી ચાવી શકો છો, અથવા લસણનો રસ કાઢી પી શકો છો.
જો ગળાના દુખાવાનો ઇલાજ કરવો હોય તો આ માટે આખા ધાણા ચાવવા. દર ત્રણ કલાકે આખા ધાણા બે થી ત્રણ ચમચી ચાવવાથી ગળા નો દુખાવો મટે છે. ગળામાં દુખાવો મટાડવાનો આ શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે.
લીંબુનો રસ અને મીઠું ગરમ પાણી સાથે ભેળવીને પીવાથી ગળાના સોજા અને ગળાના દુખાવા બંને મટે છે. લીંબુમાં એસિડ જોવા મળે છે, તેથી જ લીંબુ બેક્ટેરિયાને મારીને ગળાની બળતરામાં રાહત આપે છે. શેતૂર ગળાના દુખાવા મટાડવામાં મદદ કરે છે. ગળાના દુખાવા અને શુષ્કતામાંથી છુટકારો મેળવવા માટે આપણે શેતૂરની ચાસણી તૈયાર કરીને પીવી જોઈએ.
ગળામાં દુખાવા નું એક મુખ્ય કારણ ગળામાં બળતરા હોય છે. ગળાની બળતરા મટાડવામાં મીઠું ખૂબ મદદગાર બને છે. ગરમ પાણીમાં મીઠું ઉમેરીને દિવસમાં 7 થી 8 વખત કોગળા કરવાથી ગળાનો સોજો એક દિવસની અંદર ઘટી જશે. તેનાથી ગળાના દુખાવામાં પણ રાહત મળે છે.
કેટલીકવાર બેક્ટેરિયા ગળામાં સોજો પણ લાવે છે. સફરજનનો વિનેગર બેક્ટેરિયાથી થતા ગળાની બળતરા મટાડવામાં મદદગાર છે. જ્યારે ગળામાં સોજો આવે છે, ત્યારે થોડા દિવસો માટે દિવસમાં બે વાર મધ અને બે ચમચી સફરજનનો વિનેગર પીવો. તેનાથી ઝડપથી લાભ થશે.
ઘઉંના જુવારા ના રસથી કોગળા કરવા માટે, આ રસને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી કોગળા કરો. તેનાથી મોઢામાં વધતા બેક્ટેરિયા ઓછા થશે, અને ગળાના દુખાવામાં પણ રાહત મળશે. આદુ ગળાની બળતરા દૂર કરવામાં મદદગાર છે અને ગળાના દુખાવામાં રાહત આપે છે.
આદુના બે નાના ટુકડા એક મોટા કપ પાણીમાં નાંખો અને થોડા સમય માટે ઉકાળો. હવે આ પાણીને ચાળણીથી ગાળી લો અને ઠંડુ થવા દો. ઠંડુ થાય ત્યારે આ પાણીમાં થોડા ટીપાં મધ અને લીંબુનો રસ નાખો . આ આદુવાળી ચા ગળાના દુખાવાને ઝડપથી દૂર કરશે.
નીલગિરી ના તેલની વરાળ લેવાથી ગળાના દુખાવામાં ઘણી રાહત મળે છે. ગરમ પાણીમાં નીલગિરી ના તેલના કેટલાક ટીપાં ઉમેરો. હવે તમારા માથા પર ટુવાલ નાંખો અને તેની વરાળ લો. તેનાથી ગળાના દર્દ મટે છે. ગળાના ઘાને મટાડવા માટે, મૂળા ના રસમાં સમાન પ્રમાણમાં પાણી ઉમેરો. હવે તેમાં થોડું મીઠું નાખી તેના કોગળા કરો.