શહેરીજનો ગોખરુથી અજાણ છે, પણ ગામડામાં સીમમાં જે લોકો ફરતાં હોય છે, તેઓ ગોખરુથી અજાણ નથી. એમાંના ઘણાંને ગોખરુના કાંટા વાગ્યા હોય, તેઓને તો ખાસ ગોખરૂ યાદ રહી જાય છે. આમ, પીડા આપતું આ ગોખરુ ઘણા લોકોની પીડા, દર્દ, વ્યાધિને દૂર કરનારું એક ઔષધ પુરવાર થયું છે.
ગોખરું માં ગ્લુકોઝ, એમિનો એસિડ્સ, ક્લોરોજેનીન, એસ્ટ્રાગેલીન, સ્ટીગ્માસ્ટેરોલ, ફ્યુરોગ્લુકોસાઈડ જેવા તત્ત્વો છે. આયુર્વેદના પ્રસિદ્ધ ઔષધ રસાયન ચૂર્ણની બનાવટમાં આમળાં અને ગળોની સાથે ગોખરુ પણ ઉમેરવામાં આવે છે, કેમ કે આમળાં અને ગળોની જેમ ગોખરુ પણ રસાયન ઔષધ છે.
રસાયન એટલે એવું ઔષધ કે જે વૃદ્ધાવસ્થા અને વ્યાધિઓને દૂર રાખવામાં શરીરને મદદરૃપ થાય. ગોખરુમાં આવા જ ઔષધીય ગુણો રહેલા છે. રસાયન હોવાની સાથે ગોખરુ મૂત્રમાર્ગના રોગોનું રામબાણ ઔષધ છે.
પ્રકૃતિમાં ગોખરુ ઠંડુ છે. શરીરની ઉષ્મા – ગરમીને તત્કાળ દૂર કરનારું છે. જેમનું શરીર તપેલું રહેતું હોય તેમને માટે તો ગોખરુ ઉનાળામાં પણ હિમાલય જેવું લાગે છે ગુણમાં ઠંડુ હોવા છતાં બળકારક એટલે કે શરીરમાં શક્તિ – સ્ફુર્તિનો સંચાર કરે છે. વિના કારણે કે કારણસર લાગતો થાક દૂર કરે છે ગોખરું પૌષ્ટિક છે.
કમરના દુ:ખાવાનાં અનેક કારણો હોય છે. જેમ કે યુ.ટી.આઈ. ,સ્ત્રીઓમાં સફેદ પાણી પડવું, સ્ત્રીઓની માસિકની અનિયમિતતા, ખોરાકનું બરાબર પાચન ન થવાને કારણે પેદા થતો આમ યુ. ટી. આઇ. જે કમરના સાંધામાં પહોંચીને દુ:ખાવો પેદા કરે છે, પથરી થવી. આ બધા કારણોને લીધે થતા કમરના દુ:ખાવામાં ગોખરુ ખૂબ ઉપયોગી છે. આર્યભિષકમાં કમરના દુ:ખાવા માટે ગોખરુ અને સૂંઠના ઉકાળાને સફળ ઔષધ ગણ્યું છે.
શરદઋતુ કે ગરમીની ઋતુમાં અથવા તો જેમની પ્રકૃતિ પિતની હોય, ગરમી ખોરાક વધારે ખાતા હોય. જેમને પથરી થયેલી હોય કે જેમનાં રક્તમાં પિત્તની માત્ર વધી જતાં અધોગામી રક્તપિત્તની સમસ્યા થઈ હોય તેમને માટે ગોખરુ અને શતાવરીનો ક્ષીરપાક ખૂબ ઉપયોગી છે.
ગોખરુ મૂત્ર સાફ લાવનાર છે. ગોખરુ, પાષાણભેદ, સાગનાં ફળ, કાકડીનાં મીંજ, સાટોડીનાં મૂળ, ભોંયરીંગણીનાં મૂળ અને ગળો. આ બધાં ઔષધો સરખા ભાગે લઈ, ખાંડીને અધકચરો ભૂકો કરી લેવો. બે ચમચી જેટલો આ ભૂકો બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવો. ઉકળતાં અડધું પાણી બળી જાય એટલે ઉતારી, ગાળીને પીવાથી મૂત્ર સરળતાથી અને સાફ આવે છે. મૂત્રસંબંધી તકલીફોમાં આ ઉકાળો અથવા એકલા ગોખરુનો ઉકાળો બનાવીને પણ આપી શકાય.
ગળો, ગોખર, આમળા અને હળદરને સરખાભાગે લઈ તેમાંથી 3-3 ગ્રામ પાવડર જમ્યા પહેલાં પાણી સાથે ફાકી જવો. આનાથી પ્રોસ્ટેટનો સોજો દૂર થાય છે.
કિડની અને મૂત્રનલિકામાંની પથરીને તોડીને બહાર કાઢવા માટે પણ ગોખરુ વપરાય છે. એ માટે ગોખરુના ચૂર્ણને મધ અને સાકર સાથે ચાટીને એના પર બકરીનું દૂધ પીવું જોઈએ. નિયમિત અને સાતત્યપૂર્વક આ પ્રયોગ કરવાથી પથરી તૂટીને મૂત્રવાટે જ બહાર ફેંકાઈ જાય છે.
પુરુષોની નપુસંકતા દુર કરવા માટે ગોખરુ નું ફળ ખુબ જ લાભદાયક છે. તેનું ફળ કાંટાવાળું હોઈ છે અને તેને ઔષધી ના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગોખરું ના ૧૦ ગ્રામ બીજ કાઢી ને તેને ચૂરણ બનાવી લેવું. તેને કાળા તલોમાં મેળવી અઢી ગ્રામ દૂધ માં આગ ઉપર પકાવવું. જયારે તે દૂધ ઘટ્ટ થવા લાગે ત્યારે તેને ઉતારીને તેમાં ખાંડ મિક્ષ કરી દેવી. નિયમિત રૂપથી આ મિશ્રણ નું સેવન કરવાથી તમારી નપુસંકતા પૂર્ણ રૂપથી દુર થઈ જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.