શિયાળો બરાબર રંગ પકડી રહ્યો છે, ઠંડી પણ જેમ જેમ દિવસ જાય તેમ પોતાનો રંગ બતાવી રહી છે. આ કડકડતી ઠંડી સામે રક્ષણ અને સ્વાદ આપે તેવી મીઠી અને પૌષ્ટિક ચીક બનાવવાની સિઝન હવે શરૂ થઇ છે. અનેક ઘરોમાં હવે ચીકી બનવાનું શરૂ થઇ ગયું છે. ચીકી શિયાળાની ખાસ વાનગી છે. ગોળ, શિંગ અને તલની પ્રકૃતિ ગરમ હોવાથી તેમાંથી શરીરને રક્ષણ મળે છે. સાથે જ તે સ્વાદિષ્ટ હોવાથી ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે છે. હેલ્થ અને ટેસ્ટ બંનેમાં તે બેસ્ટ રહે છે.
શીંગ અને તલની ચીકી બનાવવા માટે ની સામગ્રી:
250 ગ્રામ શીંગદાણા ,250 ગ્રામ ગોળ ,2 મોટી ચમચી ઘી
ચીકી બનાવવાની રીત:
સૌપ્રથમ શીંગદાણા ને શેકી લ્યો. શેકાઈ ગયા પછી તેને ફોતરી ઉતરી ને અધકચરા વાટી લો. હવે એક નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ગોળને ઓગાળો. ગોળ ઓગળતી વખતે સતત તેને હલાવતા રહેવું.
ગોળના પાયા નક્કી કરવા માટે એક વાટકા માં પાણી લઈ બે ત્રણ ટીપા ગોળના નાખવા અને એ ગોળને 1 મિનિટ પછી ચેક કરી જોવો જો ગોળ ની ગોળી દબાઈ અને લાંબી થઈ હોય તો હજી પાયો નાથી આવ્યો, ગોળનો પાયો આવે ત્યારે ગોળી લાંબી નહીં થાય અને ચાવશો તો કડકડી થઈ જશે.
હવે તેમાં અધકચરા વાટેલા શીંગદાણા નાખીને સારી રીતે મિક્સ કરી લો. અહી તમે શીંગદાણા ને બદલે તલ કે દાળિયા પણ ઉમેરી તમારી પસંદની ચીકી બનાવી શકો છો. હવે એક થાળીની પાછળ તેલ લગાવીને આ મિશ્રણને પાથરી દો. મોટી પાતળી રોટલી વણો. આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી માં ઝટપટ આની રોટલી વણી લેવી. ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે શીંગ ની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ચીકી.