સસ્તામાં અને વિશેષ ચરોતરના ખેતરોમાં ઠેર ઠેર જોવા મળતી ગોરસ આંબલી ઉત્તમ ફળ છે. ગોરસ આંબલીમાંથી વીટામીન સી, તથા વીટામીન બી1, લોહતત્વ તથા કેલ્શિયમ ભરપૂર માત્રા મળી આવે છે. ગોરસ આંબલી શરીરની ઘણી જરૂરિયાતો એકસાથે પૂરી કરે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ ગોરસ આંબલીના આરોગ્ય લાભો.
ગોરસ આંબલીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ગોરસ આંબલીના ખાટા મીઠા ફળમાં વિટામિન સી ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, તેથી તે એન્ટીઓકિસડેંટસ તરીકે કામ કરે છે અને રોગો સામે લડવાની શરીરની ક્ષમતામાં પણ વધારો કરે છે. માથાના દુખાવામાં ગોરસ આંબલીના છાલનો ઉકાળો 15 થી 20 મિલી જેટલો પીવાથી તરત જ રાહત થઇ જાય છે.
1-2 ગોરસ આંબલીના ફળ અને તેના ગર્ભના ચૂર્ણનું સેવન કરવાથી શ્વાસના રોગોમાં ખુબ જ ફાયદો થાય છે. ગોરસ આંબલીના પાંદડા અને તેના ફૂલનો ઉકાળો બનાવીને 10-15 મિલી જેટલો ઉકાળો પીવાથી શ્વાસને લગતી લગભગ બધી જ સમસ્યાઓમાં રાહત મળી જાય છે.
ગોરસ આંબલીના ફાયદા વજન ઓછુ કરવામાં મદદગાર સાબિત થાય છે. વજન ઘટાડવામાં ગોરસ આંબલી બહુ જ સહાયક થાય છે અને તેને ખાવાથી વજનને સરળતાથી ઓછુ કરવામાં આવી શકે છે. આંબલીના બીજમાં ટ્રીપ્સીન ઇન્હીબીટર ગુણ મળે છે જે મોટાપાને ઓછુ કરવામાં ઉપયોગી સાબિત થાય છે.
હાઈ-કોલેસ્ટ્રોલ થવા પર હ્રદય એટેકનું જોખમ વધી જાય છે. હાઈ-કોલેસ્ટ્રોલ થવા પર ગોરસ આંબલીનું સેવન કરવું જોઈએ. ગોરસ આંબલી ખાવાથી હાઈ-કોલેસ્ટ્રોલ ઓછુ થઇ જાય છે. આંખ સાથે જોડાયેલી સમસ્યા માટે પણ ગોરસ આંબલી કોઇ વરદાનથી ઓછી નથી. તેને ખાવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. ગોરસ આંબલી નું માત્ર ફળ જ નહી પરંતુ તેના પાન પણ લાભકારી હોય છે. તેના પાનનો રસ કાઢીને દુખાવા વાળી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે.
ગોરસ આંબલી ખાવાથી દાંતમાં ચમક આવે છે અને મજબૂત બને છે. આ ફળ ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે. ગોરસ આંબલીમાં કેલ્શિયમ વધારે માત્રામાં મળે છે. આ જ કારણ છે કે તેને ખાવાથી સાંધાનો દુખાવો પણ થતો નથી. તે તમારા સાંધાને મજબૂત બનાવે છે. ગોરસ આંબલીના બીજ કાઢીને જ્યુસ બનાવી લો. તે જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર અને ઝાડા માં જલ્દી જ રાહત થઇ જાય છે. 1-3 ગ્રામ જેટલા ગોરસ આંબલીના પાંદડાના ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી ઝાડા રોકવામાં મદદ મળે છે.
પાચન તંત્રથી જોડાયેલ ઘણા પ્રકારની આયુર્વેદિક દવાઓને બનાવવામાં ગોરસ આંબલીનો પ્રયોગ કરવામાં આવે છે. તેને ખાવાથી પાચન શક્તિ પર સારી અસર પડે છે અને પાચન ક્રિયા બરાબર રીતે કામ કરે છે. ગોરસ આંબલીના અંદર મળવા વાળા પોષક તત્વ પેટ માટે ગુણકારી સાબિત થાય છે અને આંબલી ખાવાથી ખાવાનું બરાબર રીતે પચી જાય છે તેથી જે લોકોને ખાવાનું બરાબર રીતેના પચવાની ફરિયાદ રહે છે તે લોકો આંબલીનુ સેવન કર્યા કરો.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગોરસ આંબલી એ ખૂબ સારું ફળ છે. તે ઉનાળાનું ફળ છે, આ ઋતુમાં તે સરળતાથી મળી રહે છે. તેને ખાવાથી તમારી પ્રતિરક્ષા વધે છે. કોરોના સમયગાળામાં તેને ખાવાથી મોટો ફાયદો થાય છે. આ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધશે જે તમને વાયરસ સામે લડવાની શક્તિ આપશે. જો કોઈને પથરીની સમસ્યા છે તો ગોરસ આંબલીને લગભગ 10 દિવસ સુધી ખાવાથી હંમેશા માટે આ રોગ મટી જાય છે.
ગોરસ આંબલીના પાંદડાના રસનો ઉપયોગ કાનના દર્દોમાં કરવાથી ખુબ જ ફાયદો થાય છે. ગોરસ આંબલીના પાંદડાને મસળીને તેમાંથી રસ કાઢી લો. હવે આ રસ ના 1-2 ટીપાં કાનમાં નાખવાથી કાનના દુખાવામાં ખુબજ જલ્દી રાહત મળી જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.