ઘૂંટણનો દુખાવો આજકાલ ખૂબ જ સામાન્ય બની ગયો છે, અને જ્યારે શિયાળો હોય ત્યારે તે વધુ વધે છે. આ અસહ્ય દુખાવાને દવા માત્ર થોડો સમય જ અસર કરે છે. પરંતુ તેનાથી જીવનભર છુટકારા માટે દેશી અને આયુર્વેદિક ઈલાજ વધારે અસરકારક છે આ ઉપરાંત આયુર્વેદિક ઈલાજ ની કોઈ આડઅસર પણ નથી પરંતુ તેને નિયમિત રીતે શરુ રાખવી જરૂરી છે. આ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને તમે ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
ગોઠણ નો દુખાવો મટાડવાનો દેશી અને ઘરગથ્થુ ઈલાજ:
દુખાવાથી રાહત મેળવવા માટે મેથીના દાણાનો ઉપયોગ ખુબ જ અસરકારક છે. આ માટે અડધી ચમચી મેથીનો પાવડર સવાર-સાંજ ગરમ પાણી સાથે ખાઓ. ઇચ્છો તો અડધી ચમચી મેથીના દાણાને રાત્રે અડધો ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટે ચાવીને ખાવ, અને પાણી પીઓ, દુખાવામાં ખુબ જ જલ્દી રાહત મળશે.
હળદરવાળા દૂધના સેવનથી ઘૂંટણ કે અન્ય સાંધાના દુખાવામાં પણ ખૂબ રાહત મળે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદરનો પાઉડર મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા પીવાથી દુખાવામાં રાહત મળે છે. હળદરના પાવડરને બદલે કાચી હળદરને પીસીને દૂધમાં મિક્સ કરો તો વધુ ઝડપથી રાહત મળે છે.
આદુના ઉપયોગથી ઘૂંટણના દુખાવામાં પણ રાહત મળે છે. તેનો ઉપયોગ શિયાળાના દિવસોમાં અવશ્ય કરવો જોઈએ. રોજ ચા, શાકભાજી, ચટણી અને અથાણાં દ્વારા આદુનું સેવન કરતા રહો. તે માત્ર ઘૂંટણના દુખાવા માટે જ ફાયદાકારક નથી, પરંતુ અન્ય સાંધાના દુખાવા અને સોજાની સાથે ખાંસી, શરદી અને શ્વસન સંબંધી રોગોમાં પણ રાહત આપે છે.એલોવેરાથી ઘૂંટણનો દુખાવો અને સાંધાના અન્ય દુખાવામાં ફાયદો થાય છે. જ્યારે દુખાવો થાય ત્યારે એલોવેરાનો પલ્પ કાઢીને તેમાં હળદર પાઉડર મિક્સ કરીને ગરમ કરીને પીડાદાયક જગ્યા પર બાંધવો જોઈએ. આ પીડા અને સોજામાં ઝડપી રાહત આપે છે.
દુખાવો ઘૂંટણનો હોય કે શરીરના અન્ય કોઈ સાંધામાં હોય તુલસીના રસનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. આ માટે તુલસીના એક ચમચી પાનનો રસ કાઢીને એક ગ્લાસ નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવો. આવું રોજ કરવાથી દુખાવામાં રાહત મળશે.
મધ સાથે ત્રિફળા પાવડરનું સેવન કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. સાથે જ તેમાં અડધી ચમચી દેશી ઘી નાખો. રોજ સવારે તેનું સેવન કરવાથી દુખાવામાં રાહત મળે છે.
આયુર્વેદિક તેલ થી દુખાવામાં રાહત:
સરસવના તેલમાં લસણની એક કળી મિક્સ કરો. આમ કરવાથી માત્ર બળતરા જ ઓછી નથી થઈ શકતી પરંતુ હાડકાને પણ મજબૂત બનાવી શકાય છે. સરસવના તેલમાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, ઓમેગા 3 ફેટી એસિડ્સ વગેરે હોય છે. આ સાથે જ લસણની અંદર ઘણા એવા ઔષધીય ગુણો રહેલા છે જે ઘૂંટણના દુખાવામાં રાહત આપવામાં ઉપયોગી છે.
સૌથી પહેલા એક પેનમાં સરસવનું તેલ નાખો. તેમાં લસણની કેટલીક કળીઓ નાખો. આ પછી, તેલને સારી રીતે ગરમ કરો. હવે જ્યારે લસણની કળી કાળી પડી જાય ત્યારે ઘુંટણ અને સાંધાને બનાવેલા તેલથી મસાજ કરો. આમ કરવાથી ખૂબ આરામ મળી શકે છે.