શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર ગુંદરનાં લાડુ ખાવાનું પસંદ કરતા હોય છે. તે ખાવામાં તો ટેસ્ટી હોય જ છે સાથે જ તેમના અગણિત ફાયદાઓ પણ હોય છે. શિયાળાની ઋતુમાં જો તેનું સેવન કરવામાં આવે તો તે શરીરને ગરમી પ્રદાન કરે છે. તેમા વૃક્ષની છાલમાંથી નીકળતો પ્રાકૃતિક ગુંદર એટલે કે ખાદ્ય ગુંદર હોય છે. સામાન્ય રીતે ગુંદરનાં લાડુને તૈયાર કરવા માટે દેશી ઘી, ગુંદર, સુકેલા નાળિયેરનું ખમણ, ઘણા બધા નટ્સ અને ડ્રાયફ્રુટસ ની જરૂર પડતી હોય છે.
શિયાળાની ઋતુમાં તે શરીરને ગરમી પ્રદાન કરવાનું કામ કરે છે.ઠંડીની સાથે સાથે તે સિઝનના વાયરસના સંક્રમણથી પણ લોકોને બચાવે છે.જે લોકોને શિયાળાની ઋતુમાં થાક અને ઉર્જાની કમી મહેસૂસ થાય છે, તેમના માટે આ લાડુ બેસ્ટ ઓપ્શન છે.
ગુંદરનાં લાડુ ખાવાથી આંખોની રોશનીમાં પણ સુધારો થાય છે.ગુંદરમાં પ્રોટીન, ફાઇબર, કૈલ્શિયમ અને મૈગ્નેશિયમની ભરપૂર માત્રામાં મળી આવે છે, જે હાડકાઓને મજબુત બનાવવામાં મદદ કરે છે.સંધિવાના રોગમાં પણ ગુંદરનાં લાડુને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેમના સેવનથી પીઠ અને સાંધાના દુખાવામાં રાહત મળે છે.
કોઈ ઝાડના થડમાંથી રસ કે સ્રાવ નીકળે છે. જે સૂકાઈને ભૂખરો અને કડક થઈ જાય છે. તેને ગુંદર કહેવામાં આવે છે. ગુંદર શીતળ અને પૌષ્ટિક હોય છે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ખાસ કરીને બાવળનો ગુંદર વધુ ઉપયોગમાં લેવામાં આવે છે.જો તમે ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત કરવા ઇચ્છો છો તો શિયાળામાં દરરોજ 1-2 લાડુનું સેવન દૂધની સાથે કરવું જોઇએ.
ગુંદર વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ શરીરમાં રહેલો ફેટ ઓછો કરે છે. જો મહિલાઓ ગુંદરનું સેવન રોજ કરે તો વજન ઘટાડવામાં મદદ મળે છે.
ગુંદરનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને ખતમ કરવામમાં મદદ કરે છે અને કેન્સર સામે રક્ષણ કરે છે. ગુંદર ખાવાથી કે તેમાંથી બનેલી ચીજોનું સેવન કરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે.
ગુંદરના લાડુ સ્તનપાન કરાવતી મહિલાઓને ખવડાવામાં આવે છે. તેનાથી બ્રેસ્ટ મિલ્કમાં વૃદ્ધિ થાય છે અને ગુંદરમાં રહેલાં બીજા તત્વોને કારણે શરીરને પૌષ્ટિક તત્વો મળે છે.ગર્ભવતી સ્ત્રીઓ માટે ગુંદર ફાયદાકારક માનવામાં આવે છે. તે કરોડરજ્જુના હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.
ગુંદર એ કોઈ બનાવટી વસ્તુ નથી તદ્દન કુદરતી રીતે મળતી અમૂલ્ય ઔષધિ છે. લીમડો, બાવળ, જેવા ઝાડના થડ પર ચીરો મુકતા તેમાંથી રસ કે સ્ત્રાવ નીકળે છે જે સુકાયા બાદ કડક થઇ જાય છે. આ સુકાયેલો રસ એજ ગુંદર. જે કુદરતી રીતે મળતો હોવાથી તેમાં ગુણોનો અમૂલ્ય ખજાનો રહેલો છે. તે તાસીરમાં ઠંડો અને પૌષ્ટીક હોય છે.
તેને ખાસ કરીને શિયાળામાં ખાવામાં આવે છે. શિયાળામાં બનતા વિવિધ પાકો જેવા કે અડદિયા પાક, બદામ પાક, નાળિયેર પાક, તલ પાક, સુખડી, મેથી લાડુમાં ગુંદરને ઘી કે તેલમાં તળીને ઉમેરવામાં આવે છે. ગુંદરના લાડુ પણ બનાવી સકાય છે. આ સિવાય કોઈ આયુર્વેદિક દવા કે ગોળી બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. દૂધ સાથે ગુંદર પલાળીને પીવાથી ખૂબજ ફાયદો થાય છે એવું કહેવામાં આવે છે કે તેનાથી વૃદ્ધત્વ દૂર રહે છે.
આ સિવાય ગુંદરના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, હૃદય રોગનું જોખમ ઘટે છે, લોહીની કમી દૂર થાય છે. ગર્ભવતી મહિલાઓ માટે તે ખાસ ઉપયોગી છે કેમ કે ગુંદર કરોડરજ્જુના હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.
ગુંદર એ ઝાડમાં થતો એક ચીકણો પદાર્થ છે. આને પ્રાકૃતિક દ્રવ્ય પણ કહેવામાં આવે છે. આને ઔષધ રૂપે માનવામાં આવે છે. આ પ્રવાહીને જયારે ઝાડમાંથી કાઠવામાં આવે છે ત્યારે તે સફેદ રંગમાં વહે છે. તે જયારે ફ્રેશ હોય ત્યારે સફેદ આંસુના રૂપે હોય છે અને જયારે સુકાઈ ત્યારે આછા કાળા રંગનું થાય છે. આને જ ગુંદર કહેવાય છે.
લીમડાનો ગુંદર લોહીનું પરિભ્રમણ ના પ્રમાણમા વધારો કરે છે. તે તાજગી આપનાર પદાર્થ છે.તેમાં લીમડા જેવા જ ઔષધિય ગુણધર્મો રહેલ હોય છે. આવી જ રીતે પલાશનો ગુંદર હાડકાને મજબૂત બનાવે છે. ગુંદર માં એન્ટિઓક્સિડેંટ ગુણ હોય છે, જે ઓક્સિડેનટીવ તણાવને ઓછુ કરવામાં મદદ કરે છે. હળવા ગરમ પાણી સાથે ગુંદર લેવાથી શરદી, ઉધરસ, અને જ્વરની સમસ્યા દૂર થાય છે. તદુપરાંત આના સેવનથી ઉદરમાં ઇન્ફેક્ષન થવાનો ખતરો પણ ઓછો થાય છે. ગુંદર ખાવાથી સહનશક્તિ અને ઇમ્યુનિટીમાં વધારો થાય છે અને આપણને દિવસભર ખુશમિજાજ રાખે છે.
સામાન્ય ભાષામાં ગુંદર એટલે બાવળનો ગુંદર એવું માનવામાં આવે છે જ્યારે પલાશના ગુંદરને કમરકસ પણ કહેવામાં આવે છે, તેવી જ રીતે લીંમડાના ગુંદરનો ઉપયોગ પણ થાય છે.ગુગળ, લોબાન વિગેરેમાં ગુંદરો પણ આયુર્વેદનો અભિન્ન ભાગ છે. કમરકસ એટલે કે પલાશના ગુંદરનો ઉપયોગ ઘા ઠીક કરવામાં, જાડા રોકવામાં અને પુરુષની નબળાઈ અથવા વીર્ય વિકાર દૂર કરવા માટે પણ કરવામાં આવે છે, લીંમડાનો ગુંદર લોહી સ્વચ્છ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ ઠીક કરે છે, લીંમડાના ગુંદરથી ખીલ અને ચામડીના રોગોમાં લાભ થાય છે.
તે અનેક પ્રકારના રોગોથી પણ આપણો બચાવ કરે છે. ગુંદર ચામડી માટે પણ ખૂબ જ લાભદાયક છે.તે ત્વચાની સંભાળ રાખનારનું કામ કરે છે. નિયમિત ગુંદરનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. આ જ સમયે, દૂધ સાથે ગુંદર લેવાથી સ્નાયુ અને સાંધાના દર્દમાં પણ આરામ રહે છે. ગુંદરને ખાવાથી ધમનીઓ અને રક્તવાહિનીઓ સારી રીતે કામ કરે છે. તેમજ કોલેસ્ટરોલન ને કાબુમાં રાખે છે અને તેનાથી હદય રોગની બીમારી ઓ ઓછી થાય છે. ગુંદર હતાસા અને તણાવને દુર રાખે છે.
જે લોકોને ફેફસાની તકલીફો, અશક્તિ અને થાક રહેતા હોય છે, એવા લોકો માટે ગુંદરનો વપરાશ ખૂબ જ લાભકારક છે. રાત્રે ગરમ દૂધમાં ગુંદર ભેળવીને પીવાથી ઊંઘને લગતી સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપચાર કરવાથી ઉંઘ સારી આવે છે. શરીરમાં લોહીની ઘટ પૂરી કરવા માટે ગુંદરના લાડુ, પાંજેરી અથવા ચીકીનું સેવન કરવું જોઈએ. તદુપરાંત ગુંદરના લાડુ ખાવાથી શિયાળામાં આપણું શરીર અંદરથી ગરમ રહે છે. પીરિયડ પીડા, લ્યુકોરિયા, ડિલિવરી પછીની અશક્તિ અને ફિજીકલ ઇંકોમ્પેબિલિટી ઘટાડવા માટે, ગુંદર સાથે ખડી સાકર સરખા પ્રમાણમાં મિક્ષ કરીને કાચા દૂધ સાથે ખાવાથી પીરિયડમાં થતા દર્દ માં રાહત મળે છે.
પ્રેગ્નન્સી દરમિયાન ગુંદરની સેવન કરવાથી સ્ત્રી ને કરોડરજ્જુ મજબૂત બને છે. આ ઉપરાંત આના સેવનથી માતાના દૂધમાં પણ વધારો થાય છે.હદય માટે શેકેલો ગુંદર ખુબ સારો માનવામાં આવે છે. તે હાર્ટ એટેક અને બીજા રોગોથી બચાવે છે. રોજ એક ચમચી ગુંદરનું સેવન કરવાથી કબજીયાત અને એસીડીટી ની સમસ્યા માંથી રાહત મળે છે. આનું સેવન દરરોજ કરવાથી ધણી બધી બીજી તકલીફ પણ દુર થાય છે. આના સિવાય આપણી માસપેશીઓને મજબુત કરે છે.
વજન ઓછું કરવા માટે ખુબ લાભદાયક છે. તે શરીરની વસાને ઓછી કરે છે. નબડાય ઘણા લોકોને સતાવતી હોય છે. તો આનો તે ઉપયોગ કરવાથી નબડાય દુર થઇ જાય છે. અડધો ગ્લાસ દુધમાં ભેળવી ને પીવાથી માઇગ્રેન, ઇલટી, નબડાઇ, થાક વધારે લાગતો હોયતો આના ઉપયોગથી ફાયદો થાય છે. ઇમ્યુનિટી ને મજબુત કરવા આના એક કે બે લાડું દરરોજ ખાવા.એક સંશોઘન મુજબ સ્ત્રીઓ રોજ 6 અઠવાડીયા કરવાથી તેના શરીરમાંથી વસા દુર થાય છે.
ગુંદર મા કેન્સર કોષો ને ખતમ કરવાના ગુણ પણ રહેલા છે. તેમાં એન્ટીકાર્સિનોજેનિક નામ નુ તત્વ હોય છે. આના સેવન થી ડાયાબિટીસ ને કાબુમા રાખે છે. બ્લડ પ્રેશરથી બચાવે છે અને ડિપ્રેશન માથી પણ રાહત આપે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ નામ નો ગુણધર્મ પણ રહેલો હોય છે. તે તણાવ ને ઓછું કરે છે. તેમાં ઇન્ફ્લેમેટ્રી જેવાં અનેક ગુણ મળી આવે છે. જે ટોન્સિલ મા ફાયદો કરે છે. લોહી વધારવા માટે ગુંદરને લગતા ખોરાક ખાવાથી લોહીમાં વધારો થશે અને તાકાત પણ આવશે.બાવળનો ગુંદર પણ ખુબ પ્રચલિત છે અને તેનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે. તેને કેટલાએ નામે ઓળખવામાં આવે છે, બાવળનો ગુંદર, ઇંગ્લીશમાં ગમ અકેશિયા કહેવાય છે, તેને ગમ અરાબિક પણ કહે છે જ્યારે નેર્મલ બોલચાલમાં તેને માત્ર ગુંદર જ કહેવામાં આવે છે.
બાવળના ગુંદરનો ઉપયોગ કરવાથી છાતી કોમળ થાય છે. તે આમાશયને બળવાન બનાવે છે તેમજ આંતરડાને પણ મજબૂત બનાવે છે. તે છાતીના દુઃખાવાને દૂર કરે છે, તેમજ ગળાનો અવાજ પણ સ્પષ્ટ કરે છે. તેનો ઉપયોગ ફેફસાં માટે ખુબ જ લાભપ્રદ હોય છે. તેનાથી શરીરમાં ધાતુનો વધારો થાય છે અને તે વીર્ય વધારે છે. તેના નાના-નાના ટુકડા ઘી, માવા અને સાકર સાથે શેકીને ખાવાથી શરીર બળવાન બને છે. તેના ઉપયોગથી ચુસ્તી તેમજ સ્ફૂર્તિ આવે છે તેમજ તાજગી પણ અનુભવાય છે, ઉનાળામાં તેનો ઉપયોગ કરવાથી લૂ નથી લાગતી.
પુરુષો માટે બાવળનો ગુંદર ખુબ જ લાભકારક છે, તેના ઉપયોગથી પૌરુષ વધે છે, બાવળનો ગુંદર ઉનાળામાં ભેગો કરવામાં આવે છે. તેની ડાળીમાં જ્યાં પણ કાપો મુકતા જે સફેદ પ્રવાહી નીકળે છે તેને ગુંદર કહેવાય છે. તે બજારમાં પણ કોઈપણ દુકાને સરળતાથી મળી જાય છે. સામાન્ય રીતે ગુંદરનું સેવન 5-10 ગ્રામ સુધી જ કરી શકાય છે. અને જો ક્યાંય પણ તેની કોઈ નુકસાનકારક અસર દેખાય તો તેને શાંત કરવા માટે પલાશના ગુંદરનું સેવન કરવું જોઈએ.તો ચાલો આજે અમે તમને આ જ ગુંદરના કેટલાક ચમત્કારી ફાયદાઓ વિષે જણાવીએ.
કમરના દુઃખાવામાં બાવળની છાલ, તેની સીંગ અને ગુંદર બરાબર મેળવી વાટી લેવા, એક ચમચીના પ્રમાણમાં દિવસમાં 3 વાર તેનું સેવન કરવાથી કમરના દુઃખાવામાં રાહત મળે છેમાથાના દુઃખાવામાં પાણીમાં બાવળનો ગુંદર ઘસી માથા પર લગાવવાથી માથાનો દુઃખાવો દૂર થાય છે.
ડાયાબીટીસમાં બાવળના ગુંદરનું ચૂર્ણ પાણી સાથે અથવા ગાયના દૂધ સાથે દિવસમાં 3 વાર રોજ લેવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.પુરુષ અને સ્ત્રી બન્નેની નબળાઈમાં બાવળના ગુંદરને ઘીમાં તળી તેનું પાન બનાવી ખાવાથી પુરુષની શક્તિ વધે છે અને પ્રસૂતા સ્ત્રીને ખવડાવવાથી તેનામાં પણ શક્તિનો સંચાર થાય છે
ઉધરસમાં બાવળનો ગુંદર મોઢામાં રાખી ચૂસવાથી ઉધરસ મટી જાય છે.વૈવાહિક જીવનમાં બાવળના ગૂંદરને ઘીમાં શેકી તેનો પાક બનાવી એટલે કે સુખડી વિગેરે બનાવી ખાવાથી પતિ-પત્નીને વૈવાહિક જીવનનું પરમસુખ પ્રાપ્ત થાય છે.
બળી જવાથી બાવળના ગુંદરને પાણીમાં ઘોળવી શરીરના બળેલા ભાગ પર લગાવવાથી બળતરા દૂર થાય છે.માસિક ધર્મની તકલીફોમાં 100 ગ્રામ બાવળના ગુંદરને શેકી તેનું ચૂર્ણ બનાવી બરણીમાં ભરી લેવું. તેમાંથી 10 ગ્રામ ગુંદરનું ચૂર્ણ લઈ તેમાં સાકર ભેળવી સેવન કરવાથી માસિક ધર્મની પિડામાં રાહત મળે છે અને માસિક ધર્મ નિયમિત રીતે આવવા લાગે છે.અતિસાર અથવા ઝાડામાં બાવળના ગુંદરને 3 ગ્રામથી 6 ગ્રામના પ્રમાણમાં લઈ સવાર-સાંજ પીવાથી એક જ દિવસમાં ઝાડામાં લાભ થાય છે.
પેટ તેમજ આંતરડાના ઘામાં બાવળના ગુંદરને પાણીમાં ઘોળી પીવાથી આમાશય અને આંતરડાના ઘા તેમજ પીડા દૂર થાય છે.શક્તિ વધારવા માટે બાવળના ગુંદરને ઘીમાં તળી તેમાં બેગણી સાકર ભેળી તેને રોજ 20 ગ્રામના પ્રમાણમાં લેવાથી શક્તિમાં વધારો થાય છે.હરસમાં બાવળનો ગુંદર અને ગેરુ 10-10 ગ્રામ લઈ વાટીને ચૂર્ણ બનાવી લેવું. તેના 1થી 2 ગ્રામ ચૂર્ણને ગાયના દૂધની છાશમાં ભેળવી 2-3 અઠવાડિયા સુધી પીવું. તે સુકા તેમજ લોહીવાળા હરસમાં લાભપ્રદ રહે છે.