ઘઉં નો બ્રાન સ્વાસ્થ્ય માટે ખબુજ ફાયદાકારક મનાય છે પરંતુ જ્યારે તેને દૂધ ની સાથે ખાવામાં આવે તો શરીર ને ઓછા પ્રમાણ માં દૂધ નું કેલ્શિયમ મળે છે. આલ્કોહોલ નું વધારે સેવન હાડકા માટે નુકશાનકારક સાબિત થાઈ છે. જો હાડકા ને મજબૂત રાખવા માંગતા હોવ તો આલ્કોહોલ નું ઓછા મા ઓછું સેવન કરવું જોઈએ. સ્ત્રીઓ ને દિવસભર માં એક ગ્લાસ અને પુરુષો ને બે ગ્લાસ થી વધારે આલ્કોહોલ નું સેવન કરવું હાનિકારક સાબિત થાઈ છે.
મોટા ભાગના લોકો જાણે છે કે વધારે મીઠુ ખાવાથી સ્વાસ્થ્ય ને નુકશાન પોહચે છે. બ્રેડ, ચીજ, ચિપ્સ માં સૌથી વધારે મીઠું જોવા મળે છે, જે હાડકા ને ગંભીર રૂપ થી નુકશાન પહોંચાડી શકે છે. જો તમે તમારા હાડકાંને મજબૂત રાખવા માંગતા હોવ તો દિવસ માં ત્રેવીસસો મિલિગ્રામ મીઠા નું સેવન જ કરવું જોઈએ.
એમ તો સાઈકલ ચલાવવા થી હદય અને ફેફસા મજબૂત થાય છે. પરંતુ તેનાથી હાડકા ને કોઈ ફાયદો નથી થતો. ખરેખર, સાયકલ ચલાવવું હાડકા ની ઘનતા ને અસર કરતું નથી. જો તમે સાઈકલ ચલાવવા ના શોખીન છો તો તમારે સાઈકલ ચલાવવા ની સાથે સાથે ભાગ – દોડ, નૃત્ય, તરણ જેવી પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવું જોઈએ.
જરૂરિયાત થી વધારે સોડા વાળું પીણું હાડકા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કેટલાક અભ્યાસ માં સામે આવ્યું છે કે હાડકા ને સોડા પીણાં માં હાજર કેફીન અને ફોસ્ફરસ થી હાડકાંને નુકસાન પહોંચાડે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંત નું માનીએ તો હાડકા ને ત્યારે નુકશાન પહોંચે છે. જ્યારે લોકો દૂધ ના બદલે સોડા જેવા પીણા નું સેવન કરે છે. અને જરૂર થી વધારે કોફી કે ચા પીવા થી પણ હાડકા નું કેલ્શિયમ ઓછુ થાય છે, જેનાથી હાડકા નબળા થવા લાગે છે.
લાંબા સમય સુધી ટીવી ની આગળ બેસી રહેવા થી તમારા હાડકા ને નુકશાન પહોંચી શકે છે. જ્યારે તમે લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહો છો તો તમારા શરીર મા વધારે હલનચન નથી થતું, જેથી હાડકા પર ખરાબ અસર પડી શકે છે.
કસરત કરવા થી હાડકા મજબુત બને છે. જ્યારે તમારા પગ પર તમારું શરીર નું વજન પડે છે તો તેનાથી હાડકા અને સ્નાયુઓ ગુરુત્વાકર્ષણ થી ઉલટું કામ કરે છે, જે આપણા શરીરના હાડકા માટે ફાયદાકારક મનાય છે.
કેટલીક દવાઓ ને લાંબા સમય સુધી લેવા થી હાડકા પર ખરાબ અસર પડે છે. કેટલીક એન્ટી સેપ્ટિક ગલિકોકોટિકકોઇડ જેવી પ્રેડીસોને અને કોર્ટિસો જેવી દવા હાડકા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
જે લોકો નું વજન નોર્મલ થી ઓછું હોય છે, તેને હાડકા નું ફેક્ચર થવા ની સંભાવના વધારે પ્રમાણ માં થાય છે. જે લોકો ના હાડકા વધારે પાતળા હોય છે તેને વજન વધારવાની કસરત કરવી જોઈએ.
ધૂમ્રપાન કરવા થી શ્વાસ મારફતે શરીર માં ધુમાડો જવા લાગે છે. ધૂમ્રપાન કરનારાઓ ના શરીર માં હાડકા ની સ્વસ્થ પેશીઓ સરળતા થી નથી બની શકતી. વધારે ધૂમ્રપાન કરનારા લોકો ને હાડકા માં ફેક્ચર થવા ની સંભાવના વધારે પ્રમાણ માં થાઈ છે. સાથે જ તે લોકો માં લાગેલી હાડકા ના ઘા ને સારૂ થવા મા વધારે સમય લાગે છે.
જ્યારે આપણે બાળપણ મા પડતા હતા તો જલ્દી થી ઊભા થઈ જતાં હતા. પરંતુ વધતી ઉમર ની સાથે પડવું ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે. ખાસકરીને જ્યારે તમારા હાડકા નબળા થઈ ચૂક્યા હોય. વધારે ઉમર ના લોકો માં ફેક્ચર ને સારું થવા મા વધારે સમય લાગી શકે છે.
એટલા માટે જે લોકો ની ઉંમર વધારે થઈ ગઈ હોય, તે લોકો ને કાળજીપૂર્વક થી ચાલવા ની સલાહ આપવામાં આવે છે. જેથી હાડકાં ની સમસ્યા ઊભી થતી નથી. સારા સ્વાસ્થ્ય માટે હાડકા નું મજબૂત હોવું ખુબજ જરૂરી હોય છે. હાડકા ની મજબૂતાઇ માટે બરાબર ખાવું પીવું ખૂબ જ જરૂરી હોય છે. હાડકા ને મજબૂત રાખવા માટે બરાબર ભોજન અને ન્યુટ્રીશન ખુબજ જરૂરી હોય છે.