દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ છએ છ તત્વ હળદરમાં સમાયેલાં છે. આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે.
દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.
શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે. આ મીશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે. મધ સાથે કે ગરમ દૂધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.
કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું. એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ મટે છે. સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.
નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહાર સાથે એક ચમચી હળદર પાવડર દિવસમાં બે વાર લેતા રહેવાથી વજન ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થાય છે. આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.
સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે. હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે.
હળદર, મીઠું અને પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે. હળદર અને સાકર ચુસવાથી અવાજ ખુલે છે, સ્વર સારો થાય છે.
એક મહીના સુધી રોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કોઈકે કંઈ ખવડાવી દીધું છે એવો વહેમ હોય તો તે મટી જાય છે.
હળદરને શુદ્ધ ઘીમાં મિક્ષ કરી હરસ-મસા પર લગાવવાથી બહુ જલ્દી રાહત મળે છે અને બળતરા પણ દૂર થાય છે.ત્વચાના કોઈપણ રોગ કે ખંજવાળ હોય તો હળદરવાળું પાણી પીવાથી મટે છે. હળદર, સુખડ, રસાંજનનું ચૂર્ણ ગુલાબજળમાં ભેળવી ખીલ પર લગાવવું, ખીલ ઝડપથી ગાયબ થઈ જશે.
હળદર, મુલતાની માટી, ગુલાબજળનો પેક બનાવી લગાવવાથી કાળા ડાઘ, કરચલી દૂર થઈ ત્વચા સુંદર અને તેજસ્વી બને છે. વાળમાં કે શરીરમાં ખંજવાળ, શીળસ અથવા કોઈ પણ એલર્જીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળ મૂળમાંથી મટે છે.
હળદરના ગાંઠિયાને ગુલાબજળમાં ઘસી તેમાં ચંદન નાખી લેપ કરવાથી કાળા ડાઘ ચકામાં, કુંડાળાં મટે છે.હળદર, નિર્મળીનાં બી, લોધ્ર, મજિઠના લેપથી ત્વચા ગોરી અને સુંદર બને છે.
લીમડાના પાનની રાખ બનાવી, હળદર નાખી મધ કે પાણી સાથે ભેળવી લેપ કરવાથી ગુમડાં જેવા મોટા, પાકેલા ખીલ પણ મટે છે. હળદર, લોધ્ર, જાંબુનાં પાન, તુલસીનાં પાન, સુખડ, રતાંજલિ, કાળી માટી મિકસ કરી પાણીથી નહાવાથી ત્વચાના રોગો, ખંજવાળ આવતી નથી. સનબર્નથી કાળી થયેલી ત્વચાનો રંગ ગોરો થાય છે.
શિયાળામાં હળદર, લીલી હળદર, કપૂર કાચલી, બદામ, ખસખસ, ચારોળી, લોધ્ર, સરસવને દૂધમાં વાટી હળવા હાથે ઘસીને ન્હાવાથી ત્વચા ફાટતી નથી સાથે જ ત્વચા સ્વસ્થ અને ચમકીલી બને છે. બે ચમચી હળદરને અડધા કપ પાણીમાં ગરમ કરી લેવું. ત્યારબાદ તેમાં કપડાની પટ્ટી પલાળી આંખો પર રાખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખો સ્વસ્થ રહે છે.
ચોમાસામાં ત્વચા પર ખંજવાળ, દાદર- ખરજવું થતું હોય તો હળદર, લીમડો, લીમડાની છાલ, ચણાનો કે મગનો લોટ મિકસ કરી નહાવાથી ત્વચા સ્વચ્છ, ખંજવાળરહિત બને છે.
અળાઈમાં હળદર, વરિયાળી, ફટકડી, સુખડ, લીમડો, ગુલાબપત્તી, ગોપીચંદન પાઉડરને ગુલાબજળમાં ભેળવીને લગાવી ૧૦ મિનિટ બાદ નહાવાથી અળાઈ, ફોલ્લી, ખંજવાળ મટી ત્વચા ખીલમુકત બને છે.
ડાયાબીટિસના દર્દીઓ માટે હળદર કોઇ ઔષધીથી ઓછી નથી. ડાયાબીટિસ માટે દરરોજ ગરમ દૂધમાં એક ચમચી હળદર પાવડર મેળવીને પીવું જોઇએ. વાસ્તવમાં, હળદરમાં વાતનાશક ગુણ હોય છે જે ડાયાબીટિસ ની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે.
હળદરનું સેવન એ શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને લોહીને સ્વચ્છ રાખે છે. હળદર એટલી કારગર છે કે તે મહિલાઓની પીરિયડ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે.
લીવર સંબંધી સમસ્યાઓમાં પણ હળદરને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. આ જ કારણ છે કે શરદી- ખાંસી થવા પર દૂધમાં કાચી હળદર પાવડર નાખીને પીવાની સલાહ આપવામાં આવે છે. જરૂરી છે કે હળદર હંમેશા હવાચુસ્ત બરણીમાં રાખો કે જેથી કરીને તેના સ્વાદ અને ગુણવત્તામાં કોઇ ઉણપ આવે નહીં.
પેટમાં કીડા થવા પર 1 ચમચી હળદરના પાવડરને રોજ સવારે ખાલી પેટે એક સપ્તાહ સુધી તાજા પાણીની સાથે લેવાથી કીડા દૂર થાય છે. આ મિશ્રણમાં થોડું મીઠું પણ મેળવી શકો છો. તેનાથી પણ ફાયદો થશે.
ત્વચાના વણજોઇતા વાળને દૂર કરવા માટે હળદર પાવડરને નવશેકા નાળિયેર તેલમાં મેળવીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને હાથ-પગ પર લગાડો. જેનાથી ત્વચા મુલાયમ બને છે. અને શરીર પરથી વણજોઇતા વાળ દૂર થાય છે.
જો ગર્ભાવસ્થા દરમિયાન પેટ પર સ્ટ્રેચ માર્ક્સ થઇ ગયા છે અને હવે દૂર નથી થઇ રહ્યા તો હળદરને દહીં સાથે મિક્સ કરી રોજ પેટ પર 5થી 7 મિનિટ સુધી લગાવેલી રાખો. આના સતત પ્રયોગથી સ્ટ્રેચ માર્ક્સ ધીમે-ધીમે દૂર થશે.
હળદરની મદદથી દાંતને લગતી બીમારી પણ દૂર થઇ જાય છે. જો ઇન્ફેક્શન હોય તો હળદર, સિંધાલૂણ અને સરસવના તેલની પેસ્ટ બનાવો અને તેને દિવસમાં ત્રણવાર ઇન્ફેક્શન ફેલાયું હોય તે જગ્યા પર લગાવો. ત્યારપછી ગરમ પાણીથી મોઢું ધોઇ લો આનાથી રોગ દૂર થઇ જશે.