‘હળદર વિના હેરાન થઈએ છીએ’ આ કહેવત હળદરની મહત્તાનું, ગુણવત્તાનું પ્રતિપાદન કરે છે. હળદર એ રોજિંદા વપરાશ ની વસ્તુ છે. ભોજનમાં દાળ શાકમાં તેનો ઉપયોગ સવિશેષ થાય છે, વળી દવા તરીકે ઘરગથ્થુ ઉપચાર માં હળદરનો છૂટથી ઉપયોગ થાય છે. હળદર નો રંગ પીળો હોય છે.
પીળો રંગ એક પ્રકારનું આકર્ષણ પેદા કરે છે એ રીતે રસોઈમાં પણ તે સ્વાદ લાવે છે. આવી ઉપયોગી હળદર નું ઉત્પાદન બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, મદ્રાસ, દહેરાદૂન ઉપરાંત ગુજરાતમાં ખેડા અને સુરત જિલ્લામાં હળદરનું વાવેતર થાય છે.
આંખો જીવનનું અણમોલ રત્ન છે. આંખો છે તો દુનિયાનું દર્શન છે. જગતના વ્યવહાર બે આંખની શરમ થી ચાલે છે. જીવનને સુલઝાવનાર આવી સુંદર આંખો નું આપણે પૂર્ણ જતન કરતા નથી તેથી ક્યારેક નાની અમથી આંખની બીમારી મોટો રોગ ઊભો કરે તે પહેલાં હાથવગુ હથિયાર સમજી આંખના રોગોમાં હળદરના આ પ્રયોગ કરી જુઓ. આંખની પીળાશ દૂર કરવા માટે હળદર ના ગાંઠિયા ને શુદ્ધ પથ્થર પર ઘસી અંજન તૈયાર કરવું. આ અંજન ને સળી વડે સવાર સાંજ ચુરમાની માફક આંખોમાં લગાવવાથી એક અઠવાડિયામાં જ આંખો મૂળભૂત રંગમાં આવી જશે. પીળાપણું નીકળી જશે.
આંખમાં વાગે, કણુ કે કચરો પડે ત્યારે આંખમાં સખત ખૂંચે છે તેને મટાડવા ૫૦ ગ્રામ પાણીમાં એક તોલો હળદરનો પાવડર નાખી ખૂબ ઉકાળો ત્યારબાદ પાણી ઠંડુ થયા પછી એક સ્વચ્છ કાપડનો ટુકડો તેમાં બોળી તેના દ્વારા આંખો ધોવાથી આંખમાં પડેલું કણુ નીકળી જશે, આંખનો દુખાવો(ખટકો) મટી જશે. દિવસમાં ત્રણ ચાર વખત આ રીતે આંખો ધોવાથી લાભ થશે તેમજ રાતે સૂતી વખતે આ પાણીમાં જ કાપડની પટ્ટી પલાળી આંખો પર મૂકવી કે બાંધવી જેથી દુખાવા ની તીવ્રતા મટશે.
હળદર અને લીમડાની કૂણી કૂંપળો સરખા વજને લાવી તેને બરાબર વાટીને તેમાં પીપરનું દૂધ મેળવીને પાંચેક દિવસ મૂકી રાખો. પીપળનું દરરોજ તાજું દૂધ મેળવીને મૂકી રાખવું. સાત દિવસની મહેનત ના અંતે તૈયાર થયેલું અંજન શીશીમાં ભરી રાખો. સળી વડે અંજન નિયમિત એક મહિના સુધી કરવાથી આંખમાં પડેલી પૂતળીઓ નીકળી જશે. આંખ નિર્મળ સ્વચ્છ બની જશે અને ચશ્માનાં નંબર પણ ઉતરી જશે. આંખ ની લાલાશ દૂર કરવા માટે હળદર પાણીમાં વાટી લેપ જેવું તૈયાર કરવું. આ લેપ સૂતી વખતે આંખના પોપચા પર લગાવવો સવારે આંખો ધોઈ નાખવી આંખની ગરમી દૂર થઈ લાલાશ મટશે.
આંખમાં જોકો વાગે ત્યારે હળદર ના ગાંઠિયા ઓરસિયા પર ચંદનની માફક ઘસીને મલમ તૈયાર કરવો. આ મલમ ને સળી વડે આંખમાં આંજવાનો. અડધા કલાક પછી હળદર નાખીને ઉકાળેલા નવશેકા પાણી પડે આંખોને સારી રીતે ધોવી. અને પછી હળદર ના ઉકાળેલા પાણીમાં કપડાની પટ્ટી પલાળી આંખો પર મૂકવી. આ પટ્ટી ને વારંવાર હળદરના ગરમ પાણીમાં પલાળીને આંખ પર મૂકતા જવાથી આંખોને સુંદર શેક મળશે આ રીતે અડધા કલાકના શેક પછી ફરીથી મલમનું અંજન કરી સૂઈ જવું. સવારે આંખના ઘાવમાં આરામ જણાશે અને બે ત્રણ દિવસના અંતે તો સંપૂર્ણ મટી જશે.
વારંવાર ચશમા ના નંબર બદલાય ત્યારે આ પ્રયોગ કરવો. કાચના વાસણમાં બે-ત્રણ હળદર ના ગાંઠિયા મૂકી તે ગાંઠિયા ડૂબે તેટલો લીંબુનો રસ નાખવો. તેને સ્વચ્છ કપડા વડે ઢાંકી રાખવું. દરરોજ તેમાં લીંબુનો રસ ઉમેરતા જવું જ્યારે હળદર લીંબુનો રસ પીયને ફૂલી જાય ત્યારે તેને લઈને છાયામાં સુકવીને તેને બરાબર મિક્સકરીને ઝીણા કપડા વડે કપડછાણ કરીને આ પાવડર કાચની શીશીમાં ભરી લેવો. પછી આંખમાં અંજન કરવું. થોડા દિવસના પ્રયોગમાં ચશ્માના વારંવાર બદલાતા નંબર અટકી જશે. ભલું હશે તો ચશ્મા જ નીકળી જશે.
અજમા નો અર્ક, કપૂર, ફુદીનાનો અર્ક મેળવીને અમૃતધારા તૈયાર કરો. કાચના પહોળા મોં વાળી શીશીમાં હળદરના બે-ત્રણ ગાંઠિયા નાખીને તેમાં અમૃતધારા ભરી એક અઠવાડિયા સુધી તેમાં પલાળી રાખો પછી તેને કાઢીને મૂકી રાખો ઓરસિયા પર ચંદન ની જેમ ઘસી જે પ્રવાહી બને તેને મેંશની જેમ આંખો માં સવાર-સાંજ અંજન કરવું. જેનાથી મોતિયાબિંદ ધીરે ધીરે કપાઈને નીકળી જશે અને આંખો સ્વચ્છ બની જશે. મોતિયાના ઓપરેશન માંથી ઉગરી જવાશે.
દાડમના પાન અને આંબલીના તાજા પાન લાવી તેનો રસ કાઢવો તેમાં હળદરનો શુદ્ધ બારીક પાવડર જરૂર પ્રમાણે મેળવીને ખૂબ ઘૂંટીને પ્રવાહી તૈયાર કરવું રાત્રે સૂતી વખતે બે બે ટીપાં આંખમાં નાખવાના એકાદ અઠવાડિયા ના પ્રયોગથી આંખ ની લાલાશ અને દુખાવો પણ મટશે.