રસોડુ એટલે એક નાની એવી વૈધશાળા. રસોડા માં દરેક વસ્તુ માં આપણે હળદર નો ઉપયોગ કરીએ છીએ. હળદર ખૂબ ગુણકારી હોય છે અને માત્ર થોડી જ હળદર નું સેવન કરવાથી ઘણા રોગો ને દૂર કરી શકાય છે. હળદર નું સેવન જો ગરમ પાણી સાથે કરવામાં આવે તો ઘણા પ્રકાર ના રોગ દૂર થાય છે. હળદરનું કાર્ય પાચનતંત્ર, રસ, રક્ત વગેરે બધી ધાતુઓ અને વાત, પિત્ત, કફ એ ત્રણેય દોષો પર પ્રભાવશાળી હોય છે. તેમાંય કફધાતુ પર તેનો પ્રભાવ વધારે પડે છે. હળદર કુદરતી એન્ટીબાયોટીક છે. તેથી તે પેટ અને ત્વચા ને લગતી બીમારીઓને મૂળમાંથી દુર કરે છે. તો આજે આપણે હળદરમાં છુપાયેલા આ ગુણો વિષે જાણીશું.
પાચન તંદુરસ્ત બનાવે :
ગરમ પાણી અને હળદર પાચન ક્ષમતા ને વધારે છે. નિયમિત રોજ ગરમ પાણી અને હળદર ને એક સાથે લેવાથી પાચન પર સારો અસર પડે છે.અને પાચન તંદુરસ્ત બને છે. જે લોકો ને પણ કમજોર પાચન ની શિકાયત રહે છે એ લોકોએ પાણી સાથે હળદર નું સેવન કરવું જોઈએ.
શ્વાસ ની તકલીફ :
જે લોકો ને શ્વાસ સબંધી રોગો જેવા સાઈનસ કે દમ બ્રારોકાઈટીસ અને જામેલા કફની તકલીફ છે. તેને દૂર કરવા માટે હળદરને દૂધ સાથે ભેળવીને સેવન કરવાથી આ રોગોને મૂળમાંથી દુર કરે છે.
ડાયાબિટીસ :
ગરમ પાણી અને હળદર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને હળદર વાળું પાણી પીવાથી ડાયાબિટીસ હંમેશા કન્ટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસ થવા પર હળદર વાળું પાણી પીવાનું ચાલુ કરો. આજે મોટા ભાગના લોકો ડાયાબીટીસ ના રોગી થી પીડાઈ છે તો તેવો એ હળદરનું સેવન કોઈ ને કોઈ પ્રકારે જરૂર કરવું જોઈએ. હળદર ડાયાબીટીસ થી થતા ઘા ને જલ્દી જ ભરી દે છે.
આંખો ના કુંડાળા દૂર કરે :
જે લોકો ની આંખો ની નીચે કાળા કુંડાળા પડી ગયા છે તેવોએ ૧ ચમચી લીંબુનો રસ, બેસનની એક નાની ચમચી અને ટમેટાં નો રસ એક ચમચીને ભેળવીને તેની પેસ્ટ બનાવો પેસ્ટ આંખોની નીચે કાળા કુંડાળા ઉપર ૧૦ મિનીટ લગાવીને રાખો અને પછી પાણીથી ધોઈ લો. આંખો ના કાળા કુંડાળા દુર થઇ જશે.
લોહી શુધ્ધ કરે :
ગરમ પાણી અને હળદર ના ફાયદા લોહી ને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે.હળદર વાળું પાણી પીવાથી લોહી માં આવેલી અશુદ્ધિઓ ને સાફ કરે છે અને આવું કરવાથી મુહસા ની સમસ્યા પણ દૂર થાય છે અને ચહેરો એકદમ ગ્લોઇંગ થઈ જાય છે. માટે જે લોકો ને પણ લોહી શુદ્ધ નથી અને જે લોકો ને મુહસો ની શિકાયત છે. એ લોકો ને હળદર વાળું પાણી પીવું જોઈએ એક અઠવાડિયું સુધી પાણી પીવાથી તમારું લોહી એક દમ સાફ થઈ જશે.
સોજો ઓછો થાય :
શરીર ના સુજન ને ઓછું કરવા માટે ગરમ પાણી અને હળદર ખૂબ ફાયદાકારક હોય છે.શરીર માં સુજન થવા પર તમે હળદર વાળું પાણી પી લો.આ પાણી પીવાથી સુજન દૂર થઈ જશે અને દર્દ થી પણ આરામ મળી જશે.હળદર માં કરક્યુમીન નામનું તત્વ મળી આવે છે. અને આ તત્વ દર્દ અને સુજન ને દૂર કરવા માં કારગર સાબિત થાય છે. ઘણી વખત પડી જવાના કારણે ઘા કે ઇજા થતી હોય છે. તો હળદરની પેસ્ટ બનાવીને તે ઈજા વાળા ભાગ ઉપર બાંધવાથી ઈજા વાળો ચેપ દુર થઇ જાય છે. હળદર વાળું દૂધ પીવાથી પણ ઈજા અંદરથી ઠીક થવા લાગે છે.
શરીર નો ખરાબ પદાર્થ દૂર કરે :
હલકા પાણી સાથે હળદર ખાવાથી શરીર માં આવેલા ખરાબ પદાર્થ દૂર થાય છે. માટે તમે અઠવાડિયામાં એક વખત હળદર વાળા પાણી નું સેવન કરો. આ પાણી ને પીવાથી તમારું શરીર અંદર થી સાફ રહેશે. અને ખરાબ પદાર્થ દૂર થઈ જશે.
કેન્સર :
હળદર માં રહેલા અમુલ્ય તત્વો ના કારણે તે કેન્સર જેવા ભયાનક રોગો માં પણ ખૂબ ગુણકારી છે. ખાલી પેટ હળદરનું સેવન શરીરને અંદરથી સાફ રાખે છે. કેન્સરને અટકાવવા માટે હળદરની ગોળીઓમાં લીમડાને ભેળવીને સેવન કરવાથી શરીર માંથી કેન્સરની કોશિકાઓ દુર કરીને બહાર નીકળવા લાગે છે.
વજન ઓછું કરે :
વજન ઓછું કરવા માટે ગરમ પાણી અને હળદર ના ફાયદા ખૂબ ફાયદાકારક છે. વધારે વજન થી જે લોકો પરેશાન હોય તે લોકો એ રોજ સવારે ગરમ પાણી સાથે હળદર ખાવી જોઈએ એવું કરવાથી વજન ઓછું થઈ જશે.અને આ પાણી પીવાથી શરીરમાં વાસ નહિ જમતું. અને વજન ઓછું થવા લાગે છે તમે ઈચ્છો તો આમાં મધ પણ ઉમેરી શકો છો.
મગજ માટે ફાયદાકારક :
હળદર ને મગજ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવ્યું છે. અને આનું સેવન પાણી સાથે કરવાથી દિમાગ હંમેશા તંદુરસ્ત રહે છે અને અલજાઈમ રોગ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
ત્વચા માં નિખાર આવે :
હળદર અને પાણી ને એક સાથે લેવાથી ત્વચા પર નિખાર આવી જાય છે. હળદરની અંદર સ્કીન ને સોફ્ટ અને યુવા બનાવવા ની શક્તિ હોય છે, તે તમારી વધતી ઉંમરની અસરની ખબર પણ પડવા દેતી. એક ના ચોથા ભાગની હળદરમાં કાચું દૂધ અને બેસન ભેળવીને પેસ્ટ તૈયાર કરો. અને તેને ચહેરા ઉપર સારી રીતે લગાવો. હવે થોડી વાર સુકાવા દો અને પછી ચહેરાને હળવા ગરમ પાણીથી ધોઈ લો.
હળદર નું સેવન આ વ્યક્તિએ ના કરવું જોઈએ :
ગર્ભવતી મહિલાઓ એ હળદર ના પાણી નું સેવન ન કરવું જોઈએ કેમ કે આ પાણી પીવાથી મહિલાઓને તકલીફ થઈ શકે છે. અને જે લોકો ને ગેસ ની સમસ્યા રહે છે. એ લોકો પણ આનું સેવન ના કરે.