મળમાર્ગ-ગુદામાં ચીરા પડયા હોય અને હરસ થયા હોય તેમણે થોડા દિવસ રાત્રે એક ચમચો દિવેલ દૂધમાં પીવું. સવારે પાકા કોઠા ના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી 15 દિવસ સુધી પીવાથી હરસ નાબૂદ થાય છે.
હરસ થયા હોય તો બને તેટલું (રોગના પ્રમાણ મુજબ) લીંબુ અથવા સૂકું કોપરું ખાવું અને તાજા નારિયેરનું પાણી (મળી શકે તો) દરરોજ 1-1 ગ્લાસ દિવસમાં બે ત્રણ વાર પીવું. આથી વગર દવાએ હરસ મટી જાય છે.
લીમડાના કુમળાં પાનના રસનું પાંચ દિવસ સેવન સર્વથી કષ્ટદાયક મસાની પીડામાંથી મુક્ત થવાય છે. મસા પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે.
લોહીવાળા મસા પર જીરુંનો લેપ કરવાથી અને રોજ ઘી, સાકર તથા જીરું ખાવાથી અને ગરમ આહાર બંધ કરી દેવાથી લાભ થાય છે. હરસમાં લોહી પડતું હોય તો દાડમની છાલનું છાસ સાથે સેવન કરવું. નાની એલચી હરસ અને મૂત્રકૃચ્છ મટાડે છે.
હરસમાં લોહી પડતું હોય તો ઘી અને તલ સરખે હિસ્સે લઇ થોડી સાકર મેળવી ખાવું. દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે. થોડા દિવસ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં તકલીફમાંથી મુક્ત થવાય છે.
દરરોજ બે- ત્રણ કલાકે એક મોટો ચમચો કાચી વરિયાળી ખુબ ચાવીને ખાવાથી હરસની તકલીફ જડમૂળથી જતી રહે છે. કાળા તલ ખાઈ પાણી પીવાથી દુઝતા હરસ નાશ પામે છે, દાંત મજબૂત થાય છે અને શરીર પુષ્ટ થાય છે.
દહીંના ધોળવામાં હિંગ, જીરું તથા સિંધવ નાખી પીવાથી હરસ, અતિસાર અને પેઢાનું શૂળ મટે છે. ગાયનું માખણ અને તલ ખાવાથી હરસ મટે છે. રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગાળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી દુઝતા હરસમાં ઝાડામાં પડતું લોહી બંધ થાય છે. ધાણા અને સાકરનો ઉકાળો કરી પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.
શેકેલું જીરું, મરી અને સિંધવનું ચૂર્ણ મઠા કે છાસમાં લેવાથી હરસ, અતિસાર અને ગ્રહણી માં ફાયદો થઈ છે. વડની છાલ, કૂણાં પણ કે કૂણી કુંપળોનો ઉકાળો પીવાથી દુઝતા હરસમાં ફાયદો થાય છે.
સૂરણનો કંદ સુકવી બનાવેલું ચૂર્ણ 320 ગ્રામ, ચિત્રક 60 ગ્રામ અને મરી 20 ગ્રામ એ સર્વનું ચૂર્ણ કરી તેનાથી બમણો ગોળ નાખી મોટા બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી સર્વ પ્રકારના હરસ માટે છે. સૂંઠનું ચૂર્ણ છાસમાં પીવાથી હરસમાં ફાયદો થાય છે.
હળદરનો ગાંઠિયો શેકી, તેનું ચૂર્ણ કરી, કુંવારના ગર્ભમાં મેળવીને સાત દિવસ સુધી ખાવાથી હરસમાં ફાયદો થાય છે. આમલીના ઝાડની છાલનું વાસ્તગાળ ચૂર્ણ ગાયના અધમળ્યા દહીં સાથે સવાર-સાંજ ખાવાથી દુઝતા હરસ મરે છે. આમલીના ફૂલોનો રસ લેવાથી હરસ મરે છે.
આંબાની ગોટલીનું ચૂર્ણ મધમાં અથવા સાદા હુંફાળા પાણી કે મોળી છાસમાં લેવાથી હરસ મટે છે. કોકમનું ચૂર્ણ કે ચટણી દહીંની ઉપરની તર (મલાઈ)માં મેળવી ખાવાથી હરસ મટે છે. છાસમાં ઇંદ્રજવનું ચૂર્ણ મેળવી પીવાથી હરસ મટે છે.
એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે. જીરું વાટી લુગદી કરી બાંધવાથી દુઝતા હરસમાં પડતું લોહી બંધ થાય છે, બળતરા મટે છે અને બહાર નીકળેલા મસા અંદર જતા રહે છે.
ડુંગરીનો રસ 10 ગ્રામ, સાકર 5 ગ્રામ અને ઘી 3 ગ્રામ મેળવીને પીવાથી અને રોજ પેટ સાફ કરવા રાત્રે ઇસપગુલ સત્ત્વ લેવાથી હરસની બીમારી શાંત થાય છે. ડુંગળીના નાના નાના ટુકડા કરી, તડકામાં સુકવી, 10 ગ્રામ જેટલા ધીમાં તળી, 1 ગ્રામ કાળા તલ અને 20 ગ્રામ સાકરનું ચૂર્ણ મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે.
ડુંગળીની બારીક કાતરી કરી,દહીંમાં મેળવી, તેમાં જરૂર પ્રમાણે મીઠું મેળવી રોજ સવારે ખાવાથી દુઝતા મસાનો રક્તસ્ત્રાવ બંધ થાય છે, શોચશુદ્ધિ થાય છે અને રક્તાર્શ મટે છે. એક મોટા લીંબુના બે ટુકડા કરી બંને પર કાથો ભભરાવો. પછી બંને ટુકડા એકબીજા સાથે દબાવીને આખી રાત મૂકી રાખવા. સવારે એ ટુકડા આખો દિવસ ચુકતા રહેવું. થોડા દિવસ નિયમિન પ્રયોગ કરવાથી લોહી પડતા હરસ મટે છે.
સોપારી જેટલા ગોળ સાથે અડધી ચમચી હરડેનું ચૂર્ણ લેવાથી હરસ મટે છે. દૂધીના પાનનો રસ કાઢી હરસ પર ચોપડવાથી લાભ થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.