જોકે હિંચકી સામાન્ય છે, પરંતુ જો તમને એક દિવસથી વધુ સમય માટે વારંવાર હેડકી આવી રહી છે, તો તેને થોડીક પણ હલકા માં ન લેવી. જો તમને 48 કલાકથી વધુ સમયથી હેડકી આવી રહી છે, તો તરત જ ડોક્ટરની સલાહ લેવી અને તેનું કારણ શોધી કાઢો. ખરેખર, ઘણા સમય થી હેડકી આવવી એ ગંભીર તબીબી બીમારી નું લક્ષણ છે.
ડાયાફ્રામ નામની માંસપેશી હ્ય્દય અને ફેફસાંને પેટમાં અલગ કરવાનું કામ કરે છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ ડાયાફ્રામનું ઘણું જ મહત્ત્વ હોય છે. જ્યારે આમાં સંકોચન આવે ત્યારે આપણાં ફેફસાંમાં હવા માટેની જગ્યા બને છે. જ્યારે ડાયાફ્રામ માંસપેશીઓનું સંકોચન અચાનક વારંવાર થવા લાગે છે ત્યારે આપણને હેડકી આવે છે. હેડકી સમયે જે અવાજ આવે છે તે ગ્લોટીસ જલદી જલદી બંધ થવાને કારણે આવે છે.
જો કે, હેડકી કેટલીકવાર કેટલાક દિવસો સુધી રહે છે. હેડકીના ઘણા કારણો હોઈ શકે છે. હેકડી એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જો હેડકી ઘણા સમયથી આવી રહી છે તો તેને બિલકુલ અવગણશો નહીં. જો હેડકી આવે ત્યારે તે વ્યક્તિ બેભાન થઈ જાય છે તો તરત જ તેને ડૉક્ટર પાસે લઈ જાવ.
હેડકી સામાન્ય રીતે ગેસ્ટ્રિક ખંજવાળ અથવા પેટના હલન ચલન ના કારણે થાય છે. ડિઝોર્મમાં બળતરા હેડકીનું કારણ બને છે. મસાલાવાળી, મરચું ખાવાથી અને પેટની અસ્વસ્થતાને લીધે પણ હેડકી આવી શકે છે. હેડકીનું કારણ જીવનશૈલીની અનિયમિતતા પણ છે. જો તમે વધુ મરચાંના મસાલાવાળા ખોરાક ખાઓ છો તો હેડકીની સમસ્યા થઈ શકે છે. પેટમાં ગેસ અને પાચનની પ્રક્રિયામાં વિક્ષેપને કારણે પણ હેડકી આવી શકે છે.
સોડા પીવાથી કે ડ્રિંક પીવાથી પણ હેડકી આવી શકે છે. ઘણીવાર ડિપ્રેશનને કારણે પણ હેડકી આવી શકે છે. આમ તો હેડકી આવવી એ સામાન્ય બાબત છે. જેમ ઓડકાર કે છીંક આવતી હોય તેમ જ કોઇ કોઇવાર હેડકી પણ આવતી હોય છે. પણ આ સામાન્ય હેડકી અમુક વાર આવે અને તે આપોઆપ થોડા સમયમાં પાણી પી લઇએ એટલે બંધ થઇ જતી હોય છે.
પણ ઘણીવાર એવું બનતું હોય છે કે હેડકી લાંબા સમય સુધી ચાલુ રહીને તકલીફ આપતી હોય છે. ઘણીવાર તો એવું બનતું હોય છે કે દિવસમાં દસ દસ વાર હેડકી આવતી હોય છે. જેટલી વાર કંઈક ખાવ એટલે તે શરૂ થઇ જાય છે. આલ્કોહોલને કારણે હેડકી આવી રહી છે તો એ માટે લીંબૂ અસરદાર ઉપાય છે. લીંબૂના ચોથા ભાગને મોઢામાં રાખો અને ધીરે ધીર ચાવતા રહો. હેડકી ઠીક થઈ જશે. પીનટ બટર ખાવાથી પણ રાહત મળે છે.
તેને ખાવાથી શ્વાસ લેવાની ક્રિયા પ્રભાવિત થાય છે જે હેડકીને રોકવામાં મદદરૂપ છે. નાળીયેર પણી પીવાથી પણ હેડકી મટે છે. કાચા કાંદાનું કચુંબર મીઠું નાખી ખાવાથી હેડકી મટે છે. એકદમ વારંવાર તીવ્ર હેડકી આવતી હોય અને બંધ થતી જ ન હોય તો અડધી ચમચી જેઠીમધનું ચુર્ણ અડધા કપ દુધમાં નાખી ઉકાળી ઠંડું પાડી, તેના ચારથી પાંચ ટીપાં બંને નાકમાં નાખવા તથા મધ-માખણ મીશ્ર કરી ચાટવું તેનાથી હેડકી મટી જશે.