વજન વધવાની સમસ્યા આજે મોટાભાગના લોકોમાં જોવા મળે છે. જયારે આપણે કોઈ ફિટ અને તંદુરસ્ત લોકો સામે મોટાપા વાળા લોકોને જોઈએ ત્યારે ઘણીવાર હસવું પણ આવતું હોય છે. મોટાપો ઘટાડવા માટે ઘણા લોકો પ્રયત્ન પણ કરે છે છતાં પણ તેમનું વજન ઘટતું નથી. માટે આજે અમે તમને એવી વસ્તુ જણાવીશું કે જે તમે રોજે તમારા સલાડ મા ઉમેરશો તો તમે મોટાપાને દૂર કરી શકો છો અને તંદુરસ્ત બની શકો છો.
જાણો ખાવાની કઈ એવી વસ્તુ છે જેને સલાડમાં નાખવાથી સલાડ વધારે રોચક, પોષણયુક્ત અને સુંદર બને છે. કદાચ તમે આ વસ્તુનો ઉપયોગ પહેલા ક્યારેય નહિ કર્યો હોય. ખાવાની આ બધી વસ્તુ સલાડને હેલ્ધી બનાવશે અને સાથે સાથે સલાડને સુંદર પણ બનાવશે. તો ચાલો હવે અમે તમને જણાવીએ કે કઈ કઈ વસ્તુઓ તમારે રોજે તમારા સલાડમાં ઉમેરવી જોઈએ.
સૂકો મેવો અને બીજમાં ફાઇબર અને પ્રોટીન ભરપુર માત્રામાં જોવા મળે છે. આમાં મોનોફેટ અને પોલીસેંચુરેટેડ ફેટની માત્રા વધુ હોય છે, જે હદય માટે ફાયદાકારક છે. આને સલાડમાં શામેલ કરવાથી કોલેસ્ટોરેલના સ્તરને ઘટાડી શકાય છે. સલાડમાં ઓછી માત્રામાં કેલરી હોય છે, તેથી વજન ઘટાડવા માટે સલાડ ખાવાનું કહેવામાં આવે છે. સલાડમાં સ્પિનચનો ઉપયોગ કરવાનું વિચારો, જે કેલરીમાં નીચી છે તેમજ અત્યંત પોષકતત્વ થી ભરપૂર છે.
સલાડમાં ઓલિવ ઓઇલ અને વિનેગર નાખવાથી શરીરમાં શુગરના લેવલમાં બેલેન્સ જળવાઇ રહે છે. સલાડમાં મોનો અનસેંચુરેટેડ નામનું ફેટ રહેલું હોય છે. દરરોજ બે ચમચી એટલે કે 23 ગ્રામ ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાથી હદયની બીમારીનો જોખમ ટળે છે. સલાડમાં ઓલિવ ઓઇલ અને વિનેગર નાખીને ખાવાથી મીઠું અને ફેટનું સેવન ઘટી જાય છે.
દાડમ એ પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને વિટામિન એ નો એક સારો સ્રોત છે. આમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ પણ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. જેનો ઉપયોગ રોજ કરવાથી હદય માટે તે ફાયદાકારક નીવડે છે. પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના જોખમને પણ દૂર રાખે છે.
લેટયુસ એ સૌથી સારો વેઈટ લોસ ફૂડ છે. આમાં શુગર અને સોડિયમની માત્રા ઓછી હોય છે, જયારે વિટામિન એ અને સી પણ વધારે માત્રામાં જોવા મળે છે. આમાં આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીન રહેલ હોય છે. લેટયુસમાં કેલરી ખૂબ જ ઓછી અને ચરબી ફક્ત નામમાત્ર હોય છે. ઓમેગા -3 થી લઈને ઓમેગા -6 ફેટી એસિડ્સ પણ હોય છે.
બ્રોકલી આજકાલ ભારત દેશની અંદર ખૂબ જ પ્રચલિત બનતી શાકભાજી છે જે થોડી મોંઘી છે પરંતુ તે સ્વાદિષ્ટ હોવાની સાથે ખૂબ જ પોષક તત્વોથી ભરપુર હોય છે બ્રોકોલી ની અંદર વિટામીન એ, વિટામિન ઇ , વિટામિન કે, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, લોહતત્વ જેવા અનેક ગુણો ભરપૂર પ્રમાણમાં રહેલા છે,જેથી સલાડમા તમારે બ્રોકલી ઉમેરવી જોઈએ.
બજારમાં ઘણા બધા પ્રકારની ચીઝ ઉપલબ્ધ છે. પરંતુ સલાડમાં એવા પ્રકારની ચીઝનો પ્રયોગ કરો, જેમાં ફેટ અને સોડિયમની માત્રા ઓછી હોય. ચીઝમાં પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્રોત હોવાને કારણે આને સલાડમાં નાખીને ખાઓ. આ બ્લડશુગર સ્તરને સંતુલિત રાખવા માટે અસરકારક છે. આનું નિયમિતપણે સેવન કરવાથી મૂડ પણ સારો બને છે.
કાકડી ની વાત કરીએ તો ઉનાળાની અંદર કાકડી સારી મળે છે તેમજ જો ઉનાળામાં કાકડી નું સેવન કરવામાં આવે તો કાકડીની અંદર રહેલ વિપુલ પાણી આપણા શરીરની અંદર પાણીની ઉણપ દૂર કરે છે. તેથી સલાડ મા કાકડી પણ ઉમેરવી જોઈએ.
કકડીની અંદર વિપુલ પ્રમાણમાં ફાઇબર પણ હોય છે આ ફાઈબર આપણે સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે તેમજ કાકડીના વજનના 90% વજન પાણીનું હોય છે જેને કારણે આપણું પેટ જલ્દી ભરાઇ જાય છે અને વધુ ભોજન કરવાની જરૂર રહેતી નથી જેથી તે વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે.
સલાડમા ગાજર પણ ઉમેરવા જોઈએ. ગાજર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે ગાજરની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ અને શરીરને ફાયદાકારક એવા મિનરલ્સ હોય છે તેમજ ગાજરને પણ ફાઇબર મેળવવાનો એક ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે.