આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે તમે 100% અજાણ હશો અથવા તો આ વાત ઘણી વાર તમે વડીલો પાસેથી સાંભળી હશે. ખાસ કરીને અત્યારે ચાલી રહેલ બેવડી ઋતુનો સમય એટલે કે એક ઋતુનું પૂરું થવું અને બીજી ઋતુની શરૂઆતનો સમય. અત્યારે શિયાળો પૂરો થવાની આરે છે અને ઉનાળો શરૂ થવાની આરે છે. આવા સમય માં સવારે ઠંડી અને બપોરે ખૂબ ગરમી હોય છે.
આવા વાતાવરણમાં શરીરનું પાચન ફરી જય છે તેથી આવા સમયગાળા દરમિયાન અમુક વસ્તુ ગમેતેટલી પ્રિય હોય તો પણ તેનું સેવન ન કરવું જોઈએ તેમની એક છે દહી. જી, હ મિત્રો હાલના ચાલી રહેલા સમયગાળામાં દહીનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. કોઈ શુકન માટે ખવરાવે તો પણ ન ખાવું જોઈએ કેમકે તે એક માન્યતા પાછળ શરીરને ઘણું નુકશાન થાય છે.
ઘણા લોકોને દરરોજ દહીં ખાવાનો શોખ હોય છે, આવી સ્થિતિમાં દહીં કયા સમયે ખાવુ તે જાણવું જરૂરી છે. કારણ કે દહીં ખાવાથી તમને ઘણું નુકસાન થઈ શકે છે. ખરેખર, દહીં ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ જો તે ખોટા સમયે ખાવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
દહીં ના ફાયદા તો અનેક લોકો જાણે છે પરંતુ મોટાભાગના લોકોને તેની આડઅસર વિશે ખબર નથી હોતી. જ્યારે તમે દહીં ને ખોટા સમયે, ખોટી રીતે અને યોગ્ય પ્રમાણમાં નથી ખાતા તો તેના અનેક પ્રકારના ગેરફાયદ થાય છે. આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે દહીંમાં કેટલાક એવા ગુણો હોય છે જે રાત્રિના સમયે અને સંધિકાળ ના સમય દરમિયાન ખાવાથી તેને વિષેલું બનાવી દે છે.
મોટાભાગે બેવડી ઋતુ જે એક થી દોઢ મહિનાનો સમય હોય ત્યારે સવારે ઠંડી લાગે છે અને બપોરે ભયંકર ગરમી લાગે છે આવા સમયે શરીરમાં કાચો આમ ઓગળે છે અને તેમાંથી કફ પેદા થાય છે. કફમાંથી ઉધરસ અને વાયુનો પ્રકોપ થાય છે તેથી ફેફસામાંથી કફ છુટો પડે છે. એટલા માટે મોટાભાગના લોકો બેવડી ઋતુમાં વાઈરલ ઇન્ફેકશનના શિકાર બને છે. આ સમયગાળા દરમિયાન દહી ખાવાથી તેમ વધારો થાય છે તેથી બેવડી ઋતુમાં ભૂલથી પણ દહીનું સેવન ન કરવું જોઈએ.