જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેમા ઔષધીય ગુણ પણ મળી આવે છે. જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. જાંબું ખૂબ લાભદાયક ફળ છે. એનું સેવન કરવાથી બોડીની ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત થાય છે. આ ઉપરાંત ઘણી ગંભીર બિમારીઓથી પણ બચાવે છે.
જાંબુમાં એન્ટી કેન્સરના ગુણ પણ મળી આવે છે. આ કીમોથેરાપી અને રેડિએશનમાં પણ ફાયદાકારક હોય છે. જાંબુમા વિટામીન સી નું પ્રમાણ હોય છે. જેનું સેવન કરવાથી શરીરની વિટામીન સી ની કમીને દૂર કરે છે. જો સાંધાના દુખાવાની સમસ્યાથી પીડિત છો તો જાંબુની છાલને ખૂબ જ ઉકાળો અને બચેલા ગોળનો લેપ ઘૂંટણ પર લગાવો. એનાથી દુખાવામાં રાહત મળે છે. જો ઘરમાં કોઈ બાળક પથારી માં પેશાબ કરતુ હોય તો જાંબુ ના ઠળિયા ને પીસી ને પાણી સાથે પીવડાવો. એક ચમચી રોજ પાવાથી આ સમસ્યામાથી છુટકારો મળે છે.
જો સ્કીન ગ્લો મેળવવા માગતા હોવ તો જાંબુના પલ્પ ની પેસ્ટને દૂધમાં મિક્સ કરીને લગાવવાથી ચહેરામાં નિખાર આવે છે. જાંબુમાં હાજર આયર્ન એનીમિયાની ઉણપ દૂર કરી શકે છે. જાંબુનું સેવન લીવરની સમસ્યાને પણ દૂર કરી શકે છે. જાંબુની છાલનો ઉકાળો પીવાથી પેટની સમસ્યામાં પણ રાહત મળે છે.
જાંબુમાં મળી આવતું ગ્લૂકોઝ અને પ્રક્ટોઝના રૂપમાં મળી આવતી શુગર શરીરને હાઇડ્રેટ કરવાની સાથે જ કુલ અને રિફ્રેશ પણ કરે છે. જેનાથી શુગર કંટ્રોલ રહે છે. જામ્બુ ખાવાથી ખોરાક ખુબ જ જલ્દી પચીં જાય છે. અને ભૂખ ના લાગવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે. દાંત અને પેઢાના દુખાવામાં જાંબુના પાવડરનો પ્રયોગ કરવાથી લાભ થાય છે. જે લોકોને પેશાબની સમસ્યા હોય તે લોકો માટે આ ચૂર્ણ ફાયદાકારક છે. જે લોકોને વારંવાર પેસાબ જવાની સમસ્યા હોય તે લોકો માટે ખૂબ અસરકારક છે.
જાંબુ ત્વચામાં નિખાર લાવવામાં ઘણુ લાભકારી છે. આને ખાવાથી ચેહરાની ચમક વધે છે. ડાયાબિટીસમાં તો જાંબુ ખાવાની સલાહ પણ આપતા હોય છે. આનુ નિયમિત સેવન કરવાથી ઘણા ફાયદા થતાં હોય છે. જાંબુની ગોટલીમાં થોડુ મીઠ્ઠુ મળીને આના ચૂરણને દાંતો પર લાગવાથી દાંતોના દર્દની ફરિયાદ દૂર થાય છે.
જાંબુની ગોટલીના ચૂરણના પાણીની સાથે મિક્સ કરીન પેસ્ટ બનાવીને ઘા પર લગાવવાથી ઘા પર ઘણી રાહત મળે છે. એસિડીટીની સમસ્યાથી છુટકારો મેળવા માટે કાળા માઠીમાં શેકેલું જીરૂ મિક્સ કરીને પીસી લો એનું જાંબુ સાથે સેવન કરવાથી એસિડિટીમાં રાહત મળે છે.
જાંબુમાં પોટેશિયમની માત્રા ભરપુર હોવાથી હાર્ટએટેક, હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રોક વગેરેથી બચી શકાય છે. જાંબુ ખાવાના કારણે રકતસંચાર થાય છે. જેના કારણે કરચલીઓ દુર થાય છે તેમજ કાળા દાગ ધબ્બા થવાની શકયતા રહેતી નથી. જાંબુનાપલ્પ ને સ્કીન પર લગાવવાથી ત્વચા કોમળ અને ચમકીલી બને છે. તેના ઠળીયાનાં પાવડરની પેસ્ટ બનાવી વાળમાં નાખવાથી પણ ફાયદો થાય છે. જાંબુમાં વિવિધ પ્રકારના પોષકતત્વો વિટામીન, કેલ્શિયમ, આયર્ન પોટેશિયમ આવેલા હોય છે તેથી રોગપ્રતિકારક શકિતમાં વધારવામાં મદદ કરે છે.
લોહીના વિકારથી થતા ગૂમડાં પર જાંબુના વૃક્ષની છાલનું ચૂર્ણ લગાડવું. આવું કરવાથી ગૂમડાં ઝડપથી રૂઝાઈ જશે અને દુખાવો પણ ઓછો થઈ જશે. -જો દાંત સંબંધી સમસ્યાઓ રહેતી હોય જેમ કે પયોરિયા અથવા દાંતમાંથી વહેતા લોહી માટે જાંબુના ઠળિયાનું સેવન ફાયદાકારક નીવડે છે.
ઝેરી જીવજંતુ કરડી ગયું હોય તો જાંબુના પાનનો રસ પીવડાવવો તેમજ તેના પાનની પેસ્ટ કરીને બાંધવાથી ઘા રૂઝાઇ જાય છે. નસકોરી ફુટે ત્યારે જાંબુના કુણા પાનનો રસ બે ટીપા નાકમાં નાખવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓને શ્ર્વેતપ્રદરમાં ચોખા ના ઓસામણમાં જાંબુના ઠળીયાનું ચૂર્ણ નાખીને પીવાથી ફાયદો થાય છે.
જાંબુમાં મીઠુ અને મરી નાખીને પીવાથી હરસ મસામાં ફાયદો થાય છે. જાંબુના ઠળીયાની પેસ્ટ બનાવીને દાંતે ઘસવાથી દાંત મજબુત થાય છે. કીડની અને પથરીની પરેશાનીમાં જાંબુના ઠળીયાને સુકવીને પાવડર બનાવીને સેવન કરવાથી ફાયદો થાય છે જે દહી સાથે પણ લઇ શકાય છે.
ગળાના રોગમાં જાંબુના ઝાડની છાલને પીસીને તેનો પાવડર બનાવો અને આ પાવડરને પાણીમાં નાખી કોગળા કરવાથી ગળુ સાફ થાય છે તેમજ મોની દુર્ગંધ પણ દુર થાય છે. જાંબુના પાન ચાવવાથી પણ મોની દુર્ગંધ દુર થાય છે. કાચા જાંબુનો રસ કાઢીને પીવાથી પેટના રોગોમાં રાહત મળે છે.